April 29, 2026
ટેકનોલોજી

વોટ્સએપની મોટી કાર્યવાહી: 9,400થી વધુ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ

Spread the love


ડિજિટલ એરેસ્ટ સ્કેમ મામલે મેટા અને ભારત સરકારનો સંયુક્ત પ્રહાર; કમ્બોડિયા કનેક્શનનો પર્દાફાશ

આ વર્ષે જાન્યુઆરીમાં 12 અઠવાડિયામાં વોટ્સએપને કારણે ભારતમાં ડિજિટલ એરેસ્ટ સ્કેમ સંબંધમાં 9,400થી વધુ એકાઉન્ટ્સ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મેટાની માલિકી હેઠળની વોટસએપએ સરકારી એજન્સી સાથે મળીને કાર્યવાહી કરી છે. આ માહિતી એટર્ની જનરલ આર વેંકટરમણીએ સુપ્રીમ કોર્ટમાં ડિજિટલ એરેસ્ટ સ્કેમ સંબંધિત સુનાવણી કરી હતી. વોટેસએપની તપાસમાં આ અંગે મહત્ત્વની જાણકારી મળી હતી.

કંપનીએ મહત્ત્વની જાણકારી આપતા જણાવ્યું હતું કે ભારતીય યૂઝર્સને નિશાન બનાવનારા મોટા ભાગના એકાઉન્ટ્સ દક્ષિણ પૂર્વ એશિયામાં ખાસ કરીને કમ્બોડિયામાં સ્કેમ સેટર્સ ચલાવવામાં આવ્યા હતા એનો અર્થ એ છે કે ભારતમાં જે ડિજિટલ એરેસ્ટ સ્કેમનું નેટવર્ક ચલાવ્યું હતું, જે કમ્બોડિયામાં વ્હોટ્સએપ એકાઉન્ટ મારફત હેન્ડલ કરવામાં આવ્યા હતા.

છેતરપિંડી કરનારા મોટા ભાગના દિલ્હી પોલીસ, મુંબઈ હેડ ક્વાર્ટર, સીબીઆઈ અને એટીએસ ડિપાર્ટમેન્ટ જેવા ડિસ્પ્લે નામનો ઉપયોગ કરતા હતા અને એની સાથે પ્રોફાઈલ પિક્ચર પણ સરકારી જેવા હતા, જેથી લોકોને તેના એકાઉન્ટ પર શક જાય નહીં. ટૂંકમાં, ભારતમાં ડિજિટલ એરેસ્ટ સ્કેમ રોકવા માટે વોટ્સએપે 9,400થી વધુ શંકાસ્પદ એકાઉન્ટ્સ બ્લોક કર્યા છે. જાણો કેવી રીતે કમ્બોડિયાથી ચાલતું હતું આ આખું નેટવર્ક અને સરકારની નવી ગાઈડલાઈન્સ પણ કામગીરી કરી શકે છે.

કંપનીએ જણાવ્યું કે છેતરપિંડી યા ડિજિટલ એરેસ્ટ સ્કેમને રોકવા માટે નવા એન્ફોર્સમેન્ટ ટૂલ્સ પણ લગાવ્યા છે. વોટ્સએપે જણાવ્યું છે કે ભારતીય સાઈબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (આઈ4સી), ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય અને ટેલિકોમ મંત્રાલય પાસેથી મળેલી માહિતી અનુસાર તપાસ હાથ ધરવામાં આવી છે.

કંપનીએ જણાવ્યું છે કે અલગ અલગ ફરિયાદોની કાર્યવાહી કરવામાં આવી હતી. આઈ4સી દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા સ્ટેટસ રિપોર્ટ અનુસાર વોટ્સએપના સબ્સક્રાઈબર આઈડેન્ટિટી મોડ્યુલ (એસઆઈએમ) બાઈડિંગ લાગુ કરવા માટે સહમતિ સાધવામાં આવી છે. કંપનીએ કહ્યું છે કે સરકારની નિયમોનું પાલન કરવામાં આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!