વૈષ્ણોદેવીમાં આસ્થા સાથે ‘છેતરપિંડી’: 20 ટન ચાંદી નીકળી ‘નકલી’?
ભક્તોએ ચઢાવેલી ચાંદીમાં ઝેરી કેડમિયમની ભેળસેળ નીકળતા શ્રાઈન બોર્ડ પણ ચોંકી ઉઠ્યું
કટરાઃ આસ્થાના ધામસમાન મંદિરોમાં રોજના કરોડો શ્રદ્ધાળુઓ દર્શન કરે છે, જ્યારે કરોડો રુપિયાના મંદિરમાં દાનભેટ પણ અર્પણ કરે છે. રુપિયા પૈસાની સાથે મંદિરોમાં સોનાચાંદી અને હીરા સાથે અન્ય મૂલ્યવાન ભેટો ધરાવવામાં આવે છે, પરંતુ ક્યારેક એનું મૂલ્ય કરવા બેસો તો ચોંકી જવાય. માતા વૈષ્ણોદેવી ધામમાં કંઈક એવું જ બન્યું હતું, જ્યાં તપાસમાં જાણવા મળ્યું ત્યારે યાત્રાધામના પ્રશાસનના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. માતાજીના મંદિરમાં ભેટ કરવામાં આવેલી ચાંદી અસલી નહીં પણ નકલી નીકળી હતી, જેમાં ઝેરી કેડમિયમની મિલાવટ કરી હતી.
શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડને ભેટમાં મળેલી 20 ટન ધાતુને પીઘળાવીને ચાંદીને ટંકશાળ મોકલી આપી હતી, પરંતુ તપાસ માટે મોકલવામાં આવી ત્યારે ચોંકાવનારું પરિણામ જાણવા મલ્યું હતું. ટેસ્ટ કરવામાં આવ્યા પછી ફક્ત પાંચથી છ ટકા ચાંદી અસલી હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ બાકીના હિસ્સામાં કેડમિયમ અને લોખંડ જેવી સસ્તી ધાતુ જોવા મળી હતી. શ્રદ્ધાળુઓ જે ચાંદીને આસ્થાના ભાગરુપે ચઢાવી હતી, જે અસલમાં મિલાવટવાળી નીકળી હતી.
કિંમતમાં જમીન આસમાનનું અંતર
બજારમાં ચાંદીના ભાવ લગભગ 2.5 લાખથી 2.75 લાખ કિલોગ્રામ છે, જ્યારે કેડમિયમ કિંમત કિલોગ્રામે 500 રુપિયાની આસપાસ છે. આ જ કારણથી ચાંદીના ભાવ કરોડો રુપિયામાં આંકવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે જાણવા મળ્યું કે કેડિમિયમ છે. ઉદાહરણ તરીકે લગભગ 70 કિલો ધાતુથી ફક્ત ત્રણ કિલો શુદ્ધ ચાંદી મળી હતી. એટલું જ નહીં, આ ચાંદીમાંથી ધાતુ અલગ કરવામાં પણ મહિનાનો સમય લાગી ગયો હતો.
કેડમિયમનું આરોગ્ય પર વિશેષ જોખમ
કેડમિયમ સૌથી વધુ ઝેરી હોય છે, જેનો ઉપયોગ સામાન્ય રીતે ઔદ્યોગિક કામકાજમાં થાય છે. એનો રોજિંદા વપરાતા ઉત્પાદનોમાં થાય છે. ઈન્ડિયન સ્ટાન્ડર્ડ બ્યુરો (બીઆઈએસ) દ્વારા સખત નિયમો લાગુ કરેલ છે. નિષ્ણાતો અનુસાર જ્યારે કેડમિયમને ગરમ કરાય છે જેમ કે ધાતુ પીઘળવાથી ધાતુને નુકસાન થાય છે. કિડની પર અસર થયા છે અને લાંબા સમય સુધી કેન્સરનું જોખમ વધી શકે છે. આ જ કારણથી ટંકશાળના અધિકારીઓએ ધાતુને સંભાળવાની કામગીરીને સુરક્ષા વ્યવસ્થા સાથે પ્રક્રિયાને આગળ વધારી હતી.
નિષ્ણાતોનું કહેવું છે કે કેડમિયમ જેવી ધાતુને યોગ્ય રીતે ઉકેલ લાવવામાં આવે નહીં તો હવા અને પાણીને પ્રદૂષિત કરી શકે છે, જેનાથી પર્યાવરણ પર જોખમ ઊભું થાય છે. વાત ભગવાનને ભેટ ધરાવનાર શ્રદ્ધાળુની આખરે કરીએ કે ભગવાનને ભજવા માટે અસલી નકલીનો ખેલ થઈ શકે છે, જેમાં કાં તો શ્રદ્ધાળુ ખોટા હશે કે શ્રદ્ધાળુઓએ જ્યાંથી ભેટ ખરીદી હશે તે ઝવેરીઓ પાસેની ચાંદી. ગડબડ તો ક્યાંક થઈ, જેમાં ભગવાનને ભક્તોએ સસ્તામાં ભજવી લીધા.
