April 21, 2026
ઈન્ટરનેશનલહોમ

ઈરાક-સિરિયા બોર્ડર ખૂલી: ભારત માટે તેલ આયાતનો માર્ગ મોકળો

Spread the love

10 વર્ષ પછી રબિયા ક્રોસિંગ શરૂ થતા હોર્મુઝની સ્ટ્રેટ પર નિર્ભરતા ઘટશે અને વેપાર વધશે

ભારત જે દેશો પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદે છે, જેમાં સામેલ ઈરાક માટે મહત્ત્વનો ફેરફાર કર્યો છે. ઈરાક અને સિરિયાની વચ્ચે 10 વર્ષથી વધુ સમયથી બંધ પડેલા બોર્ડર ક્રોસિંગને ફરી ખોલવામાં આવ્યું છે. આ ક્રોસિંગને ઈરાકમાં રબિયા અને સિરિયામાં યારુબિયા કહે છે. આ બોર્ડર 2011માં સિરિયામાં થયેલા ગૃહ યુદ્ધ શરુ થયા પછી બંધ કરવામાં આવ્યું હતું.
એના પછી 2014માં ઈસ્લામિક સ્ટેટ (આઈએસઆઈએસ)એ આ વિસ્તારનો કબજો કર્યો હતો. એના પછી ઈરાકી કુર્દ દળોએ એને ફરી પોતાના નિયંત્રણમાં લીધું છે. હવે સોમવારે આ બોર્ડરને ફરી ખોલી નાખવામાં આવી છે. બંને દેશના અધિકારીઓએ સાથે મળીને વેપાર પ્રોત્સાહન અને અવરજવરને સરળ બનાવવાની વતા કરી છે. ઈરાકના નિનેવ પ્રાંતના નેતા નાદિયા અલ જુબૌરીએ કહ્યું છે કે આ વેપારમાં પ્રોત્સાહન મળશે અને ઓઈલના પુરવઠા માટે રસ્તો મોકળો બનશે. ભારતની કૂલ તેલ આયાતનો પાંચમો ભાગ ઈરાકથી આવે છે.

હોર્મુઝ પરની નિર્ભરતા ઓછી થશે
ઈરાકની અર્થવ્યવસ્થા મોટા ભાગે તેલ પર નિર્ભર છે. એનું બજેટ લગભગ 90 ટકા તેલમાંથી મળે છે. અત્યાર સુધીમાં ઈરાકનું મોટાભાગનું તેલ હોર્મુઝથી મોકલે છે, જે માર્ગ ખાસ મહત્ત્વનો છે, કારણ કે દુનિયાના લગભગ 20 ટકા તેલ અહીંથી પસાર થયા છે. જોકે, નવો માર્ગ ખોલવાને કારણે ઓઈલની અવરજવર માટે મહત્ત્વનો માર્ગ મળ્યો છે. એને કારણે દરિયાઈ રસ્તા પરની નિર્ભરતામાં ઘટાડો થશે. ખાસ કરીને જ્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ ઘટે ત્યાં સુધી.

દર મહિને 6.5 લાખ મેટ્રિક ટન ફ્યુઅલ મોકલાશે
ઈરાક બોર્ડર પોર્ટસ ઉદ્યોગના પ્રમુખ ઉમર અલ વાયેલીએ કહ્યું હતું કે એાથી અલ વલીદ ક્રોસિંગ પર દબાણમાં ઘટાડો થયો છે. અત્યાર સુધીમાં ઈરાકનો મુખ્ય રસ્તો હતો. નવી વ્યવસ્થાથી ટ્રાન્સપોર્ટ અને સપ્લાયમાં આવી રહેલી મુશ્કેલીઓ પણ દૂર થશે. ઈરાકની સરકારી ઓઈલ કંપની સોમો (SOMO) હવે સિરિયાના માર્ગે જમીનથી ઓઈલ મોકલવાની યોજના પર કામ કરી રહી છે. આ રસ્તો થોડો મોંઘો છે, પરંતુ કંપની દર મહિને આશરે 6.5 લાખ મેટ્રિક ટન ફ્યુઅલ ઓઈલ આ માર્ગે મોકલવાની સમજૂતી કરી ચૂકી છે.
ઈરાકની પાસે પાંચ ઓઈલ પાઈપલાઈન્સ છે, જેમાંથી બે ચાલુ છે, જ્યારે ત્રણ બંધ છે. સૌથી મહત્ત્વની કિરકુક-સેહાન પાઈપલાઈન છે, જે ઉત્તર ઈરાકથી કિરકુકથી તુર્કીના જયહાન પોર્ટ સુધી જાય છે. એના સિવાય દેશની અંદર ઈરાક સ્ટ્રેટેજિક પાઈપલાઈન પણ કામ કરે છે, જે બસરા (દક્ષિણ)થી અનબર સુધી તેલ પહોંચાડવા માટે ત્રણ સમાંતર લાઈનનું નેટવર્ક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!