Pahalgam Attack: ભારતીય આર્મીએ ‘ઓપરેશન મહાદેવ’થી પહલગામ હુમલાનો બદલો લીધો હતો?
ભારતીય સેનાએ લશ્કરના માસ્ટરમાઈન્ડ સુલેમાન સહિત ત્રણ આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા…
કાશ્મીર એટલે ભારતનું સ્વર્ગ ગણાય. કાશ્મીરના જાણીતા પર્યટક સ્થળ પહલગામમાં આતંકવાદીઓએ 26 પર્યટકોને જીવતા રહેંસી નાખ્યાના વર્ષ થઈ ગયું. આતંકવાદીઓની શરમજનક હરકતને વર્ષો પછી પણ એ ડાઘ ક્યારેય ભૂસાસે નહીં. નિર્દોષ પર્યટકો પરના હુમલાને કારણે કાશ્મીરના પર્યટન ઉદ્યોગ પર સંકટ ઊભું થયું હતું, પરંતુ એના વર્ષ પછી બધુ રાબેતા મુજબ થઈ ગયું છે, પરંતુ રહી ગઈ તો એ કલંક. આતંકવાદીઓને પાઠ ભણાવવા માટે સ્પેશિયલ ઓપરેશન હાથ ધરવાની સાથે દુશ્મન દેશ પાકિસ્તાનમાં રહેલા આતંકવાદીઓના અડ્ડા પણ નેસ્તનાબૂદ કરવામાં આવ્યા હતા. ઓપરેશન સિંદૂર સાથે ભારતીય આર્મીએ 93 દિવસો સુધી આતંકવાદીઓને શોધવા અને પહાડીઓમાં તેમનું ઢીમ ઢાળવામાં આવ્યું હતું.
આજે 22 એપ્રિલ છે. ગયા વર્ષે આજના દિવસે લશ્કર-એ તૈયબાના આતંકવાદીઓએ જમ્મુ કાશ્મીરના પહલગામના બૈસરન ઘાટીમાં ફરવા આવેલા નિર્દોષ પર્યટકોને નિર્દયી રીતે હત્યા કરી હતી. હુમલાખોરોએ પર્યટકોના ધર્મ પૂછીને ગોળી મારીને હત્યા કરી હતી, જેમાં 26 લોકો માર્યા ગયા હતા, જેમાં મહિલા, બાળકો અને નેપાળી પર્યટકનો સમાવેશ હતો. આ હુમલાથી દેશભરમાં લોકોમાં ગુસ્સો જોવા મળ્યો હતો. ભારતીય આર્મીએ આતંકવાદીઓને શોધવા માટે જમીન પાતાળ એક કરી દીધા હતા અને પાકિસ્તાન સ્થિત આતંકવાદી છાવણીઓનો સફાયો કર્યો હતો.
હુમલા પછી આતંકવાદીઓને શોધવા ભારતીય આર્મી, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસના સંયુક્ત પ્રયાસથી ઓપરેશન હાથ ધર્યું હતું. ઓપરેશન મહાદેવ હેઠળ હુમલાના માસ્ટરમાઈન્ડ અને તેના સાથીઓને શોધવાના હતા. ડ્રોન્સ, થર્મલ ઈમેજિંગ કેમેરા, સેટેલાઈટ તપાસ અને ઈન્ટેલિજન્સ ઈન્પુટ્સ મારફત આતંકવાદીઓને શોધવા 93 દિવસ સુધી અભિયાન ચલાવ્યું.
25 જુલાઈ 2025ના પહાડી વિસ્તારમાંથી મોબાઈલ એક્ટિવ પછી અસામાન્ય હરકત જોવા મળી હતી અને એના આધારે આતંકવાદીઓનું ઢીમ ઢાળવા માટે 10 કલાક પગપાળા ચાલ્યા પછી લોકેશન પર પહોંચ્યા હતા. ટેન્ટમાં ત્રણ આતંકવાદીને ઘેરી લઈને તાબડતોડ ફાયરિંગ કરીને મોતને ઘાટ ઊતાર્યા હતા. મૃતકની ઓળખ સુલેમાન શાહ ઉર્ફે ફૈઝલ જટ્ટ, હમજા અફઘાની અને જિબરાન તરીકે કરી કરી હતી. સુલેમાન પહલગામ હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો, જે લશ્કર એ તૈયબાનો એ કેટેગરીનો કમાન્ડર હતો. આ ત્રણેય આતંકવાદીઓ પાસેથી બે એકે સિરીઝની રાઈફલ સહિત એક એમ4 કાર્બાઈન સહિત અન્ય હથિયારો જપ્ત કર્યાં હતા.
