April 20, 2026
નેશનલહોમ

સાવધાન! શું વોટ ન આપવો એ ગુનો છે? સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કાયદાના જાણકારોએ આપ્યો મહત્વનો જવાબ

Spread the love

ભારતમાં લોકશાહીનો સૌથી મોટો તહેવાર એટલે ચૂંટણી, પરંતુ શું તમે જાણો છો કે જો તમે વોટ ન આપો તો શું તમારી ધરપકડ થઈ શકે? હાલમાં સુપ્રીમ કોર્ટે ભારતમાં મતદાનને ફરજિયાત બનાવવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચે સ્પષ્ટ કર્યું કે આ બાબત સરકારના નીતિ વિષયક નિર્ણયોમાં આવે છે, જેમાં ન્યાયતંત્ર દખલ કરી શકે નહીં.

ભારતીય બંધારણ અને કાયદા મુજબ, મતદાન કરવું એ તમારો અધિકાર છે, પરંતુ તે કરવા માટે તમને કોઈ મજબૂર કરી શકતું નથી. વાત કરીએ મતદાનના દિવસે મત આપવા ન જાવ તો શું તમને સજા થઈ શકે એની તો ભારતમાં તમે વોટ ન આપો તો તમારી ધરપકડ કરી શકાતી નથી કે કોઈ પણ પ્રકારનો દંડ ફટકારી શકાતો નથી.

મતદાન સમયે વોટ ન આપવો એ કોઈ પણ કાયદા હેઠળ ગુનો ગણાતો નથી. અનુચ્છેદ 326 હેઠળ 18 વર્ષથી વધુ ઉંમરના દરેક નાગરિકને વોટ આપવાનો અધિકાર છે, પરંતુ આ એક ‘અધિકાર’ છે, કોઈ ‘કાનૂની ફરજ’ નથી. એટલે કે, તમે તમારા આ અધિકારનો ઉપયોગ કરવા કે ન કરવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છો.

લોકપ્રતિનિધિત્વ અધિનિયમ (RPA) 1951 કાયદા હેઠળ ભારતમાં ચૂંટણીઓનું સંચાલન કરવામાં આવે છે. આ કાયદામાં ચૂંટણી દરમિયાન આચરવામાં આવતી ગેરરીતિઓ માટે સજા કરવાની છે, પરંતુ ચૂંટણીના દિવસે ઘરે બેસી રહેવા બદલ કોઈ સજાની જોગવાઈ કરવામાં નથી આવી. ચૂંટણી પંચ લોકોને વોટ આપવા પ્રોત્સાહિત કરે છે, પરંતુ કોઈપણ સરકારી સત્તા તમને મતદાન મથક સુધી ખેંચી જઈ શકતી નથી.

આ સિવાય હવે મતદાતા પાસે કોઈ ઉમેદવારને વોટ ના આપવો હોય તો એની સત્તા પણ છે. જો તમને કોઈ ઉમેદવાર પસંદ ન હોય, તો તમે મતદાન મથકે જઈને ‘નોટા’નું બટન દબાવી શકો છો. આ વિકલ્પ તમારી અસંમતિ દર્શાવવાનો લોકશાહી માર્ગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!