February 4, 2026
ધર્મ

ફાગણ મહિનાની શરૂઆત: આ મહિનામાં કોને ભજશો?

Spread the love


મહાશિવરાત્રી અને હોળીના પવિત્ર માસમાં આર્થિક-માનસિક શાંતિ માટે કરો આટલા કામ

હિંદુ કેલેન્ડર અનુસાર આજે વર્ષનો અંતિમ અને સૌથી ઊર્જાવાન મહિના ફાગણ મહિનાની શરુઆત થઈ છે. ભક્તિ, ઉમંગ-ઉત્સાહનો મહિનો ત્રીજી માર્ચ સુધી ચાલશે. ધાર્મિક દૃષ્ટિએ ફાગણ મહિના સૌથી શુભ માનવામાં આવે છે, કારણ કે આ જ મહિનામાં મહાશિવરાત્રી અને હોળી જેવા મોટા તહેવારની ઉજવણી કરવામાં આવે છે. એવું પણ માનતા છે કે ફાગણ મહિનામાં ભગવાન શિવ અને શ્રીકૃષ્ણની વિશેષ પૂજા કરવામાં આવે છે, તેનાથી તમામ દુખો દૂર થાય છે. ગણપતિ બાપ્પાનું નામ લઈને તમે કોઈ પણ દેવની પૂજા કરો, પરંતુ

એવું તો શું કરશો આ મહિનામાં કે જેનાથી ભોળાનાથ અને શ્રીકૃષ્ણની કૃપા થશે. આ મહિનામાં ખાસ કરીને ભગવાન શિવની પૂજાનું મહત્ત્વ છે. આર્થિક, માનસિક અથવા શારીરિક સમસ્યામાંથી છુટકારો મેળવવા માગતા હો તો આટલા ઉપાય કરવાનું લાભદાયક રહે છે. અભિષેકનું પણ મહત્ત્વ છે. રોજ સવારે શિવલિંગ પર જળાભિષેક કરી શકો છે. શક્ય હોય તો ગંગાજળથી ઓમ નમઃ શિવાયના મંત્રથી અભિષેક કરવો. બિલિપત્ર અને ધતુરો અર્પણ કરી શકો છો. બિલિપત્ર ચઢાવતી વખતે ધ્યાન રાખો કે તૂટેલો હોય નહીં.

સફેદ વસ્તુનુ પણ દાન કરી શકો, જેમ કે દૂધ, દહીં, ઘી અથવા સફેદ વસ્ત્રો પણ આપી સકો છો. સફેદ વસ્તુનું દાન કરવાનું શુભ માનવામાં આવે છે. કુંડળીમાં ચંદ્રની સ્થિતિ મજબૂત બને છે તેમ જ માનસિક શાંતિ પણ મળે છે. શિવલિંગ પર ચંદનનો લેપ કરવાથી ભગવાનની કૃપા થાય છે. મહાશિવરાત્રીમાં ખાસ તો શિવ ચાલીસા અથવા શિવ પંચાક્ષર સ્ત્રોતનો પાઠ કરવાનું પણ લાભદાયી રહે છે.

ફાગણ મહિનાનું ધાર્મિક મહત્ત્વ પણ વિશેષ છે. ફાગણ મહિનો હિંદુ વર્ષનો છેલ્લો મહિનો છે, જેને આનંદ-ઉલ્લાસનો મહિનો ગણાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ મહિનાનો સ્વામી ચંદ્ર છે, જે પ્રકૃતિમાં બદલાવ લાવે છે. વસંત ઋતુનો પ્રભાવ વધારનાર છે, જે મનમાં સકારાત્મકતા અને ઉત્સાહનો સંચાર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!