કરિશ્મા મહેતા છે કોણ, જેને લાખો લોકો ગૂગલ પર લોકો શોધી રહ્યા છે?
નવી દિલ્હીઃ એક જમાનામાં લોકો ફિલ્મી હીરો યા સેલિબ્રિટીઝ સાથે કનેક્શન રાખવા માટે તેમના જરુરી કટિંગ્સ યા ફિલ્મી પોસ્ટર રાખતા. આજે ગૂગલબાબાએ આખી દુનિયા બદલી નાખી છે. એક જ ક્લિકમાં તમને દુનિયાભરની માહિતીનો ખડકલો કરી દેવામાં આવે છે, તેમાંય વળી ગૂગલ પર અત્યારે એક વ્યક્તિને શોધવાની જાણે રીતસરની હોડ જામી છે અને નામ છે 32 વર્ષની કરિશ્મા મહેતા.
પીએમ મોદીથી લઈને ઉદ્યોગપતિ રતન ટાટા સાથે પણ જોવા મળી ચૂકી છે કરિશ્મા. એટલે જ લોકો તેને શોધી રહ્યા છે અને ગૂગલ પર પણ તેની ઢગલો માહિતી અને ફોટોગ્રાફ મળી રહી છે. તમને તાલાવેલી જાગી હોય તો વિગતે જણાવીએ કે કરિશ્મા મહેતા હ્યૂમન્સ ઓફ બોમ્બેનાં સીઈઓ છે. કરિશ્મા મહેતાએ તાજેતરમાં તેના ઈન્સ્ટાગ્રામ પર એક ફોરો શેર કરીને આ વાતની જાહેરાત કરીને લોકોને ચોંકાવ્યા હતા અને ચર્ચામાં આવી હતી. કરિશ્માએ જાહેરાત કરતા લખ્યું હતું કે તે 32 વર્ષની ઉંમરમાં ‘એગ ફ્રિજ’ કરાવી દીધા છે. કરિશ્માએ ‘એગ ફ્રીજિંગ’ને લઈને તેના નિર્ણયને સાર્વજનિક રીતે શેર કર્યો હતો, ત્યારથી લોકો ગૂગલ પર શોધવાનું ચાલુ થઈ ગયું છે.
હ્યુમન્સ ઓફ બોમ્બેની શરુઆત કરી કરિશ્માએ
હ્યૂમન્સ ઓફ બોમ્બેની શરૂઆત- કરિશ્મા મહેતાએ વર્ષ 2014માં 21 વર્ષની ઉંમરમાં હ્યૂમન્સ ઓફ બોમ્બેની શરૂઆત કરી હતી. તેણે તેના પેજ દ્વારા મુંબઈ અને મુંબઈકરોની જિંદગી સાથે જોડાયેલી સ્ટોરી લખવાનું શરૂ કર્યું હતું. કરિશ્માએ બોમ્બેમાં અભ્યાસ કર્યા પછી આઈટી સિટીમાં વધુ અભ્યાસ કર્યો અને એના પછી વિદેશમાંથી ડિગ્રી મેળવી હતી.
2019માં પીએમ મોદીનો ઈન્ટરવ્યૂ કર્યો લોકપ્રિયતા મળી
વર્ષ 2019માં કરિશ્માએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ઈન્ટરવ્યૂ કર્યું, જેનાથી તે સોશિયલ મીડિયા પર ઘણી લોકપ્રિય થઈ ગઈ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથએ 22 મિનિટના ઈન્ટરવ્યૂએ તેની જિંદગી જ જાણે પલટી નાખી હતી. કરિશ્મા પર પીપલ ઓફ ઈન્ડિયા (પીઓઆઈ) સામે તેની સામગ્રીના કોપીરાઈટ ઉલ્લંઘન માટે કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેના કારણે કરિશ્મા વિવાદમાં આવી હતી.
ત્રીજી ફેબ્રુઆરીના ગૂગલ સર્ચમાં ટોપ પર આવી ગઈ હતી
પીએમ મોદીનો ઈન્ટરવ્યૂ કહો કે પછી અન્ય વિવાદોના કારણસર પણ નિયમિત રીતે કરિશ્મા મહેતા લાઈમલાઈટમાં રહી છે. તાજેતરમાં
સોશિયલ મીડિયા પરના અગ્રણી પ્લેટફોર્મ ગૂગલ પર તો લોકો તેને શોધે છે, જ્યારે હ્યૂમન્સ ઓફ બોમ્બે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સૌથી વધારે લોકપ્રિય પેજોમાંથી એક છે. ત્રીજી ફેબ્રુઆરીના અચાનક કરિશ્મા મહેતાનું નામ ગૂગલ સર્ચમાં ટોપ પર આવી ગયું હતું અને લાખો લોકો તેના વિશે જાણકારી સર્ચ કરવાને કારણે લાઈમલાઈટમાં આવી ગઈ હતી.
ઉચ્ચ અભ્યાસ બ્રિટનમાં કર્યો છે કરિશ્મા મહેતા
વ્યક્તિગત વાત કરીએ કરિશ્માએ બોમ્બે સ્ક્વોટિશ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો, ત્યાર બાદ બેંગલુરુની બોર્ડિંગ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો અને ઉચ્ચ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગઈ હતી, જ્યાંથી તેને ઈકોનોમિકસ અને બિઝનેસમાં ડિગ્રી મેળવી હતી. કરિશ્માની કૂલ સંપત્તિ 26.14 કરોડ રુપિયાથી વધુની છે.