February 19, 2026
ટોપ ન્યુઝમનોરંજન

દિપીકા પદુકોણ અને રણવીર સિંહના ઘરે આવી નાનકડી રાજકુમારી…

Spread the love

મુંબઈ: લાંબા સમયથી ફેન્સ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા આખરે એ ઘડી આવી ગઈ છે કારણ કે બોલીવુડના મોસ્ટ પોપ્યુલર કપલ દીપિકા પદુકોણ અને રણવીર સિંહનું ઘર નાનકડા મહેમાનની કિલકારીઓથી ગુંજી ઉઠ્યું છે. આજે મુંબઈની એચ એન રિલાયન્સ હોસ્પિટલમાં દીપિકાએ બેબી ગર્લને જનમ આપ્યો છે.

દીપિકા પદુકોણ અને રણવીર સિંહ બંનેનો પરિવાર પરિવારમાં આવેલી આ લિટલ એન્જલના આગમનથી ખૂબ જ ખુશ છે. ફેન્સ પણ આ ગુડ ન્યુઝ સાંભળીને ખુશીથી ઝૂમી ઉઠ્યા છે.

લગ્નના 6 વર્ષ બાદ આ કપલે આજે પોતાના પહેલાં બાળકને જન્મ આપ્યો છે. જોકે, દીપિકા પાદુકોણ અને રણવીરે હજી સુધી સોશિયલ મીડિયા પર કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ બંને જણ એક રાજકુમારીના પ્રાઉડ પેરેન્ટ્સ બની ગયા હોવાના સમાચાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તુફાન વાઈરલ થઈ રહ્યા છે અને ફેન્સ તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અઠવાડિયાની શરૂઆતમાં જ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું હતું અને એના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આ સાથે સાથે જ શનિવારે સાંજે હોસ્પિટલમાં દાખલ થતાં પહેલાં પણ દીપિકા અને રણવીર બંને જણ મુંબઈમાં આવેલા સિદ્ધિવિનાયક મંદિર દર્શન કરીને બાપ્પાના આશીર્વાદ લીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!