September 13, 2026
એસ્ટ્રોલોજી

સૂર્ય અને મંગળના ગોચરથી ચમકશે આ 4 રાશિનું ભાગ્ય, જાણો આ અઠવાડિયાનું રાશિફળ

Spread the love

જ્યોતિષીય દ્રષ્ટિએ સપ્ટેમ્બરનો આ સાપ્તાહિક સમય ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યો છે. આ અઠવાડિયામાં ગ્રહોના રાજા સૂર્ય ૧૭ તારીખે રાશિ બદલશે, જ્યારે મંગળનું ગોચર ૧૮ સપ્ટેમ્બરે નીચ રાશિ કર્કમાં થશે. આ સ્થિતિમાં કેટલાક લોકો માટે આ અઠવાડિયું સુખદ રહેશે તો કેટલાક લોકોના જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે. આવો જાણીએ, મેષથી લઈને મીન સુધીની તમામ ૧૨ રાશિઓ માટે આ સાપ્તાહિક રાશિફળ કેવું રહેશે.

મેષઃ આ અઠવાડિયામાં તમારી રાશિના સ્વામી પોતાની નીચ રાશિ કર્કમાં ગોચર કરશે. જેના કારણે તબિયત બગડી શકે છે, તેથી તમારું ધ્યાન રાખો. ખાસ કરીને આરોગ્યની સંભાળ રાખવી જરુરી રહેશે. પારિવારિક અને સામાજિક સ્તરે તમારે વાણી પર પણ સંયમ રાખવો પડશે. નવા વિચારો અને સાહસિક નિર્ણયના મોટા નિર્ણય પર ધ્યાન રાખવું. વ્યવસાય-બિઝનેસમાં નવી તક મળવાની સંભાવના.

વૃષભઃ તમારા માટે આ અઠવાડિયું ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. અટકેલા કામો આ અઠવાડિયામાં પૂરા થઈ શકે છે. નસીબના સાથથી ધનલાભ પણ થઈ શકે છે. વેપાર-ધંધા ક્ષેત્રમાં આગળ વધવાના માર્ગ મોકળા બની શકે છે. આ સપ્તાહમાં તમારી પ્રતિભા અને ક્ષમતાને આત્મવિશ્વાસમાં વધારો થશે. નવા પ્રોજેક્ટમાં પણ તમારી સ્થિતિ મજબૂત કરવાના યોગ રહેશે.

મિથુનઃ તમારી મહેનત આ અઠવાડિયે રંગ લાવી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારા કામની પ્રશંસા થશે. આ અઠવાડિયે કરવામાં આવેલી મુસાફરી સુખદ સાબિત થઈ શકે છે. મિથુન રાશિના જાતકો માટે આ સપ્તાહ પરિવર્તનના સંકેત આપે છે. તમારી વાતો પ્રભાવશાળી હોવાથી ફાયદો થઈ શકે છે. નવી તકોને લઈ પોતાના વિચારો મૂકો અને સમજી-વિચારીને જોખમ લેવાથી ગભરાશો નહીં.

કર્કઃ મંગળનું ગોચર તમારી રાશિમાં થશે, તેથી કેટલાક લોકોને માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે. જો કે, સૂર્યના ગોચરને કારણે આર્થિક લાભ થવાના યોગ પણ બનશે. કર્ક રાશિના જાતકોએ વિચારીને વેપાર-ધંધાના નિર્ણયો લેવા. પોતાના અનુભવના જોરે આગળ વધશો તો ફાયદો થશે.

સિંહઃ સૂર્યનું ગોચર તમારા માટે અત્યંત શુભ રહેશે કારણ કે સૂર્ય તમારી રાશિના સ્વામી છે અને તમારા ધન ભાવમાં ગોચર કરશે. નસીબ તમારો સાથ આપશે, જેના કારણે સમાજમાં માન-સન્માન વધશે અને સાથે જ આર્થિક પ્રગતિ પણ થઈ શકે છે. વેપાર-ધંધાને પક્ષે નવી તકોને અવગણના કરશો નહીં.

કન્યાઃ સૂર્યનું ગોચર તમારી રાશિમાં થશે, તેથી તમને કારકિર્દીના ક્ષેત્રમાં સારા પરિણામો મળી શકે છે. કેટલાક લોકોને સારા સમાચાર મળવાના યોગ પણ છે. આ સપ્તાહ કન્યા રાશિના જાતકો માટે પોતાની સ્કિલ બતાવવાનો વખત છે. વેપાર સંબંધિત નવી તક મળી શકે છે, જે તમને આગળ વધવામાં ફાયદો કરાવશે.

તુલાઃ વેપારીઓ માટે આ અઠવાડિયું ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે, ખાસ કરીને એવા વેપારીઓ માટે જે વિદેશ સાથે જોડાયેલો ધંધો કરે છે. જો કે, વૈવાહિક જીવનમાં તમને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે. તુલા રાશિના જાતકોને ટીમવર્કનો ફાયદો મળી શકે છે. વેપારી સહયોગને મજબૂત કરવામાં ધ્યાન આપો. કાર્યસ્થળે સહકર્મચારી અને ભાગીદારો સાથે સારો વ્યવહાર-વર્તન કરો, જે તમારી પ્રગતિમાં ફાયદો કરાવશે.

વૃશ્ચિકઃ તમારી મહેનતને નસીબનો સાથ મળશે, જેનાથી તમે સિદ્ધિઓ મેળવી શકશો. જે લોકો વિદેશ જવાનું સ્વપ્ન સેવી રહ્યા હતા તેમને સારા સમાચાર મળી શકે છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે નેટવર્કિંગનો બિઝનેસ ફાયદો લાવી શકે છે. નવા લોકોના સંપર્કમાં આવવાથી વેપારનો માર્ગ મોકળો બની શકે છે.

ધનઃ સૂર્યનું ગોચર તમારા માટે રાજયોગ જેવા પરિણામો લઈને આવી શકે છે. કારકિર્દીમાં મોટી સફળતા અને અચાનક ધનલાભ થવાના યોગ છે. નસીબનો પૂરો સાથ તમને મળશે. આ સપ્તાહમાં બિઝનેસમેન-વેપારીઓ માટે શ્રેષ્ઠ સમય છે. વેપાર-ધંધામાં આવનારી તકોને સ્વીકારો, પણ મોટો નિર્ણય લેવામાં ઉતાવળ કરશો નહીં. સમજી-વિચારીને જોખમ ઊઠાવશો તો ફાયદો થશે.

મકરઃ ભાગીદારીના વેપારમાં આ રાશિના જાતકોએ સાવચેતી રાખવી જોઈએ. જીવનસાથી સાથે નાની-મોટી તકરાર કરવાનું ટાળો, નહીંતર સંબંધો બગડી શકે છે. મકર રાશિના જાતકોને મહેનતનું ફળ મળી શકે છે. આ અઠવાડિયા દરમિયાન તમારી યોજનાઓ પર ખાસ ધ્યાન રાખજો, તેનું સારું પરિણામ પણ મળશે.

કુંભઃ તમે આ અઠવાડિયામાં તમારા વિરોધીઓ પર વિજય મેળવી શકો છો. સ્વાસ્થ્યમાં સારા ફેરફારો જોવા મળી શકે છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળવાના યોગ છે. બિઝનેસ-વેપાર રોજગારવાળા માટે લાભદાયક સાબિત થઈ શકે છે. તમારા દૃષ્ટિકોણથી બિઝનેસ-વેપાર પર ધ્યાન આપજો, જે તમને લાભ અપાવી શકે છે.

મીન: તમને સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળી શકે છે. આ અઠવાડિયા દરમિયાન તમારી નાણાકીય સ્થિતિ સામાન્ય રહેશે. આ રાશિના જાતકો માતા-પિતા સાથે કોઈ ધાર્મિક સ્થળે ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. તમારી ક્રિયેટિવિટી આ અઠવાડિયા દરમિયાન કામ આવશે. નવા વિચારોથી તમારી વેપાર-ધંધાની સમસ્યાનું પણ નિરાકરણ આવશે. ભાગીદારી અને સહકાર સંબંધી પ્રોજેક્ટ તમને સારું પરિણામ આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!