અમેરિકના રાષ્ટ્રપતિ કરતાં સાત ગણો વધુ પગાર છે આ દેશના PMનો, જાણો ભારતના પીએમનો કયો નંબર છે?
વૈશ્વિક રાજકારણ અને દેશના વડાઓના પગારની જ્યારે પણ ચર્ચા થાય છે ત્યારે સામાન્ય રીતે અમેરિકા કે યુરોપિયન દેશોના નેતાઓના નામ મોખરે માનવામાં આવતા હોય છે. જોકે, વૈશ્વિક સ્તરે સૌથી વધુ સત્તાવાર વાર્ષિક પગાર મેળવવામાં સિંગાપોરના વડાપ્રધાન સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમે છે, જેઓ અમેરિકી રાષ્ટ્રપતિ કરતાં પણ આશરે ૭ ગણું વધુ વેતન મેળવે છે.
સિંગાપોરના વડા પ્રધાન લોરેન્સ વોંગના વાર્ષિક વેતનમાં 64 ટકાના વધારાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. નવા પગાર માળખા હેઠળ 15મી ઓક્ટોબર 2026થી તેમનો વાર્ષિક પગાર 2.2 મિલિયન સિંગાપોર ડોલરથી વધીને 3.6 મિલિયન સિંગાપોર ડોલર (આશરે 2.85 મિલિયન અમેરિકન ડોલર એટલે કે ભારતીય ચલણમાં આશરે 26.9કરોડ રૂપિયાથી વધુ) થઈ જશે.
વાત કરીએ દુનિયાના સિંગાપોર સરકાર પ્રતિભાશાળી વહીવટકર્તાઓને આકર્ષવા અને પારદર્શિતા જાળવવા માટે ઉચ્ચ વેતન નીતિ ધરાવે છે. લોરેન્સ વોંગ આ યાદીમાં વિશ્વમાં સૌથી ટોચ પર છે. ઉલ્લેખનીય છે કે તેમણે પોતાના પગાર વધારાની રકમ આગામી પાંચ વર્ષ સુધી સામાજિક કાર્યો અને ચેરિટીમાં દાન કરવાનો નિર્ણય લીધો છે.
હોંગકોંગના વહીવટી વડા જોન લી વિશ્વના બીજા ક્રમના સૌથી વધુ વેતન મેળવતા રાજકીય અગ્રણી છે. તેમનો વાર્ષિક પગાર પણ અમેરિકી રાષ્ટ્રપતિ કરતાં ઘણો વધારે છે. જ્યારે ધરતીનું સ્વર્ગ ગણાતા સ્વિટ્ઝર્લેન્ડમાં ફેડરલ કાઉન્સિલના સાત સભ્યોમાંથી દર વર્ષે રોટેશન પદ્ધતિથી એક સભ્ય રાષ્ટ્રપતિ તરીકે સેવા આપે છે. આ બંધારણીય પદ માટે વાર્ષિક આશરે 6.06 લાખ ડોલરનું વેતન નક્કી કરવામાં આવ્યું છે.
વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકાના રાષ્ટ્રપતિનું સત્તાવાર વાર્ષિક વેતન ચાર લાખ ડોલર એટલે કે આશરે રૂપિયા 3.3 કરોડ જેટલું છે. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પને પગાર ઉપરાંત તેમની પાસે રિયલ એસ્ટેટ અને વિવિધ બિઝનેસમાં અબજો ડોલરની અંગત સંપત્તિનો સમાવેશ પણ થાય છે.
ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન પણ વિશ્વના ટોચના પગારદાર શાસકોમાં સામેલ છે. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર એસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થની અલ્બનીઝને આશરે વાર્ષિક રૂપિયા 3.25 કરોડ એટલે કે અંદાજિત 3.9 લાખથી અને ચાર લાખ ડોલર જેટલું વેતન ચૂકવવામાં આવે છે.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું વેતન
વિશ્વના વિકસિત દેશોની સરખામણીએ ભારતના વડા પ્રધાનનું પગાર માળખું અત્યંત સાદગીપૂર્ણ છે. ભારતના વડાપ્રધાનને દર મહિને આશરે રૂપિયા 1.66 લાખ એટલે કે મૂળ પગાર અને તમામ સરકારી ભથ્થાં સહિત મળે છે, જે વાર્ષિક ધોરણે અંદાજે રૂપિયા 20 લાખ જેટલું થાય છે.
