September 8, 2026
મની મેનેજમેન્ટ

LIC Best Scheme: 50 લાખના વીમામાં ફક્ત રોજના 24 રુપિયા, જાણો કેમ બની છે સુપરહીટ

Spread the love

દેશની સૌથી વીમા કંપની પોતાના ગ્રાહકોને લઈ અવારનવાર વિવિધ પ્લાન ઓફર કરે છે, જેમાં રેગ્યુલર ઈન્કમ, પેન્શન બેનિફિટથી લઈને ટર્મ પ્લાનનો સમાવેશ થાય છે. એલઆઈસી (લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન)એ વીમા ક્ષેત્રની સૌથી મોટી કંપની છે, જે નાની નાની બચત માટે પણ જાણીતી છે, જેમાં તાજેતરમાં યુવા ટર્મ પ્લાનમાં રોજ નાની બચત મારફત જમ્બો લાઈફ કવર પણ મળે છે, જ્યારે એ માસિક, ત્રિમાસિક અને છમાસિક અને વાર્ષિક પણ કરી શકાય છે. હવે એલઆઈસી યુવા ટર્મ પ્લાન લઈ આવ્યું છે, જેના અનેક ફાયદા છે, જેમાં રોજના 24 રુપિયાની બચત મારફત પોલિસીમાં પચાસ લાખ રુપિયાનું વીમા કવર લઈ શકે છે.

પોલિસી લેવાની વયમર્યાદા
એલઆઈસી યુવા ટર્મ પ્લાન લેવા માટે લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન મારફત વયમર્યાદા નક્કી કરવામાં આવી છે, જેમાં 18 વર્ષથી 45 છે. એટલે એજ ગ્રુપની વ્યક્તિ યુવા ટર્મ-ડિજિ ટર્મ પ્લાન લઈને એનો બેનિફિટ લઈ શકે છે. મેચ્યોરિટીની વાત કરીએ તો 33થી 75 વર્ષ નિશ્ચિત છે, જ્યારે પોલિસીની ટર્મ પણ દસ વર્ષથી લઈને 40 વર્ષ સુધીની છે.

પાંચ કરોડ રુપિયાનું કવર મળે
એલઆઈસીની આ ટર્મ પ્લાન અન્વયે પચાસ લાખ રુપિયાથી લઈને પાંચ કરોડ રુપિયાના ઈન્શ્યોરન્સનું કવર મળી શકે છે. એના માટે પ્રીમિયમ કેટેગરીને ત્રણ સેક્શનમાં વહેંચવામાં આવી છે. જો રેગ્યુલર પ્રીમિયમ પસંદ કરો અથવા 20 વર્ષનો પ્લાન લો તો પૂરા 20 વર્ષ સુધી પ્રીમિયમ આપવાનું રહેશે. જ્યારે જો સિંગલ પ્રીમિયમમાં એક જ ઈન્સ્ટોલમેન્ટમાં પ્રીમિયમ પે કરી સકો. એના સિવાય વીમા કંપની 10-15 વર્ષના લિમિટેડ પ્રીમિયમ પેમેન્ટ પણ ઓફર કરી શકો છો એટલે ભલે પ્લાન ભલે 20 વર્ષનો હોય, પરંતુ પોતાના દ્વારા પસંદ કરેલ 10-15 વર્ષનું પ્રીમિયમ ચૂકવવાનું રહે છે.

16 રુપિયામાં પણ 50 લાખનું કવર
હવે એ વાત જણાવીએ કે રોજના ફક્ત 24 રુપિયા બચાવો છો તમે આ એલઆઈસી યુવા ટર્મ પ્લાન અન્વયે પચાસ લાખ રુપિયાનું વીમા કવર કરી શકો છો. હવે માનો કે 30 વર્ષની ઉંમરમાં કોઈ વ્યક્તિ પચાસ લાખ રુપિયાનું સમ એશ્યોર્ડ લે છે તો એના માટે પોલિસીની મુદત 20 વર્ષ અને પ્રીમિયમ પેમેન્ટ ટર્મ 10 વર્ષ હોય છે અને એલઆઈસી કેલક્યુલટર અનુસાર વર્ષનું પ્રીમિયમ 8,750 રુપિયા આવશે અને દિવસના 24 રુપિયા હશે.

કઈ રીતે મેચ્યોરિટી બેનિફિટ મળશે
એલઆઈસી યુવા ટર્મ પ્લાનના મેચ્યોરિટી બેનિફિટ્સને જોવામાં આવે તો જેટલા વર્ષનો પ્લાન કરવામાં આવે અને એ ટાઈમ લાઈનમાં પોલિસી હોલ્ડરનું મૃત્યુ થાય તો એના નોમિનીને પ્રીમિયમ સિલિકેશનની રીતે લાભ મળે છે. રેગ્યુલર લિમિટેડ પ્રીમિયમ પસંદ કર્યું હોય તો પોલિસીની અવધિમાં પોલિસીધારકનું જો મૃત્યુ થયા તો વર્ષના પ્રીમિયમમાં સાત ગણા અથવા કૂલ પ્રીમિયમના 105 ટકામાંથી અપાય છે.

એલઆઈસી યુવા ટર્મ પ્લાનમાં એક ખાસ સુવિધા આપવામાં આવે છે, જેમાં પોલિસીધારકના મૃત્યુ થાય પછી નોમિનીને ડેથ બેનિફિટ લાભ પણ ટૂકુડે ટુકડે મળે છે. ડેથ બેનિફિટ પાંચ, દસ અને પંદર વર્ષ માટે ઈન્સ્ટોલમેન્ટમાં લઈ શકાય છે. તમે એલઆઈસી દ્વારા સંચાલિત પ્લાનને ઘરેબેઠા એલઆઈસીની સત્તાવાર વેબસાઈટ પરથી પણ માહિતી લઈ શકો અથવા એજન્ટનો પણ સંપર્ક કરી શકો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!