September 1, 2026
ટોપ ન્યુઝ

ખાંડના ભાવ વધતાં Blinkit, Zepto અને Swiggyનો મોટો નિર્ણય! ઓનલાઈન સાકર ખરીદવા પર લગાવી લિમિટ

Spread the love

સામાન્ય ગ્રાહકોને નિયમિતપણે ખાંડ મળતી રહે તે હેતુથી એપ્સ દ્વારા આ નિયંત્રણ મૂકવામાં આવ્યાં

તહેવારોની મોસમ શરૂ થતાં જ દેશભરમાં ખાંડના વધતા ભાવ અને સંભવિત સંગ્રહખોરીને ધ્યાનમાં રાખીને ક્વિક કોમર્સ પ્લેટફોર્મ્સે મોટું પગલું ભર્યું છે. સરકાર દ્વારા સંગ્રહખોરી સામે કડક વલણ અપનાવ્યા બાદ હવે ઓનલાઈન લોકપ્રિય ડિલિવરી એપ્સ દ્વારા ગ્રાહકો માટે ખાંડની ખરીદી પર મર્યાદા નક્કી કરવામાં આવી છે. તહેવારોના સમયે લોકો એકસાથે વધુ સ્ટોક ન કરી લે અને તમામ સામાન્ય ગ્રાહકોને નિયમિતપણે ખાંડ મળતી રહે તે હેતુથી એપ્સ દ્વારા આ નિયંત્રણ મૂકવામાં આવ્યું છે.

બજારમાં ખાંડના ભાવ અને સરકારની સ્પષ્ટતા
હાલમાં છૂટક બજારો અને સામાન્ય કરિયાણાની દુકાનો પર ખાંડ રૂપિયા 55થી 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે દેશમાં ખાંડનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ગ્રાહકોએ ગભરાવાની કે પેનિક બાઈંગ કરવાની જરૂર નથી. આગામી દિવસોમાં ભાવ નિયંત્રણમાં આવી જશે

કઈ એપ પર કેટલા કિલો ખાંડ ખરીદી શકાશે?
. Swiggy Instamart: મોટાભાગના વિસ્તારોમાં ચોક્કસ બ્રાન્ડની ખાંડના માત્ર બે પેકેટ (બે કિલો) સુધીનો જ ઓર્ડર સ્વીકારવામાં આવી રહ્યો છે.
. Blinkit: કેટલાક પેક પર વધુમાં વધુ બેથી ત્રણ કિલોની લિમિટ નક્કી કરવામાં આવી છે.
. Zepto: અમુક બ્રાન્ડ્સ પર યુઝર દીઠ વધુમાં વધુ બે કિલો ખરીદવાની છૂટ આપવામાં આવી રહી છે.
. BigBasket: દિલ્હી-એનસીઆર સહિત કેટલાક વિસ્તારોમાં છ પેકેટ સુધી ખરીદી થઈ રહી છે. આ લિમિટ પ્લેટફોર્મ, વિસ્તાર, બ્રાન્ડ અને લોકલ વેરહાઉસ સ્ટોકના આધારે બદલાઈ રહી છે.

સપ્ટેમ્બરમાં બીજું શું મોંઘું થયું
સાકરના ભાવમાં વધારા પૂર્વે દેશમાં જીવનજરુરી ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થયો છે, પરંતુ હજુ દેશના જાયન્ટ સ્ટોર્સમાં જનતાને આંશિક સસ્તા ભાવે વસ્તુઓ મળી રહી છે, પરંતુ વધતી મોંઘવારીએ આમ આદમીના ખિસ્સા ખાલી કરી રહ્યા છે એ વાત નકારી શકાય નહીં. દૂધ, શાકભાજી, કઠોળ સહિત ગેસ-સીએનજીના ભાવમાં વધારાને કારણે જાહેર પરિવહનમાં વધારો થયો છે, પણ સરકારનું પેટનું પાણી હાલતું નથી એ નવાઈની વાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!