Modi Cabinet Expansion: કોને મળશે પ્રમોશન અને ક્યારે બદલાશે મંત્રીમંડળ?
મોન્સૂન સત્ર પહેલા પીએમ મોદી મંત્રીમંડળમાં કરી શકે છે મોટા ફેરબદલ, યુપી-ગુજરાત સહિત 7 રાજ્યો પર રહેશે ખાસ નજર
મોદી 3.0 એટલે નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળનું પ્રથમ કેબિનેટ વિસ્તરણ ક્યારે થશે, જેમાં અગાઉ અનેક અટકળો વહેતી થઈ છે, પરંતુ જૂન મહિનો પૂરો થવા આવ્યો પણ હજુ સુધી કોકડું ઉકેલાયું નથી. કોને પ્રમોશન મળશે અને ડિમોશન કોને મળશે એની ચર્ચાએ જોર પકડ્યું છે, પરંતુ બધુ જેમ નક્કી કરવામાં આવ્યું છે એ પ્રમાણ થશે એવું પણ કહેવાય છે.
મોદી કેબિનેટમાં અનેકની છુટ્ટી થવાની છે, જેમાં અનેક લોકો પાસે વધારે વિભાગ છે, જ્યારે અમુકની પાસે મર્યાદિત વિભાગ છે. આમ છતાં મહિલાઓને પ્રાથમિકતા મળે અને પછાતવર્ગના લોકોને પણ પ્રમોશન મળી શકે છે, જ્યારે નવા ચહેરાને પણ એન્ટ્રી મળી શકે છે.
મોદી છ દિવસ વિદેશ પ્રવાસથી 11 જુલાઈના પરત ફરશે
મોદી મંત્રીમંડળના વિસ્તરણની તારીખ લઈને અનેક અટકળો કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર પણ અનેક તર્ક-વિતર્ક કરવામાં આવી રહ્યા છે. આજે અને પહેલી જુલાઈના રાષ્ટ્રપતિ આંધ્ર પ્રદેશની મુલાકાતે છે, જ્યારે પહેલી જુલાઈથી ત્રણ જુલાઈ સુધી જાપાનના પીએમ ભારતની મુલાકાતે છે. ચોથી જુલાઈના વડા પ્રધાન મોદી રાજસ્થાનની મુલાકાતે અને પાંચમી જુલાઈ ખાલી છે. છઠ્ઠી જુલાઈથી ઈન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના છ દિવસની વિઝિટ માટે મોદી જશે અને 11 જુલાઈ સુધી વિદેશમાં રહેશે. એટલે પાંચમી જુલાઈ અથવા અગિયારમી જુલાઈ પછી પીએમ મોદી ભારત પરત ફર્યા પછી મંત્રીમંડળ વિસ્તરણ થઈ શકે છે.
ચોમાસુ સત્ર પહેલા મંત્રીમંડળનું થઈ શકે વિસ્તરણ
સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરુ થઈ શકે છે. મંત્રીમંડળનું વિસ્તરણ 11 જુલાઈથી 20 જુલાઈની વચ્ચે વિસ્તાર થઈ શકે છે અને એ શક્ય પણ છે. કારણ કે 2021ના સાત જુલાઈના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું, જ્યારે 14 જુલાઈથી મોન્સૂન સત્ર શરુ થવાનું હતું, ત્યારે રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર જેવા દિગ્ગજ નેતાઓને હટાવવામાં આવ્યા હતા. ભૂતકાળની માફક વર્તમાનમાં પણ પરિવર્તન થઈ શકે છે.
પંજાબ-યુપીની ચૂંટણીને લઈ બંને રાજ્યોને મહત્વ મળે
મોદી મંત્રમંડળમાં કેટલા મંત્રીનો સમાવેશ થઈ શકે છે કેટલા મંત્રીને હટાવવામાં આવશે અને કેટલા મંત્રીઓની પોસ્ટ ખાલી છે. પંકજ ચૌધરી રાજ્ય મંત્રી છે, જે હવે યુપી ભાજપના અધ્યક્ષ બન્યા છે, જેથી એક વ્યક્તિ એક હોદ્દાને કારણે મંત્રીપદની ખુરશી ખાલી થઈ શકે છે, જેથી 2027 વિધાનસભાની ચૂંટણી પર નજર રાખી શકાય. ઉપરાંત, રવનીત સિંહ બિટ્ટુ રેલ રાજ્યમંત્રી છે. 21 જૂનના કાર્યકાળ પૂરો થયો છે. રાજ્યસભાની નવી સીટની ચૂંટણીમાં જગ્યા મળી નથી, તેથી તેમને પંજાબ મોકલી શકાય છે. પંજાબની ચૂંટણીમાં પૂર્વ સીએમ બેઅત સિંહના પપૌત્ર રવનીત સિંહ બિટ્ટુ પૂરું ધ્યાન લગાવે, જેથી મંત્રીપદની ખુરશી ખાલી રહે.
આ સાત રાજ્યના લોકોનું ખાસ ધ્યાન રાખવામાં આવશે
પીએમ મોદીની ટીમમાં શું જોવા મળી શકે છે એનું એક સેમ્પલ સમજી લો. જ્યાં 47 ટકા સીટ પછાત વર્ગના લોકોને મળી છે, જ્યારે 13 ટકા પદ પર એસસી-એસટીને આપી છે. 20 હોદ્દા પર મહિલાને મલી છે. એવું પણ કહેવાય છે રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની ટીમમાં મહિલાઓ અને યુવાનોને તક મળી શકે છે. ચૂંટણીનું વર્ષ હોવાથી આગામી વર્ષે સાત રાજ્યમાં ચૂંટણી છે, જેમાં યુપી, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા, મણિપુર, હિમાચલ પ્રદેશ અને ગુજરાત, તેથી આ બધા રાજ્યોનું પણ ધ્યાન રાખવામાં આવશે.
