ઓનલાઈન પોર્ટલ પર મળતા નકલી ડિસ્કાઉન્ટથી કેવી રીતે બચવું? આ ૩ સીક્રેટ ટૂલ્સ મિનિટોમાં ખોલી દેશે તમામ પોલ!
આજના ઓનલાઈન શોપિંગના સમયમાં વિવિધ અન્ય ઈ-કોમર્સ વેબસાઈટ્સ પર આખું વર્ષ સેલ ચાલે હોય છે. આ સેલમાં 50, 70 અને 90 ટકા સુધીનું ભારે ડિસ્કાઉન્ટ જોઈને મોટાભાગના લોકો તુરંત જ વસ્તુઓ ખરીદી લે છે. પરંતુ શું દરેક ડિસ્કાઉન્ટ ખરેખર એટલું મોટું હોય છે જેટલું બતાવવામાં આવે છે? ઘણીવાર એવું બને છે કે સેલ શરૂ થતાં પહેલાં પ્રોડક્ટની કિંમત વધારી દેવામાં આવે છે અને પછી તેના પર ‘ભારે ડિસ્કાઉન્ટ’નું ટેગ લગાવી દેવામાં આવે છે. આ માર્કેટિંગ ટ્રીકથી બચવા અને સાચું ડિસ્કાઉન્ટ જાણવા માટે કેટલાક ઓનલાઈન ટૂલ્સ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.
પ્રોડક્ટની સાચી કિંમત અને ‘પ્રાઈસ હિસ્ટ્રી’ બતાવતા ખાસ ટૂલ્સ
Keepa: Amazon પર શોપિંગ કરનારાઓ માટે આ સૌથી લોકપ્રિય ટૂલ છે. તે કોઈ પણ પ્રોડક્ટની છેલ્લા કેટલાક મહિનાઓ કે વર્ષોની કિંમતનો ગ્રાફ બતાવે છે. પ્રોડક્ટની સૌથી ઓછી કિંમત ક્યારે હતી તે જાણી શકાય છે. સેલમાં કિંમત ખરેખર ઘટી છે કે નહીં તે સ્પષ્ટ થઈ જાય છે. ખરીદી કરવાનો સાચો સમય કયો છે તેનો ખ્યાલ આવે છે.
BuyHatke:
આ ટૂલ ઓનલાઈન જેવી વેબસાઈટ્સની પ્રાઈસ હિસ્ટ્રી જોવા માટે ઉપયોગી છે. તેનું બ્રાઉઝર એક્સ્ટેન્શન ઈન્સ્ટોલ કરવાથી પ્રોડક્ટ પેજ પર જ જૂના ભાવ દેખાવા લાગે છે. અલગ-અલગ વેબસાઈટ્સની કિંમતોની તુલના કરી આપે છે. જો પ્રોડક્ટ અન્ય કોઈ વેબસાઈટ પર સસ્તી મળતી હોય તો તુરંત જાણ કરે છે. ‘Price Drop’ થવા પર એલર્ટ મોકલે છે.
Google Shopping:
કિંમતોની સરખામણી કરવા માટે ગૂગલ શોપિંગ એક ઉત્તમ વિકલ્પ છે. અહીં પ્રોડક્ટ સર્ચ કરવાથી વિવિધ ઓનલાઈન સ્ટોર્સ પર તે કઈ કિંમતે ઉપલબ્ધ છે તેની વિગતો એકસાથે જોઈ શકાય.
ઓનલાઈન શોપિંગ કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો:
. માત્ર ડિસ્કાઉન્ટ જોઈને જ ખરીદી ન કરવી, પરંતુ નીચે આપેલી બાબતો પણ ચકાસવી જરૂરી છે-
. રેટિંગ અને રિવ્યૂ: પ્રોડક્ટ ખરીદતા પહેલાં અન્ય ગ્રાહકોના રિવ્યૂ અને રેટિંગ્સ ચોક્કસ વાંચો.
. સેલરની વિગતો: પ્રોડક્ટ વેચનાર સેલર કેટલો ભરોસાપાત્ર છે તે ચકાસો.
. રિટર્ન અને રિપ્લેસમેન્ટ પોલિસી: સામાન ખરાબ નીકળે તો પરત કરવાની પોલિસી સરળ છે કે નહીં તે જુઓ.
. ડિલિવરી અને હિડન ચાર્જિસ: ઘણીવાર પ્રોડક્ટ સસ્તી દેખાય છે પણ હિડન ડિલિવરી ચાર્જિસ ઉમેરાતા તે મોંઘી થઈ જાય છે.
. બેંક ઓફર્સ: બેંક કૂપન કે ઓફર્સની શરતો સરખી રીતે સમજી લેવી.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે ચોક્કસથી શેર કરજો. આવા જ બીજા મહત્ત્વના સમાચાર વાંચવા માટે અમારી સાથે જોડાયેલા રહો.
