લાખના 12 હજારઃ શેરબજારના લાખોપતિ શેરની અધોગતિ, ઐતિહાસિક ઊંચી સપાટીથી થયું ધોવણ
જે સ્ટોકે રોકાણકારોને 93 લાખ ટકાથી વધુનું મલ્ટિબેગર રિટર્ન આપ્યું હતું, તે ઓલ-ટાઇમ હાઇથી અડધાથી પણ ઓછી કિંમતે પહોંચ્યો
શેરબજારમાં કોણ ક્યારે કિંગ અને કોણ રંક બની જાય એની ખબર હોતી નથી. કોઈ સ્ટોક ક્યારેક રોકાણકારોને પૈસાવાળા બનાવી દે છે, જ્યારે કોઈકને રાતોરાત રસ્તા પર પણ લાવી દે છે. હાલના તબક્કે સ્ટોકમાર્કેટમાં એક કરતા અનેક મોરચે મોટી વધઘટ થતી રહે છે, જેનાથી રોકાણકારો ચિંતામાં રહે છે. હાલમાં માર્કેટમાં વોલિટિલિટી રહે છે, જેમાં અમુક રોકાણકારોની મૂડી તો લાખના બાર હજાર થઈ ગયા છે, જેમાં એક પેન્ની સ્ટોકે ત્રણ રુપિયાથી લઈને ત્રણ લાખ રુપિયાનો આંકડો પાર કર્યા પછી રિટર્નમાં તૂટી રહ્યો છે, જે લગભગ 65 ટકા તૂટી ચૂક્યો છે.
એલ્સિડ ઈન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડ (Elcid Investment Ltd Share)ના સ્ટોકમાં એક જ ઝટકે રોકાણકારોને રાતોરાત પૈસાદાર બનાવી દીધા હતા. પેન્ની સ્ટોકની કેટેગરીમાંથી મલ્ટિબેગર સ્ટોક બની ગયો હતો. જૂન, 2024માં એલ્સિડ ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડ સ્ટોકનો ભાવ 3.53 ટ્રેડ કર્યો હતો, પરંતુ પાંચ મહિનામાં આઠ નવેમ્બર, 2024ના સ્ટોકનો ભાવ વધીને 3.30 લાખ રુપિયાની સપાટી પાર કરી હતી.
પાંચ મહિનામાં રોકાણકારોને મલ્ટિબેગર રિટર્ન 93,61,751 ટકા હતું. આ સ્ટોકે તો એમઆરએફ જેવા દિગ્ગજ મૂલ્યવાન સ્ટોક એમઆરએફને પણ પાછળ મૂકી દીધો હતો, જેમાં એલ્સિડ ઈન્વેસ્ટમેન્ટ માર્કેટમાં સૌથી મોંઘો સ્ટોક બન્યો હતો. લાઈફટાઈમ લેવલ પર પહોંચ્યા પછી કરોડપતિ પેન્ની સ્ટોકમાં મોટો કડાકો બોલાઈ ગયો હતો.
બીજી મહત્ત્વની વાત કરીએ તો 8 નવેમ્બર, 2024માં 2.30 લાખ રુપિયાએ શેરનો ભાવ રહ્યો હતો, જે બુધવાર 29 જુલાઈ 2026માં ઘટીને 1.09 લાખ રુપિયાના મથાળે પહોંચ્યો હતો, જેથી માર્કેટના રોકાણકારોમાં અફડાતફડીના માહોલનું નિર્માણ થયું હતું.
એક અંદાજ પ્રમાણે શેરના ભાવમાં 2.21 લાખ રુપિયાનો ઘટાડો થયો છે. કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન ઘટીને 2,220 કરોડની સપાટીએ રહ્યું છે. ઈન્વેસ્ટમેન્ટ કંપની નોન-બેન્કિંગ ફાઈનાન્શિયલ ફર્મ છે, જે મુખ્યત્વે શેર, ડિબેન્ચર અને મ્યુચ્યુઅલ ફંડ સહિત અન્ય કંપનીમાં રોકાણ કરે છે.
એલ્સિડ ઈન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડે 2024માં એમઆરએફને પછાડીને સૌથી મોંઘો સ્ટોક બની ગયો હતો. બુધવારે એમઆરએફ સ્ટોકનો ભાવ 1.34 લાખ રુપિયાના ભાવે ર્યો હતો, જ્યારે એમઆરએફની તુલનામાં એલ્સિડ ઈન્વેસ્ટમેન્ટનો શેર 25,040 રુપિયાના મથાળે ચાલે છે.
