July 27, 2026
ટેકનોલોજી

સ્માર્ટફોન ચાર્જિંગની આ સિક્રેટ ટ્રિક જાણી લો! એરપ્લેન મોડ પર ફોન રાખવાથી કેટલો સમય બચે છે?

Spread the love

આજના સમયમાં સ્માર્ટફોન આપણી દૈનિક જિંદગીનો અવિભાજ્ય હિસ્સો બની ગયો છે. પરંતુ ઘણીવાર ઉતાવળના સમયે કે ઓછો સમય હોય ત્યારે ફોન ઝડપથી ચાર્જ કરવો એક મોટો પડકાર બની જાય છે. આવી સ્થિતિમાં તમે પણ સોશિયલ મીડિયા પર કે મિત્રો પાસેથી એ સલાહ ચોક્કસ સાંભળી હશે કે જો ફોનને એરપ્લેન મોડ પર રાખીને ચાર્જ કરવામાં આવે, તો તે સ્પીડમાં ચાર્જ થાય છે. પરંતુ શું આ વાત ખરેખર સાચી છે? શું એરપ્લેન મોડ ચાર્જિંગ સ્પીડ વધારે છે? ચાલો જાણીએ આ ટેકનોલોજી પાછળનું સાચું કારણ…
શું એરપ્લેન મોડ પર ફોન ઝડપથી ચાર્જ થાય છે? તો આ સવાલનો જવાબ છે હા, આ વાત ટેકનિકલી રીતે જોવા જઈએ તો એકદમ સાચી છે. જ્યારે તમે તમારા સ્માર્ટફોનમાં એરપ્લેન મોડ ઓન (On) કરો છો, ત્યારે ચાર્જિંગ સ્પીડમાં થોડો વધારો થાય છે અને ફોન સામાન્ય સમય કરતાં થોડો ઝડપથી ચાર્જ થાય છે.

આની પાછળનું વૈજ્ઞાનિક કારણ શું છે?
જ્યારે તમારો ફોન નોર્મલ મોડમાં હોય છે, ત્યારે ચાર્જિંગ થતી વખતે પણ તે સતત બેકગ્રાઉન્ડમાં ઘણી બધી બેટરી વાપરી રહ્યો હોય છે. ફોન સતત નજીકના મોબાઈલ ટાવર સાથે કનેક્ટ રહેવા માટે સેલ્યુલર સિગ્નલ સર્ચ કરતો રહે છે. જો નેટવર્ક નબળું હોય તો આ સમયે બેટરી વધારે વપરાય છે. વાઈ-ફાઈ, બ્લૂટૂથ અને જીપીએસ સતત ચાલુ રહેવાથી પાવર કન્ઝમ્પ્શન વધે છે. વોટ્સએપ, ફેસબુક, ઈમેઈલ જેવી એપ્સ બેકગ્રાઉન્ડમાં ડેટા પ્રોસેસ કરે છે અને નોટિફિકેશન લાવે છે. જ્યારે તમે Airplane Mode ઓન કરો છો, ત્યારે ફોનના તમામ વાયરલેસ ટ્રાન્સમિટર (સિમ નેટવર્ક, Wi-Fi, બ્લૂટૂથ અને GPS) તરત જ બંધ થઈ જાય છે. પરિણામે, ચાર્જર દ્વારા મળતી તમામ ઈલેક્ટ્રિક ઉર્જા સીધી બેટરી સ્ટોર કરવામાં વપરાય છે, નહીં કે બેકગ્રાઉન્ડ પ્રોસેસમાં.

કેવડો ફેરફાર જોવા મળે છે?
નિષ્ણાતો અને વિવિધ ટેકનિકલ ટેસ્ટિંગ મુજબ, એરપ્લેન મોડ ઓન રાખવાથી ચાર્જિંગ સમયમાં આશરે ચાર ટકાથી 11 ટકા સુધીનો સમય બચી શકે છે. એટલે કે, જો તમારો ફોન સામાન્ય રીતે એક કલાકમાં ફૂલ ચાર્જ થતો હોય, તો એરપ્લેન મોડ પર તે ચારથી સાત મિનિટ વહેલો ચાર્જ થઈ જશે. આ કોઈ બહુ મોટો ચમત્કાર નથી, પરંતુ કટોકટી કે ઉતાવળના સમયે આ નાનો તફાવત પણ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.

ઝડપી ચાર્જિંગ માટે અન્ય ઉપયોગી ટિપ્સ-
ફોન ઝડપથી ચાર્જ થાય એ માટે હંમેશા કંપનીના ઓરિજિનલ એડેપ્ટર અને કેબલનો જ ઉપયોગ કરવો જરૂરી છે. આ ઉપરાંત ગેમિંગ કે વીડિયો જોવાથી ફોન ગરમ થાય છે અને ચાર્જિંગ સ્પીડ ઘટી જાય છે. સિવાય જો તમારે એરપ્લેન મોડ કરતાં પણ વધુ ઝડપી ચાર્જિંગ જોઈએ છે, તો ફોનને બંધ કરીને ચાર્જિંગમાં મૂકો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!