June 10, 2026
નેશનલહોમ

સ્પીડમાં સુપરહિટ, પણ કમાણીમાં કેમ હાંફી વંદે ભારત? જાણો કઈ ટ્રેન છે નંબર વન!

Spread the love


વંદે ભારત ટ્રેનની લોકપ્રિયતા આકાશ આંબી રહી છે, પરંતુ કમાણી મામલે રાજધાની એક્સપ્રેસ હજી પણ કિંગ છે; જાણો ચોંકાવનારા આંકડા.

ભારતમાં ટ્રેનની સુવિધા લોકો માટે પરિવહન માટે ખાસ તો લાઈફલાઈન છે, જે સૌથી વધુ ઝડપી પરિવહનનું માધ્યમ છે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની પોપ્યુલારિટીમાં મોખરે છે, જ્યારે સ્પીડમાં પણ વધારો કરવા માટે રેલવે આકાશ પાતાળ એક કરી રહ્યું છે પણ એક એવા સમાચાર મળ્યા છે કે ઈન્કમમાં હાંફી રહી છે. વંદે ભારત એક્સપ્રેસ દેશમાં 164 દોડાવવામાં આવી રહી છે, જ્યારે આગામી દિવસોમાં દેશના અનેક રાજ્યોમાં પણ દોડાવવાની યોજના છે. વંદે ભારત એક્સપ્રેસ કલાકના 180 કિલોમીટરની ઝડપથી દોડાવવામાં આવી રહી છે, પરંતુ કમાણી કરવામાં પાછળ પડી રહી છે. રેલવેની ટોચની સૌથી વધુ આવક કરનારી ટ્રેનની યાદીમાં નંબર જ આવતો નથી.

વંદે ભારત એક્સપ્રેસ સૌથી વધુ પોપ્યુલર ટ્રેન તો છે, પણ સૌથી વધુ પ્રોફિટેબલ ટ્રેનમાં નામ આવતું નથી. દેશમાં દોડાવવામાં આવી રહેલી 164 વંદે ભારત ટ્રેનમાં તિરુવનંતપુરમ-મેંગલોર વંદે ભારત સૌથી વધુ કમાણી કરે છે, જ્યારે ઓક્યુપન્સીમાં મોખરે છે, જ્યારે પીક સિઝનમાં ટ્રેનની ઓક્યુપન્સી 187.78 ટકાથી વધુ છે.

વંદે ભારત ટ્રેન સ્પીડ અને ફેરમાં મોખરે છે, પરંતુ કમાણીમાં પાછળ પડી રહી છે. રેલવેની સૌથી વધુ કમાણી કરનારી ટ્રેનની યાદીમાં કેએસઆર બેંગ્લુરુ રાજધાની એક્સપ્રેસ મોખરે છે. બેંગ્લુરુ રાજધાની એક્સપ્રેસ વર્ષે 176 કરોડની કમાણી કરે છે. દિલ્હીથી બેંગ્લુરુ વચ્ચે દોડાવાતી ટ્રેન પીક સિઝનમાં પ્રવાસીઓની સંખ્યા 500000 સુધી પહોંચી જાય છે.

દેશના સૌથી વ્યસ્ત રુટની વાત કરીએ તો દિલ્હી મુંબઈ અને દિલ્હી હાવડા રુટનો સમાવેશ થાય છે, તેથી આ જ રુટ પર પણ સૌથી વધુ ટ્રેન આ જ રુટ પર દોડાવાય છે. દેશની સૌથી વધુ કમાણી કરનારી ટ્રેનની યાદીમાં બીજા ક્રમે સિયાલદેહ રાજધાની છે, જે વર્ષે 1,28,81,69,274 રુપિયાની છે, જ્યારે ત્રીજા ક્રમે દિલ્હી-દિબ્રુગઢ રાજધાની એક્સપ્રેસ છે, જે 1,26,29,09,697 રુપિયાની કમાણી કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!