સોના-ચાંદીના દાગીના હંમેશા ગુલાબી કાગળમાં જ કેમ લપેટીને અપાય છે? જાણો રસપ્રદ કારણ
સોનાચાંદી નહીં ખરીદવાનું કહીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તો લોકોની મોટી શિખામણ આપી દીધી છે, પરંતુ એને કારણે ઝવેરીઓની ઊંઘ હરામ થઈ ગઈ હતી. એના પછી સરકારે ઈમ્પોર્ટ ડ્યૂટી પણ વધારી પણ સોના ચાંદીના ભાવ ઘટવાને બદલે વધી રહ્યા છે, પરંતુ સોનાચાંદીના માર્કેટ સંબંધિત એક મહત્ત્વની વાત જણાવીએ.
આપણામાંથી મોટા ભાગના લોકોએ ક્યારેકને ક્યારેક તો સોના-ચાંદીના દાગીનાની ખરીદી કરી જ હશે, હં ને? તમે જો એક વાતનું ધ્યાનથી જોયું હશે ઝવેરીઓ હંમેશાં દાગીના પિંક કલરના એટલે ગુલાબી પાતળા કાગળમાં જ લપેટીને પાકિટમાં કે બોક્સમાં આપે છે, પરંતુ શું તમને ક્યારેય એવો સવાલ થયો છે ખરો કે આખરે આવું કેમ? આના પાછળનું કારણ શું છે? ચાલો તમને આ પાછળનું કારણ પણ મજાનું છે.
જ્વેલર્સની દુકાનમાંથી તમે જ્યારે દાગીના ખરીદો છો ત્યારે તે સોના કે ચાંદીના દાગીનાને ગુલાબી રંગના કાગળમાં લપેટીને આપે છે. દરેક સોનીના દુકાનમાં આ કાગળ ચોક્કસ જોવા મળે છે. વર્ષો બાદ આજે પણ સોની આ જ કાગળમાં ખરીદનારને દાગીના આપે છે. જ્યારે આ પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે જે જાણવા મળ્યું એ ચોંકાવનારું હતું.
અમદાવાદના એક જાણીતા જ્વેલર્સે આ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે આનું કોઈ ચોક્કસ કારણ તો નથી, પરંતુ આ ખૂબ જ જૂની પરંપરા છે. જૂના જમાનાથી આ ચાલ્યું આવ્યું છે અને ત્યારથી જ આજે પણ આ પરંપરા એમની એમ જ છે. જોકે, જૂના સમયમાં ઘરેણાંઓને સ્ક્રેચ પડવાથી કે તેને નુકસાન થતું બચાવવા માટે કરવામાં આવે છે. એટલે ઘરેણાં ખૂબ નાજુક હોય છે, તેના પર સ્ક્રેચ ન પડે અને કિંમતી ધાતુ સુરક્ષિત રહે તે માટે આ મુલાયમ કાગળ વપરાય છે.
આ ગુલાબી રંગના કાગળમાં હળવી ધાત્વિક ચમક હોય છે, જેને કારણે તેના પર મુકેલા ઘરેણાં વધારે ચમકતા અને સુંદર દેખાય છે, જ્યારે એ જ ઘરેણાં કોઈ બીજા કાગળમાં મૂકવામાં આવે તો તે એટલા આકર્ષક નથી દેખાતા. પેકિંગના રંગ અને સામગ્રીની વસ્તુની સુંદરતા પર અસર જોવા મળે છે. ગુલાબી રંગની હળવી ધાત્વિક ચમકને કારણે સોના અને ચાંદીના દાગીના વધુ ચમકદાર, પીળાશ પડતા અને આકર્ષક દેખાય છે, જે ગ્રાહકના માનસ પર પોઝિટિવ અસર છોડે છે.
બસ, આ જ કારણ છે કે સોની દ્વારા દાગીનાને રાખવા માટે ગુલાબી રંગના આ ખાસ કાગળનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી ઘરેણાંઓની ચમક જળવાઈ રહે અને ગ્રાહક પર તેની સારી અસર જોવા મળે.
