June 10, 2026
ટોપ ન્યુઝનેશનલમહારાષ્ટ્ર

કાશ્મીરના ઉરીના કમલકોટ LoC નજીક વિસ્ફોટ, મહારાષ્ટ્રના 2 જવાન શહીદ

Spread the love

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ભારતના કાશ્મીરમાં એલઓસી નજીક વિસ્ફોટમાં જાનહાનિના સમાચાર છે. ઉરીના કમલકોટ લાઈન ઓફ કંટ્રોલ (એલઓસી) નજીક અચાનક વિસ્ફોટ થયો હતો, જેમાં આર્મીના બે જવાનને ગંભીર રીતે ઈજા પહોંચી હતી. પોતાની ડ્યૂટી પર હતા ત્યારે જવાન આ અકસ્માતનો શિકાર બન્યા હોવાનું જણાવાયું છે.

અધિકારીએ જણાવ્યું હતું કે વિસ્ફોટ પછી બે જવાનને ગંભીર રીતે ઈજા પહોંચી હતી, ત્યાર પછી તેમને શ્રીનગરના બદામીબાગ સ્થિત 92 બેઝ કેમ્પની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યાં હતા. બંને જવાનને એટલી ગંભીર ઈજા પહોંચી હતી કે ડોક્ટરે પ્રયાસ કર્યા હતા, પરંતુ ગંભીર ઈજા પહોંચી હોવાથી બચાવી શકાયા નહીં. આ બનાવને કારણે પરિવારમાં શોકનું મોજું ફેલાયું હતું.

એલઓસી નજીક થયેલા આકસ્મિક વિસ્ફોટ કમલકોટ નજીક થયો હતો. અહીંના વિસ્તારોમાં સામાન્ય રીતે લેન્ડમાઈન્સ અને જૂના હથિયારો જોખમી બની રહી છે. સેનાના અધિકારીએ એના વિસ્તૃત તપાસ કરવામાં આવી છે. જોકે, આ પ્રકારની ઘટના નિયંત્રણ રેખા નજીક તહેનાત જવાનો માટે પડકાર બની રહે છે. સુરક્ષા દળોએ પણ તપાસ હાથ ધરી છે, પરંતુ આ વિસ્ફોટ કઈ રીતે થયો એના અંગે તપાસ કરવાનો આદેશ આપ્યો છે.

શહીદ જવાનની ઓળખ ચવ્હાણ વિક્રમ બાલકૃષ્ણ અને અર્જુન જાધવ રાજેન્દ્ર તરીકે કરવામાં આવી છે. ચવ્હાણ મહારાષ્ટ્રના ઐરોલીનો રહેવાસી છે, જ્યારે અર્જુન જાધવ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના કરાડ તહેસીલના શાહપુરના રહેવાસી હતા. બંને જવાનનું સેનામાં મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. તેમનું બલિદાન દેશ માટે હંમેશાં યાદ રહેશે. બંને જવાન 8 રાષ્ટ્રીય રાઈફલ્સમાં હતા.

અહીં એ જણાવવાનું કે જમ્મુ કાશ્મીરના બારામુલા, કુપવાડા અને બાંદીપોર જિલ્લામાં પસાર થઈને 740 કિલોમીટર લાંબી એલઓસી છે. બીજી બાજુ જમ્મુ ડિવિઝનમાં એલઓસી પૂંચ, રાજૌરી અને આંશિક રીતે જમ્મુમાં પણ પડે છે. એના સિવાય કેન્દ્ર શાસિત પ્રદેશથી લગભગ 240 કિલોમીટર લાંબી આંતરારાષ્ટ્રીય સીમા સાંબા, જમ્મુ અને કઠુઆ જિલ્લામાંથી પસાર થાય છે.

એલઓસીની સુરક્ષા ભારતીય આર્મી કરે છે, જ્યારે આંતરાષ્ટ્રીય સીમાની સુરક્ષા બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) કરે છે. સીમા પારની ઘૂસણખોરી, માનવ તસ્કરી અને ડ્રોન્સ સહિત અન્ય ગતિવિધિઓને રોકવા માટે બંને દળો સરહદ પર 24 કલાક ખડેપગે રહે છે. ઉપરાંત, ડ્રોન્સ સહિત અન્ય ગતિવિધિઓને રોકવા માટે આધુનિક એન્ટિ ડ્રોન પ્રણાલીનો ઉપયોગ કરાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!