June 10, 2026
ટેકનોલોજી

WhatsApp પર મેસેજ ફોરવર્ડ કરતા પહેલાં સાવધાન! જાણો કંપનીના નવા નિયમો, નહીંતર એકાઉન્ટ થઈ શકે બ્લોક

Spread the love

આજના સમયમાં વોટ્સએપ માત્ર ચેટિંગનું માધ્યમ નથી રહ્યું, પરંતુ તે લોકો વચ્ચે માહિતી, ફોટા અને વીડિયો શેર કરવાનું સૌથી મોટું સોશિયલ પ્લેટફોર્મ બની ગયું છે. દુનિયામાં લાખો વોટ્સએપ સેકન્ડોમાં કોઈપણ જરૂરી માહિતી લાખો લોકો સુધી પહોંચાડી દે છે, પરંતુ આ જ સુવિધાનો ખોટો ઉપયોગ કરીને કેટલાક અસામાજિક તત્વો ફેક ન્યૂઝ અને અફવાઓ પણ ખૂબ ઝડપથી ફેલાવે છે. ડિજિટલ પ્લેટફોર્મ પર ફેલાતી આ ભ્રામક માહિતીને અટકાવવા માટે વોટ્સએપે મેસેજ ફોરવર્ડ કરવા પર કેટલાક કડક અને મહત્વપૂર્ણ નિયમો લાગુ કર્યા છે.

વોટ્સએપના સત્તાવાર નિયમો મુજબ, તમે કોઈપણ મેસેજ, ફોટો કે વીડિયોને એકસાથે વધુમાં વધુ પાંચ ચેટ અથવા ગ્રુપમાં જ ફોરવર્ડ કરી શકો છો. કંપનીએ આ મર્યાદા એટલા માટે નક્કી કરી છે કે કોઈપણ ખોટી માહિતી સુનામીની જેમ વાયરલ ન થઈ શકે.

આ સિવાય, જો કોઈ મેસેજ અગાઉથી જ ઘણા બધા લોકો દ્વારા શેર થઈ ચૂક્યો હોય, તો વોટ્સએપ તેના પર ‘Forwarded Many Times’નો સ્પેશિયલ ટેગ લગાવી દે છે. આવા મેસેજ પર કંપનીના પ્રતિબંધો વધુ કડક બને છે અને તમે તેને એક સમયે માત્ર એક જ ગ્રુપ કે ચેટમાં મોકલી શકો છો.
કંપની દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ નિયમો યુઝર્સની સુવિધા ઘટાડવા માટે નહીં, પરંતુ પ્લેટફોર્મને વધુ સુરક્ષિત અને ભરોસાપાત્ર બનાવવા માટે બનાવવામાં આવ્યા છે.

શું WhatsApp તમારા ફોરવર્ડ મેસેજ વાંચી શકે છે?
ઘણા યુઝર્સના મનમાં એવો ડર હોય છે કે શું વોટ્સએપ કંપની તેમની અંગત ચેટ કે ફોરવર્ડ કરેલા મેસેજનો કન્ટેન્ટ વાંચે છે? તો તેનો જવાબ છે ના. વ્હોટ્સએપ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન ટેકનોલોજી પર કામ કરે છે. આનો અર્થ એ થાય કે મેસેજ શું છે તે માત્ર મોકલનાર અને મેળવનાર વ્યક્તિ જ જોઈ શકે છે, ત્રીજી કોઈ વ્યક્તિ કે ખુદ વોટ્સએપ પણ તેને વાંચી શકતું નથી. કંપની માત્ર એટલો જ ટ્રેક રાખે છે કે કોઈ મેસેજ કેટલી વાર ફોરવર્ડ થયો છે, પરંતુ તેમાં શું લખ્યું છે તે ક્યારેય જાણી શકાતું નથી.

લિમિટમાં હોવા છતાં મેસેજ ફોરવર્ડ ન થાય તો શું કરવું?
જો તમે નિયમોની મર્યાદામાં હોવા છતાં પણ મેસેજ ફોરવર્ડ નથી કરી શકતા, તો તે કોઈ ટેકનિકલ ગ્લીચ (ખામી) હોઈ શકે છે. આ સમસ્યાના ઉકેલ માટે નીચેની બાબતો તપાસો-
⦁ સૌથી પહેલાં તમારા સ્માર્ટફોનને રિસ્ટાર્ટ કરો.
⦁ ગૂગલ પ્લે સ્ટોર કે પછી એપ સ્ટોર પર જઈને વ્હોટ્સએપનું લેટેસ્ટ વર્ઝન અપડેટ કરો. જૂના વર્ઝનમાં ઘણી વખત આ ફીચર્સ બ્લોક થઈ જાય છે.
⦁ તમારા ફોનની ઓપરેટિંગ સિસ્ટમને પણ અપડેટ રાખો જેથી એપ કોઈ પણ એરર વગર સ્મૂધલી કામ કરી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!