June 17, 2026
એસ્ટ્રોલોજી

આકાશમાં રચાશે દુર્લભ પ્લેનેટ પરેડ: જૂનમાં ચમકશે આ 5 ભાગ્યશાળી રાશિઓ

Spread the love

પ્લેનેટ પરેડ 2026

જૂન 2026માં શુક્ર, ગુરુ અને બુધ ગ્રહનો અદ્ભુત સંયોગ: જાણો કઈ રાશિના જાતકોના શરૂ થશે સારા દિવસો

જૂન 2026નો મહિનો ખગોળ વિજ્ઞાન અને જ્યોતિષ બંને રીતે ખાસ રહેશે. આ મહિનામાં આસમાનમાં એક દુર્લભ ખગોળીય ઘટના જોવા મળી શકે છે, જ્યારે શુક્ર, ગુરુ અને બુધ ગ્રહ એક જ દિશામાં નજીક જોવા મળશે. ખગોળશાસ્ત્રીઓ અનુસાર 11 જૂનથી પંદરમી જૂન વચ્ચે આ ત્રણેય ગ્રહ એકદમ નજીકથી જોવા મળી શકે છે, જેને પ્લેનેટ પરેડ પણ કહેવાય છે. વર્ષો પછી એનો સંયોગ થાય છે, જે સ્પેસલવર માટે એક ઉત્સવથી વિશેષ છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર, ગુરુ અને બુધને શુભ ગ્રહોની શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. શુક્ર સુખ, પ્રેમ અને ભૌતિક સુવિધાનું કારક માનવામાં આવે છે, જ્યારે ગુરુ જ્ઞાન, ભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક છે. ઉપરાંત બુધ બુદ્ધિ, વાણી, વેપાર અને કોમ્યુનિકેશન ક્ષમતાનું પ્રતિનિધિત્વ કરે છે. આ ત્રણેય શુભ ગ્રહોનો પ્રભાવ એકસાથે 12 રાશિના જાતકો પર કોઈના કોઈ રીતે પડે છે.

જોકે, જ્યોતિષશાસ્ત્રીઓના અનુસાર અમુક રાશિના જાતકો પર વધારે સકારાત્મક અસર પડવાની સંભાવના છે, જ્યારે અમુક લોકોને ફાયદો પણ થઈ શકે છે. શુક્ર, ગુરુ અને બુધની દુર્લભ ગ્રહ પરેડની કઈ રાશિની ચમક વધી શકે છે એ જાણીએ. સૌથી પહેલા મેષ રાશિના જાતકો માટે ગ્રહ પરેડ શુભ સંકેત લઈ આવશે. કેરિયરમાં લાંબા સમયથી ચાલી રહેલી પરેશાની દૂર થઈ શકે છે. નોકરી શોધનારા લોકોને સારા સમાચાર મળી શકે છે. આર્થિક મુદ્દે પણ સારી સ્થિતિ ઊભી થઈ શકે છે.

મિથુન અને સિંહ રાશિના જાતકોને લાભ થઈ શકે
બુધ ગ્રહ મિથુન રાશિના જાતકોનો સ્વામી માનવામાં આવે છે. આ સંજોગમાં બુધની મજબૂત સ્થિતિ આ રાશિના જાતકોને ફાયદો પહોંચાડે છે. કોમ્યુનિકેશન, શિક્ષણ, મીડિયા, લેખન અને વેપાર ક્ષેત્રના લોકો માટે ઉજ્જવળ તક ઊભી થઈ શકે છે. અટકેલા કામકાજ પૂરા થવાની સંભાવના છે તેમ જ આર્થિક સ્થિતિ સુધરી શકે છે. મિથુન રાશિના માફક સિંહ રાશિના જાતકોને ગુરુ અને શુક્રની સકારાત્મક અસર થઈ શકે છે. સમાજમાં માન-સન્માનમાં પણ વધારો થઈ શકે છે. પરિવારમાં સુખ-શાંતિનો માહોલ ઊભો થઈ શકે છે. સિંહ રાશિના જાતકોની પદ-પ્રતિષ્ઠામાં વધારા સાથે પ્રમોશનની તક મળી શકે છે.

તુલા અને ધન રાશિના લોકો માટે શુભ સંકેત
શુક્ર તુલા રાશિનો સ્વામી ગ્રહ છે. આ સંજોગમાં શુક્રની મજબૂત સ્થિતિ તુલા રાશિના જાતકો માટે શુભ પરિણામ આપી શકે છે. પ્રેમ સંબંધો સહિત વૈવાહિક જીવનમાં ખુશીઓ લાવી શકાય છે. આર્થિક મામલામાં લાભ મળી શકે છે. આર્ટસ, ફેશન, મનોરંજન અને ક્રિયેટિવ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે ખાસ રહેશે. તુલા સિવાય ધન રાશિના જાતકોનો સ્વામી ગુરુ ગ્રહ છે. ગુરુની શુભ સ્થિતિ તુલા રાશિના જાતકોને ભાગ્ય સાથ આપશે. કેરિયર, શિક્ષણ સહિત વિદેશની બાબતમાં સકારાત્મક પરિણામ મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!