યુરોપ હીટવેવના ખપ્પરમાંઃ તાપમાનનો પારો 40 ડિગ્રી પાર, ફ્રાન્સમાં 10 દિવસમાં 1,000 લોકોનાં મોત
હવામાન પરિવર્તન અને અલ નીનોના કારણે યુરોપના દેશોમાં રેકોર્ડબ્રેક હીટવેવ; ટ્રાન્સપોર્ટ અને હેલ્થ સિસ્ટમ પર અસર

ફ્રાન્સ, જર્મની સહિત યુરોપના દેશોમાં અત્યારે ગરમીના કહેરે તોબા પોકારી છે. રેકોર્ડ બ્રેક ગરમીને કારણે લોકોના જીવન પર અસર પડી રહી છે, જ્યારે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. એકલા ફ્રાન્સમાં 10 દિવસમાં ગરમીને કારણે 1,000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ઠંડી માટે એપી સેન્ટર ગણાતા યુરોપમાં તાપમાનનો પારો 40થી 42 ડિગ્રી સુધી પહોંચી ગયો છે.
ફ્રાન્સના આરોગ્ય વિભાગના અધિકારીઓએ કહ્યું છે કે 24 જૂથી અત્યાર સુધીમાં પશ્ચિમી યુરોપના સૌથી વધુ હિસ્સામાં રેકોર્ડ બ્રેક ગરમીને લહેરને કારણે 1,000થી વધુ લોકોનાં મોત થયા છે, જેમાં સૌથી વધુ લોકો 65 વર્ષથી વધુ ઉંમરના લોકોનો સમાવેશ થાય છે.
ફ્રાન્સના આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે ગયા મહિને નોંધાયેલા મોતની તુલનામાં લગભગ 1,000થી વધુ મોત થયા છે, પરંતુ એની સંખ્યા ઓછી છે. એજન્સીએ કહ્યું છે કે સૌથી વધુ ખરાબ અસર પેરિસ અને એની આસપાસના વિસ્તારમાં સામેલ છે, જ્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)એ હીટવેવને લઈ નિર્દેશ જારી કર્યું છે અને લોકોને હીટવેવથી સુરક્ષિત રહેવાના ઉપાય સૂચવ્યા છે. પેરિસ હોસ્પિટલમાં હીટવેવને કારણે 3,000થી વધુ લોકો સારવાર માટે આવ્યા હતા, જે સરેરાશ કરતા એક તૃતિયાંશ વધારે છે. શહેરની પબ્લિક હોસ્પિટલ ઓથોરિટીએ તાપમાન સંબંધિત બીમારીના ઉકેલ માટે તમામ 38 હોસ્પિટલમાં ઈમરજન્સી પ્લાન એક્ટિવેટ કર્યાં છે. વધતા તાપમાનને કારણે સમગ્ર યુરોપની ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પણ અસર પડી છે.
પબ્લિક હેલ્થ ફ્રાન્સે જણાવ્યું છે કે સૌથી વધુ શહેરી વિસ્તારોમાં જરુરિયાતમંદ લોકોને મદદની જરુર છે તેમને મદદ કરો. અનેક દિવસો સુધી 40 ડિગ્રી તાપમાન રહ્યા પછી રવિવારે સમગ્ર ફ્રાન્સમાં ગરમીનું પ્રમાણ ઘટ્યું છે. દેશના અમુક હિસ્સામાં તો પચાસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. ફ્રાન્સ સહિત યુરોપના મોટા હિસ્સામાં તાપમાને રેકોર્ડ કર્યા છે, પરિણામે ટ્રાન્સપોર્ટ, હેલ્થકેર અને એનર્જી સિસ્ટમ પર અસર થઈ છે. વીકએન્ડમાં જર્મની, ડેનમાર્ક, ચેક રિપબ્લિકમાં શરુઆતમાં ઓલ ટાઈમ તાપમાનના રેકોર્ડ નોંધાયા છે, જ્યારે સ્વિટઝર્લેન્ડમાં જૂનનો સૌથી વધુ ગરમ દિવસ નોંધાયો હતો.
ફ્રાન્સ અને યુનાઇટેડ કિંગડમે આ અઠવાડિયાની શરૂઆતમાં જ જૂન મહિનાના તાપમાનના રેકોર્ડ તોડી દીધા હતા. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે માનવસર્જિત ક્લાઇમેટ ચેન્જ (હવામાન પરિવર્તન) વિના આ હીટવેવ “લગભગ અશક્ય” હોત, જેના કારણે રાત્રિના સમયે ખૂબ જ ઊંચા તાપમાનની સંભાવના ઘણી વધી ગઈ છે. અહીં એ જણાવવાનું કે હીટવેવને કારણે 2003માં ખતરનાક હીટવેવની અસર જોવા મળી હતી, જેમાં 15,000 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
અહીં એ જણાવવાનું કે 20 જૂનથી શરુ યુરોપમાં અત્યાર સુધીમાં સૌથી વધુ હીટવેવની અસર જોવા મળે છે. જર્મની, બ્રિટન, સ્વિટઝર્લેન્ડ, ડેનમાર્ક, સ્લોવાકિયા અને ચેક રિપબ્લિકમાં તાપમાને રેકોર્ડ બનાવ્યા છે. વૈજ્ઞાનિકો અને હવામાન વિભાગના નિષ્ણાતોના જણાવ્યાનુસાર વિનાશક ગરમી માટે પ્રશાંત મહાસાગરમાં એક્ટિવ અલ નીનો અને ઝડપથી બદલાતું ગ્લોબલ વોર્મિંગ જવાબદાર છે. અલ નીનોને કારણે આગામી મહિનામાં દુનિયાના અનેક દેશોમાં સૌથી વધુ હીટવેવનો ખતરો ઊભો થઈ શકે છે.
