October 12, 2026
મનોરંજન

દીકરી સારાના જન્મદિવસે ભાવુક થયા સચિન તેંડુલકર, ખાસ પોસ્ટ લખીને કહી મનની વાત!

Spread the love

‘એક સમય હતો જ્યારે હું તને રસ્તો બતાવતો…’ માસ્ટર બ્લાસ્ટરની પિતા-પુત્રીના પ્રેમ દર્શાવતી સોશિયલ મીડિયા પોસ્ટ થઈ વાયરલ

ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે દીકરી સારા તેંડુલકરના જન્મદિવસે વિશ કરીને ભાવુક પોસ્ટ કરી છે. માસ્ટરબ્લાસ્ટર સચિન તેંડુલકરે દીકરીના જન્મદિવસ નિમિત્તે જે લખ્યું એમાં એક પિતાના પ્રેમ, દીકરી મોટી થવાની ખુશી અને પોતાની જિંદગીના નિર્ણયો એના લેવા અંગે સ્પષ્ટ જોવા મળે છે. સોશિયલ મીડિયા પર મૂકેલી પોસ્ટમાં સચિને જણાવ્યું છે કે સમયની સાથે સાથે પિતા-દીકરીના સંબંધો બદલાય છે.

સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા પરના પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે એક જમાનો હતો, જ્યારે મેં તને રસ્તો બતાવતો હતો. હવે મને એ જોઈની ખુશી થાય છે કે તું જાતે પોતાનો રસ્તો પસંદ કરે છે. જન્મદિવસની શુભેચ્છાની સાથે તને અઢળક પ્રેમ અને એની સાથે સચિન તેંડુલકરે હાર્ટશેપનું ઈમોજી પોસ્ટ કર્યું છે.

સોશિયલ મીડિયા પર વાયરલ સચિનની પોસ્ટમાં એક પિતા પોતાની દીકરીની વધતી ઉંમર સાથે તેના નિર્ણયો પર પણ કેટલું ગૌરવ કરે છે. ક્યારેક સારાને રસ્તો બતાવતા હતા, આજે પોતાની પસંદનો રસ્તો જોઈને પણ સચિન ખુશ થાય છે. સચિન અને સારાના સંબંધોમાં રહેલી પિતાપુત્રીના પ્રેમની પણ ઝલક જોવા મળી રહી છે.

સારા તેંડુલકરનો જન્મ મુંબઈમાં થયો છે. 12મી ઓક્ટોબર 1997ના મુંબઈમાં જન્મેલી સારાની માતા પણ અંજલિ તેંડુલકર છે, જે એક ડોક્ટર પણ છે. પ્રાથમિક શિક્ષણ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલથી કર્યું હતું. એના પછી ઉચ્ચ શિક્ષણ માટે લંડન ગઈ હતી. સારા તેંડુલકર વ્યક્તિગત અને સોશિયલ મીડિયા ગતિવિધિઓને લઈને પણ ચર્ચામાં રહે છે.

સારા તેંડુલકર તેના મિત્રો સાથે પણ ચર્ચામાં રહે છે. ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે, જેમાં એકલા ઈન્સ્ટાગ્રામ પર પણ તેની મોટી ફેન એન્ડ ફોલોઈંગ ધરાવે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના નવ મિલિયનથી પણ વધુ ફોલોઅર્સ છે. સારાના પેજ પર પણ તેના વ્યક્તિગત ફોટોગ્રાફની સાથે તેની સિદ્ધિઓ જોવા મળે છે, જ્યારે સામાજિક કામગીરી સાથે અનેક બ્રાન્ડને પણ પ્રમોટ કરતી જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!