November 26, 2026
ટોપ ન્યુઝમની મેનેજમેન્ટ

સોનાના ભાવ ઘટતા ગોલ્ડ લોન લેનારાઓ પર વધ્યું જોખમ! જાણો કયા રાજ્યમાં લેવાય છે સૌથી વધુ લોન?

Spread the love

સોનાના ભાવ ઘટતા ગોલ્ડ લોન લેનારાઓ પર વધ્યું જોખમ! જાણો કયા રાજ્યમાં લેવાય છે સૌથી વધુ લોન?ભારતમાં સોનું માત્ર શણગાર કે રોકાણનું સાધન નથી, પરંતુ કટોકટીના સમયે નાણાંકીય જરૂરિયાતો પૂરી કરવા માટેનું સૌથી મોટું માધ્યમ બની ગયું છે. નવેમ્બર, 2026ના CRIF રિપોર્ટ અનુસાર, સપ્ટેમ્બર 2026 સુધીમાં ભારતનો બાકી ગોલ્ડ લોન પોર્ટફોલિયો રૂપિયા 23.3 લાખ કરોડ સુધી પહોંચી ગયો છે, જે પાછલા વર્ષની સરખામણીમાં 60.6 ટકા કરતાં વધુ છે. સપ્ટેમ્બર, 2024માં આ આંકડો રૂપિયા 10.7 લાખ કરોડ હતો એટલે કે માત્ર બે વર્ષમાં જ ભારતનું ગોલ્ડ લોન માર્કેટ બમણાથી પણ વધુ મોટું થઈ ગયું છે.

પર્સનલ લોનને પણ પાછળ છોડ્યું
માર્ચ 2026ના આંકડા મુજબ, રૂપિયા 18.6 લાખ કરોડના ગોલ્ડ લોન પોર્ટફોલિયોએ રૂપિયા 16.5 લાખ કરોડના પર્સનલ લોન માર્કેટને પણ પાછળ છોડી દીધું હતું. નિષ્ણાતો દ્વારા એવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે કે માર્ચ 2028 સુધીમાં ભારતનો ગોલ્ડ લોન કારોબાર આશરે રૂપિયા 30 લાખ કરોડને પાર જઈ શકે છે.

કોણ અને ક્યાંથી લે છે સૌથી વધુ ગોલ્ડ લોન?
. સપ્ટેમ્બર, 2026 સુધીમાં દેશમાં 5.6 કરોડ લોનધારકો અને 10.2 કરોડ સક્રિય ગોલ્ડ લોન ખાતા હતા. તેમાં 2.4 કરોડ મહિલા લોનધારકો સામેલ છે, જેમનો કુલ પોર્ટફોલિયોમાં 42.2 હિસ્સો છે. દેશના કુલ ગોલ્ડ લોન પોર્ટફોલિયોમાં દક્ષિણના પાંચ રાજ્યોનો હિસ્સો આશરે 72 ટકા જેટલો છે. નાના શહેરોમાં તેજી: ટિયર-3 અને તેનાથી નાના શહેરોમાં 3.7 કરોડ લોનધારકો છે. નાણાકીય વર્ષ 2027ના બીજા ક્વાર્ટરમાં નવી ગોલ્ડ લોનની કુલ વેલ્યુમાં નાના શહેરોનો હિસ્સો 63.4 ટકા રહ્યો હતો. ચાલો એક નજર કરીએ આંકડાઓ પર…
. તમિલનાડુ: રૂપિયા 6.9 લાખ કરોડ
. આંધ્ર પ્રદેશ: .રૂપિયા 3.7 લાખ કરોડ
. કર્ણાટક: રૂપિયા 2.4 લાખ કરોડ
. કેરળ: રૂપિયા 1.7 લાખ કરોડ

ફાઇનાન્સ કંપનીઓ પાસે ગીરવે પડેલું છે ૩૩૪ ટન સોનું
માર્ચ, 2026ના આંકડા મુજબ, દેશની ત્રણ મોટી ગોલ્ડ લોન કંપનીઓ—મુથૂટ ફાઇનાન્સ, મણપ્પુરમ ફાઇનાન્સ અને IIFL ફાઇનાન્સ પાસે ગ્રાહકોનું કુલ 334 ટન સોનું ગીરવે મૂકાયેલું હતું. આ જથ્થો ભારતીય રિઝર્વ બેંક (RBI)ના 880.52 ટનના સત્તાવાર સુવર્ણ ભંડારના આશરે 38 ટકા જેટલો થાય છ સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે, જેની સીધી અસર લોનધારકો પર પડી શકે છે. પહેલી એપ્રિલ, 2026થી ફરજિયાત બનેલી આરબીઆઈની કોલેટરલ માર્ગદર્શિકા મુજબ લોન-ટુ-વેલ્યુ (LTV) મર્યાદા નીચે મુજબ નક્કી કરવામાં આવી છે.
.રૂપિયા અઢી લાખ સુધીની લોન: કન્ઝમ્પશન લોન પર સોનાની કિંમતના 85 ટકા સુધી ધિરાણ મળી શકે છે.
. રૂપિયા અઢી લાખથી વધુ અને રૂપિયા પાંચ લાખ સુધીની લોન: આ શ્રેણીમાં મહત્તમ લોન-ટુ-વેલ્યુ મર્યાદા 80 ટકા રાખવામાં આવી છે.
. રૂપિયા પાંચ લાખથી વધુની લોન: મોટી રકમની લોન પર સોનાની કિંમતના 75 ટકા સુધી જ લોન મળી શકે છે. આરબીઆઈના નિયમ મુજબ, લોનના ક્લોઝર કર્યા બાદ બેંક કે ફાઇનાન્સ કંપનીએ સાત વર્કિંગ ડેઝની અંદર ગ્રાહકનું ગીરવે મૂકેલું સોનું પરત કરવું ફરજિયાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!