53 બોલમાં 204* અને 28 સિક્સર: વૈભવ સૂર્યવંશીની ઐતિહાસિક ઈનિંગ પહેલા કોની સલાહ કામ આવી?

15 વર્ષના યુવાન બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ યુએઈ વિરુદ્ધ મંગળવારે ઐતિહાસિક ઈનિંગ રમીને ક્રિકેટ રેકોર્ડ બુકમાં નવો ઈતિહાસ લખ્યો છે. વૈભવએ ફક્ત 53 બોલમાં નોટ આઉટ રહીને 204 રન ફટકાર્યા હતા. ફટકાર્યા એટલા માટે કહેવું પડે કે ફક્ત 28 સિક્સર ફટકારી હતી. વિસ્ફોટક ઈનિંગને કારણે ટીમ ઈન્ડિયાની એ ટીમે 250 રનનો લક્ષ્યાંક 14.2 ઓવરમાં અચીવ કર્યો હતો, જ્યારે આ ઈનિંગ રમ્યા પહેલા વૈભવ ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ સાથે વાત કરી હતી અને એની સલાહ કામ આવી હતી.
વૈભવ સૂર્યવંશીએ કહ્યું કે મેચ પહેલા મેં દિગ્ગજ ક્રિકેટર યુવરાજ સિંહ સાથે વાત કરી હતી. મેચ પહેલા તેને પોતાના પિતા, કોચ, એક દોસ્ત અને યુવરાજ સિંહ સાથે વાત કરી હતી. યુવરાજ સિંહને વૈભવે પોતાનો આદર્શ ગણાવ્યા હતા. વૈભવ સૂર્યવંશીએ કહ્યું કે યુવરાજ સિંહે તેને બેટિંગમાં આવનારી મુશ્કેલીઓ અંગે દિલ ખોલીની વાત કરી હતી, ત્યાર પછી તેમણે રમવાની ટેક્નિક સમજાવી અને બેટિંગ અંગે પણ સલાહ આપી હતી. વૈભવના જણાવ્યાનુસાર યુવરાજે જણાવ્યું હતું કે જો તું 20 બોલ રમે છે તો દરેક બોલને અલગ અંદાજમાં રમે અને યુવરાજ સિંહની સલાહ પણ વૈભવને કામ આવી હતી.
વૈભવએ યુવરાજ સિંહને પોતાનો આદર્શ ગણાવ્યો હતો અને યુવરાજ તરફથી મળેલી સલાહ અનુસાર બેટિંગ કરી હતી. એના સિવાય વૈભવએ પોતાની જૂની ભૂલોને પણ સુધારવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, જૂની મેચના પણ વીડિયો જોઈને તેમાં સુધારો લાવવાનો પ્રયાસ કર્યો હતો. જૂની મેચમાં બેટિંગ કરેલી ભૂલોને પણ જોઈ હતી, તેથી તેમાં વધુ સુધારો કઈ રીતે કરી શકાય એનું નિરીક્ષણ કર્યું હતું. એના પછી યુએઈ સાથે વૈભવએ ધમાકેદાર ઈનિંગ રમ્યો અને યુએઈના બોલરની ધોલાઈ કરી. વૈભવએ બેટિંગમાં 53 બોલમાં 204 રનની ઐતિહાસિક ઈનિંગ રમ્યો અને દુનિયાના ધુરંધર બેટસમેનને ફરી યાદ કરાવી દીધા છે. 384.90 સ્ટ્રાઈક રેટ 28 સિક્સર અને સાત ચોગ્ગા ફટકાર્યા હતા. વૈભવની ચર્ચા ભારતમાં જ નહીં, પરંતુ દુનિયાભરમાં થઈ રહી છે.
વૈભવની વિસ્ફોટક ઈનિંગને લઈ ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને શિવમ દુબેના કોચએ પણ મહત્ત્વની પ્રતિક્રિયા આપી હતી. શિવમ દુબેના કોચ સતીશ સાવંતે કહ્યું કે વૈભવની ઈનિંગ અવિશ્વસનીય છે. વાસ્તવમાં 100 વર્ષમાં એક ઈનિંગ હોય છે. તેમણે કહ્યું કે વૈભવ સૂર્યવંશી જેવા પ્લેયર ટીમ ઈન્ડિયામાં હોવા જરુરી છે. વૈભવ જેવો પ્લેયર પાંચમાંથી બે મેચમાં રમી જાય તો પણ ટીમને જીતાડી દે છે.
