શેરમાર્કેટમાં અફડાતફડી વચ્ચે આ પાંચ પેની સ્ટોક્સે રોકાણકારોને કર્યાં માલામાલ, આપ્યું શાનદાર રિટર્ન!
નાના શેરોએ છેલ્લા ૬ મહિનામાં રોકાણકારોને 25 ટકાથી 315 ટકા સુધીનું મજબૂત વળતર આપ્યું
શેરમાર્કેટમાં અફડાતફડીના માહોલ વચ્ચે આજના માર્કેટમાં વધઘટ જોવા મળી રહી છે. ઓપનિંગ સેશનમાં 400 પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેક્સમાં ઈન્ટ્રા ડેમાં ઘટાડો નોંધાયો હતો, પરંતુ નકારાત્મક માહોલ વચ્ચે પણ સ્ટોકમાર્કેટમાં કમાણી કરાવનારા પેની સ્ટોકની બોલબાલા રહી હતી. છેલ્લા છ મહિનામાં નવ પેન્ની સ્ટોકે 25 ટકાથી લઈ 315 ટકા સુધીનું રિટર્ન આપ્યું હતું. અમુક કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન 1,000 કરોડ રુપિયાથી ઓછું હતું. માર્કેટમાં એવા કયા સ્ટોક છે જેને રોકાણકારોને લાખોપતિ બનાવ્યા હતા તો એની વાત કરીએ.
પાંચ વર્ષમાં 817 ટકાનો ઉછાળો નોંધાયો
વિજી ફાઈનાન્સ લિમિટેડ (Viji Finance Ltd)ના સ્ટોકમાં છ મહિનામાં 316 ટકાનો વધારો થયો છે, જ્યારે આ વર્ષે શેર 400 ટકા વધ્યો છે અને છેલ્લા પાંચ વર્ષમાં 817 ટકાનો ઉછાળો રહ્યો છે. અત્યારે શેરનો ભાવ 13 રુપિયાને પાર પહોંચ્યો હતો, જેને લઈ હવે રોકાણકારોમાં વધુ વળતરનો આશાવાદ જાગ્યો છે. કંપનીના સ્ટોકની ઉથલપાથલ માટે કંપનીના બોર્ડની બેઠક 14મી ઓક્ટોબર યોજાવવાની છે, જ્યારે શેરનો ઓલટાઈમ હાય-લો ભાવ ક્રમશઃ 17.37 અને 1.97 રુપિયા રહ્યો હતો.
Evexia Lifecareએ 240 ટકાથી વધુ રિટર્ન આપ્યું
એ જ રીતે એવેક્સિયા લાઈફકેર (Evexia Lifecare stock)નો શેર પણ શુક્રવારે અપર સર્કિટ લાગી હતી. પાંચ ટકાની અપર સર્કિટ પર બંધ થયો હતો, જેમાં છ મહિનામાં 240 ટકાથી વધુ ઉછળ્યો છે, જ્યારે શેરની વેલ્યુ 2.11 રુપિયા જ છે. માર્કેટની વાત કરીએ તો બાવન હપ્તાહની ઊંચી સપાટી 2.15 રુપિયા હતી.
ફૂડ સેક્ટરની એનએચસીએ 100 ટકા આપ્યું વળતર
NHC Foods Share: એન હિંમતલાલ એન્ડ કો (NHC Foods) સ્ટોકની પ્રાઈસ રેન્ડ 1.59 રુપિયાથી લઈને 1.70 રુપિયા રહી છે, જ્યારે છ મહિનામાં સ્ટોકે 100 ટકાથી વધુ વળતર આપ્યું હતું. સ્ટોકનો કરન્ટ રેટ 1.65 રુપિયા રહ્યો હતો. ફૂડ ક્ષેત્રની અગ્રણી એનએચસી ફૂડ્સ એક વર્ષની રેન્જની વાત કરીએ તો 0.59 રુપિયાથી લઈને 2.84 રુપિયાની ઐતિહાસિક સપાટીએ પણ પહોંચ્યો હતો.
ટોવાક્સિયાએ 70 ટકાનું વળતર આપ્યું
અન્ય પેન્ની સ્ટોકની વાત કરીએ તો ટોવાક્સિયા લાઈફકેર Tavexia lifecare સ્ટોકનો ભાવ પણ છ મહિનામાં 70 ટકાથી વધુ વધ્યો છે, જ્યારે કરન્ટ રેટ 1.20 રુપિયા મથાળે ટ્રેડ કર્યો હતો. આ જ સમયગાળા દરમિયાન એમ્પાવર ઈન્ડિયાના શેરમાં પંચાવન ટકાની તેજી આવી છે, ત્યાર પછી એનસીએલ રિસર્ચ એન્ડ ફાઈનાન્શિયલ સર્વિસીસના સ્ટોકે 46 ટકા રિટર્ન આપ્યું છે. એનસીએલ રિસર્ચ ફાઈનાન્શિયલ સર્વિસીસ નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપની છે, જ્યારે એમ્પાવર ઈન્ડિયા આઈટી સેક્ટરની કંપની છે. ટોવેક્સિયા લાઈફકેરની ફાર્માસ્યુટિકલ કંપની છે.
માર્કેટમાં નિરંતર અફડાતફડીનું વલણ
મુંબઈ શેરબજારના બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીમાં સતત અફડાતફડીનો માહોલ રહ્યો છે. ગયા અઠવાડિયા દરમિયાન સતત ગબડેલા બેન્ચમાર્કમાં ઉછાળા જોવા મળ્યા હતા, જે શુક્રવારે માર્કેટ બંધ થતા ફરી 1.23 અને 1.30 ટકા વધ્યા હતા, જ્યારે આજના ઓપનિંગ સેશનમાં વધ્યા પછી સેન્સેક્સ-નિફ્ટી અનુક્રમે 72,472 અને 22,520 પોઈન્ટના મથાળે રહ્યા હતા, જે આજે ઈન્ટ્રા ડેમાં ઘટીને 72,000 પોઈન્ટથી નીચે રહ્યો છે, જ્યારે નિફ્ટીએ 22,400 પોઈન્ટના મથાળે રહ્યું હતું.
