May 25, 2026
મનોરંજનમુંબઈ

એક્ટર રણવીર સિંહ પર લાગ્યો મોટો પ્રતિબંધ, જાણો શું છે વિવાદ?

Spread the love

ફરહાન અખ્તરની ફરિયાદ બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો મોટો નિર્ણય, ‘ડોન ૩’માંથી અચાનક એક્ઝિટ

બોલીવુડની દુનિયામાં એક સમાચાર મળી આવ્યા છે. બોલીવુડના પાવરહાઉસ ગણાતા રણવીર સિંહ અત્યારે એક મોટી મુશ્કેલીમાં ફસાયા છે. હિન્દી સિનેમાની મોસ્ટ અવેટેડ ફ્રેન્ચાઇઝી ‘ડોન ૩’ (Don 3) ને લઈને ચાલી રહેલા ગંભીર વિવાદ બાદ ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ (FWICE) દ્વારા રણવીર સિંહ પર સત્તાવાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

હિન્દી સિનેમાની ચર્ચિત ફ્રેન્ચાઇઝી ‘ડોન 3’ને લઈને ચાલી રહેલા ગંભીર વિવાદ વચ્ચે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ (FWICE) દ્વારા અભિનેતા રણવીર સિંહ પર સત્તાવાર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ડિરેક્ટર ફરહાન અખ્તર અને પ્રોડ્યુસર રિતેશ સિધવાનીની કંપની ‘એક્સેલ એન્ટરટેઇનમેન્ટ’ની ફરિયાદ પછી 25મેના ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝએ અંગે રણવીર સિંહ પર પ્રતિબંધની જાહેરાત કરી હતી.

ફિલ્મ ‘ડોન ૩’ માંથી ઓચિંતા બહાર થઈ જવાના મામલે FWICE એ રણવીર સિંહ વિરુદ્ધ અસહકારનો આદેશ (Non-Cooperation Directive) જાહેર કર્યો છે. એટલે કે અભિનેતા સાથે કોઈએ સહકાર નહીં આપવાની વાત કહેવામાં આવી છે. રણવીર પર ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સાથે જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને એવો આદેશ આપવામાં આવ્યો છે કે જ્યાં સુધી રણવીર ‘ડોન ૩’ના મેકર્સના ૪૫ કરોડ રુપિયાના નુકસાનનો કોઈ ઉકેલ આવે નહીં, ત્યાં સુધી તેમની સાથે કામ કરવામાં નહીં આવે.
મીડિયાના અહેવાલો અનુસાર ‘ડોન 3’ ફિલ્મનું શૂટિંગ શરૂ થવાના ગણતરીના દિવસો બાકી હતા અને પ્રિ-પ્રોડક્શન પર કરોડો રૂપિયાનો ખર્ચ થઈ ગયો હતો. બરાબર એ જ સમયે રણવીર સિંહે અચાનક ફિલ્મમાંથી એક્ઝિટ લીધી હતી.

વર્ષ 2023માં શાહરૂખ ખાનના બદલે જ્યારે રણવીર સિંહને ‘ડોન 3’નો નવો ફેસ જાહેર કર્યો ત્યારે ફેન્સ ખૂબ ઉત્સાહિત હતા, પરંતુ ડિસેમ્બર 2025માં આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર’ની સફળતા બાદ રણવીરના તેવર બદલાઈ ગયા હતા. અહેવાલો અનુસાર રણવીર સિંહે મૂળ સ્ક્રિપ્ટ અને વાર્તામાં મોટા ફેરફારો કરવાની માંગ કરી હતી, જે ડાયરેક્ટર ફરહાન અખ્તરને બિલકુલ મંજૂર નહોતી.
જોકે, હવે ફેડરેશને રણવીર સિંહ વિરૂદ્ધ ‘નોન-કોઓપરેશન ડાયરેક્ટિવ’ (અસહકારનો આદેશ) જાહેર કર્યો છે, જેનો અર્થ એ થાય છે કે હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો કોઈ પણ ટેકનિશિયન, કલાકાર કે વર્કર રણવીર સિંહ સાથે આગામી સમયમાં કામ નહીં કરે.

હવે આ મુદ્દે રણવીર સિંહે કહ્યું છે કે આવા મુદ્દા પરસ્પર બેસીને ઉકેલ લાવી શકાય નહીં કે પબ્લિકમાં. તે ઈન્ડસ્ટ્રી અને ડોન પ્રોજેક્ટ સાથે સંકળાયેલા તમામ લોકોનું સન્માન કરે છે. આ પ્રોજેક્ટ સાથે કામ કરતી વખતે જાણી જોઈને ચૂપ રહ્યો હતો અને પોતાનું માનવું હતું કે પ્રોફેશનલ વાતીચીત મારફત અને પર્સનલ રિલેશનની ગરિમા, પરિપક્વતા અને પરસ્પરના સંબંધોનું માન રાખીને બેલેન્સ રહેવું જોઈએ. મારું ધ્યાન સંપૂર્ણ પોતાના કામ અને આગામી પ્રોજેક્ટ પર છે.

પ્રતિબંધ પાછળનું મુખ્ય કારણ
એક્સેલ એન્ટરટેઇનમેન્ટના માલિકો ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીની ફરિયાદ બાદ ૨૫ મેના આ કડક પગલું લેવાયું છે.

રણવીરના બદલાયેલા તેવર
વર્ષ ૨૦૨૩માં શાહરૂખ ખાનના સ્થાને રણવીર સિંહને નવા ‘ડોન’ તરીકે લોન્ચ કરાયા હતા. પરંતુ ડિસેમ્બર ૨૦૨૫માં આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર’ સુપરહિટ થતાં જ રણવીરે ‘ડોન ૩’ની મૂળ વાર્તા અને સ્ક્રિપ્ટ બદલવાની જીદ કરી હતી, જે ડાયરેક્ટર ફરહાન અખ્તરે નકારતા આ મોટો વિવાદ સર્જાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!