મંચ પર બધા હતા પણ મારો દીકરો નહોતો: શહીદની માતાના શબ્દોએ રાષ્ટ્રપતિને કર્યાં ભાવુક!
શહીદ પ્રવીણ જંજાલની માતા સન્માન લેતી વખતે ચોધાર આંસુએ રડી પડ્યા, કીર્તિ ચક્ર સ્વીકારતા કહ્યું- ‘દીકરા પર ગૌરવ છે પણ તેની ખોટ ક્યારેય નહીં પુરાય’

નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં આઠમી જૂનના આયોજિત વીરતા સન્માન સમારંભમાં એક અત્યંત ભાવુક ક્ષણ જોવા મળી હતી, જેમાં સૌની આંખોમાં આંસુ હતા. જમ્મુ કાશ્મીરના કુલગામમાં છઠ્ઠી જુલાઈ 2024ના આતંકવાદીઓનો મુકાબલો કરતા અકોલાનો દીકરો પ્રવીણ જંજાલ શહીદ થયો હતો. આ શહીદ વીરને પરમવીર ચક્રથી સન્માનીત કરવામાં આવ્યો હતો. દેશ માટે બલિદાન આપનારા સર્વોચ્ચ સન્માન વીરચક્ર લેવા માટે જ્યારે શહીદ વીર પ્રવીણ જંજાલની માતા શાલુ જંજાલ મંચ પર પહોંચ્યા ત્યારે ચોધાર આંસુએ રડી પડ્યા હતા, ત્યારે ત્યાં હાજર સૌની આંખમાંથી આંસુ આવી ગયા હતા. તેઓ ખુદ પોતે પડી ભાંગ્યા હતા, જ્યારે રાષ્ટ્રપતિ દ્વોપદી મુર્મુ પણ રડી પડ્યા હતાં.
મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના મોરેગાંવ ભાકરે ગામના રહેવાસી પ્રવીણ જંજાલ ભારતીય સેનાની મહાર બટાલિયનમાં ડ્યૂટી પર હતા. દેશની રક્ષા કરતી વખતે પોતાનો જીવ ગુમાવ્યો હતો અને આ બલિદાને દેશના સર્વોચ્ચ સૈન્ય સન્માન કીર્તિ ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સન્માન ગ્રહણ વખતે શાલુ જંજાલની આંખોમાં આંસુ હતા, પરંતુ દિલમાં દીકરાની વીરતાનું પણ ગૌરવ જોવા મળ્યું હતું. પુરસ્કાર ગ્રહણ કર્યા પછી તેમણે કહ્યું હતું કે આ સન્માનના રુપમાં દીકરો મળ્યો છે. પરંતુ આ બધાની વચ્ચે મારો દીકરો ઉપસ્થિત નથી એ શબ્દોએ સૌને ગમગીન કરી દીધા હતા.
શાલુ જંજાલે કહ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં એક દિવસ એવો નહીં હોય કે મને મારા દીકરાની યાદ આવી હશે નહીં. મંચ પર પહોંચ્યા પછી ચારેબાજુ તમામ લોકો જોવા મળતા હતા, પરંતુ એમાં મારો દીકરો ક્યાંય નહોતા. આ ભાવનાએ સૌને ભાવુક કરી દીધા હતા અને એ વખતે રાષ્ટ્રપતિને ભેટીને રડી પડ્યા હતા. તેમણે કહ્યું કે મને મારા દીકરા પર ગૌરવ છે જેને દેશ માટે બલિદાન આપ્યું હતું. આ ખતે તેમણે એક ઈચ્છા પણ વ્યક્ત કરી કે તેમના દીકરાના નામે સ્મૃતિ સ્મારક બનાવવામાં આવે.
સન્માન સમારંભ વખતે શહીદના પિતા પ્રભાકર જંજાલ અને ભાઈ સચિન જંજાલ પણ ઉપસ્થિત હતા. બંનેએ પોતાના દીકરા-ભાઈના બલિદાન અંગે ગૌરવ વ્યક્ત કર્યું હતું, પરંતુ બંનેના ચહેરા પર દીકરાને ગુમાવવાનું દર્દ પણ હતું. કાર્યક્રમ દરમિયાન ભાવુક દૃશ્યો જોવા મળ્યા હતા. વાત ફક્ત એ પુરસ્કાર નહોતી, પરંતુ એક માતાની વેદના અને દીકરાના અમર બલિદાનની વાતે સૌને હચમચાવી મૂક્યા હતા. શહીદ પ્રવીણ જંજાલ જેવા વીર સપૂત દર વર્ષે આ રીતે શહીદ થાય છે, જેનાથી દેશ સુરક્ષિત છે એ વાતની પ્રતિતિ પણ રાષ્ટ્રપતિ ભવનમાં સૌને થઈ હતી. દેશના શહીદોને કોટી કોટી વંદન.
