કાલસર્પ દોષ: 20 જૂન સુધી આ 5 રાશિઓ પર તોળાશે સંકટ, જાણો બચવાના ઉપાય
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહ-નક્ષત્રની સ્થિતિને અનેક શુભ અને અશુભ યોગનું નિર્માણ કરે છે. આ સમય અત્યંત મહત્ત્વપૂર્ણ અને અસરકારક કાલસર્પ યોગનો પ્રભાવ રહેશે. આ યોગ 20 જૂન સુધી રહેશે. આ યોગ ત્યારે બને છે, જ્યારે સૂર્ય, ચંદ્રમા, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ તમામ સાત ગ્રહ રાહુ-કેતુ એક જ સમયે આવે તો તેની અસર જોવા મળે છે. એના પ્રભાવથી લોકોની કારકિર્દી પર અસર પડે છે, જ્યારે લગ્નમાં વિલંબ, છેતરપિંડી, વિશ્વાસઘાત સહિત માનસિક તણાવનો પણ સામનો કરવો પડે છે, તેથી અમુક રાશિના જાતકોએ ખાસ કરીને સાવધ રહેવું જરુરી બની રહેશે. અમુક રાશિના જાતકો પર થનારી અસરથી દૂર રહેવા માટે ખાસ કરીને ભગવાન શિવજીનો મંત્રજાપ કરી શકો છો. મહામૃત્યુંજય મંત્ર પણ કરી શકો છો.
સૌથી પહેલા વાત કરીએ વૃષભ રાશિના જાતકોની તો તેમને આરોગ્યમાં સંભાળ લેવાનું ફાયદાકારક રહેશે. સંપત્તિ મુદ્દે વિવાદ થઈ શકે છે, જ્યારે કોર્ટ કચેરીના ચક્કર પણ કાપવા પડી શકે છે. પરિવારમાં અશાંતિ ઊભી થઈ શકે છે. પરિવારના સભ્યો સાથે શાંતિ, ધીરજપૂર્વક અને સમજદારીથી કામ કરવું જોઈએ. લાગણીશીલ સ્વભાવવાળા જાતકોએ ખાસ કરીને કોઈ નિર્ણય ઉતાવળમાં આવી લેવો નહીં.
સિંહ રાશિના જાતકોના જીવનમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, તેનાથી તમારા નિર્ણય લેવાની ક્ષમતા પર અસર પડી શકે છે. તમારા કરેલા કામ પણ બગડી શકે છે, તેથી કોઈ નવા કામકાજ અથવા નવા વેપાર કરવાનું પણ ટાળી શકો છો. બિનજરુરી કોઈ રોકાણ કરવાનું પણ ટાળો તો ફાયદામાં રહેશો.
વૃષભ સિંહ સિવાય કન્યા રાશિના લોકોએ આરોગ્ય સંબંધિત મુશ્કેલી આવી શકે છે. આર્થિક ચિંતામાં પણ વધારો થઈ શકે છે. કામકાજમાં ઉતારચઢાવ આવી શકે જેનાથી માનસિક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. ગુસ્સા પર કાબૂ રાખવો અને વાણી પર નિયંત્રણ રાખવો નહીં તો પોતાની વ્યક્તિને ગુમાવી શકો અથવા એની નારાજગીનો પણ ભોગ બની શકો છો.
વૃશ્ચિક રાશિન જાતકોએ ખાસ કરીને ગુસ્સામાં આવીને કોઈ આકરો નિર્ણય લેવો નહીં. કોર્ટ-કચેરીના ચક્કર પણ કાપવા પડી શકે છે. પરિવાર સંબંધિત સમસ્યાથી તમારા માનસિક આરોગ્યને અસર થઈ શકે છે. બીજી મહત્ત્વની વાત પૈસાની લેવડદેવડ કરવાનું પણ ટાળો નહીં તો નુકસાન થઈ શકે છે.
છેલ્લે કુંભ રાશિના જાતકોની વાત કરીએ આરોગ્યની રીતે સાચવવું. ગભરામણ, બેચેની અને અજ્ઞાત ડરનો સામનો કરવો પડી શકે છે. માનસિક રીતે તેની અસર થઈ શકે છે. ખાસ કરીને વાહનનો વપરાશ કરવામાં પણ સાવધાની રાખવી, કારણ કે તેનાથી ઈજા પહોંચી શકે છે અથવા કોઈ મુશ્કેલીમાં પડી શકો. આ સંજોગ તમારા માટે પ્રતિકૂળ સમય છે એટલું નક્કી.
