રામાયણની રિલીઝ પહેલાં સાઈ પલ્લવીએ પોતાના ડ્રીમ પાર્ટનર અંગે ખોલ્યું સિક્રેટ, કોને કહી મનની વાત?
રામાયણની રિલીઝને હવે એક અઠવાડિયું બાકી બચ્યું છે, ત્યારે ફિલ્મના પ્રમોશન માટે ટીમ દેશ-દુનિયામાં વ્યસ્ત છે. પાંચમી નવેમ્બરના રિલીઝ થનારી મેગા બજેટ રામાયણ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકામાં નજરે જોવા મળશે, જ્યારે સાઈ પલ્લવીની માતા સીતાના રોલમાં. કન્નડ અભિનેતા યશ લંકાપતિ રાવણના રોલમાં અને સની દેઓલ બજરંગબલીની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મની સ્ટારકાસ્ટ અંગે અવનવી વાતો જાણવા મળી રહી છે, જ્યારે આ ફિલ્મના પ્રમોશન માટે કૌન બનેગા કરોડપતિના શોમાં પણ જોવા મળશે.
ફિલ્મની મુખ્ય અભિનેત્રી અને સીતાફેમ સાઈ પલ્લવી પણ કૌન બનેગા કરોડપતિના શોમાં પહોંચી હતી, ત્યારે શોના હોસ્ટ અમિતાભ બચ્ચનએ સાઈ પલ્લવીને પૂછવામાં આવ્યું હતું. સાઈને સવાલ કરવામાં આવ્યો હતો તને કેવો જીવનસાથી જોઈએ. સાઈએ સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે એક સારી વ્યક્તિ હોય એ જરુરી છે એની સાથે અમુક ક્વોલિટી જરુરી હોવી જોઈએ.
સાઈ પલ્લવીને કેવો પાર્ટનર જોઈએ
કૌન બનેગા કરોડપતિના મંચ પર અમિતાબ બચ્ચને જ્યારે સાઈ પલ્લવીને સવાલ પૂછ્યો હતો કે તમે લગ્ન કરવાનું નક્કી કરો તો તમે કેવા યુવક સાથે લગ્ન કરશો જવાબમાં સાઈ પલ્લવીએ કહ્યું હતું કે પહેલા એ સારી વ્યક્તિ હોવી જોઈએ. ખાસ કરીને સેલ્ફ સેન્ટર્ડ અને સ્વાર્થી તો ન હોવો જોઈએ. એવી વ્યક્તિ હોવી જોઈએ જે આત્મનિરીક્ષણ કરી શકે પોતાના કામકાજનું ધ્યાન રાખી શકે. તે પોતે ક્યાં છે અને પોતાની ભૂલોને પણ જોઈ શકે. આમ તો બહુ લાંબુ લિસ્ટ છે, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે સૌથી પહેલા તો એ સારી વ્યક્તિ હોવી જોઈએ અને કૂકિંગ આવડતું હોય તો વધુ સારું.
ડોક્ટર બનીને કઈ રીતે બની અભિનેત્રી
શો દરમિયાન અમિતાભ બચ્ચને સાઈ પલ્લવીને તેના અભ્યાસ અંગે સવાલ કર્યો હતો અને પૂછ્યું હતું કે ડોક્ટર બન્યા પછી એક્ટિંગની કારકિર્દીને શા માટે પસંદ કરી હતી એના જવાબ હસતા સાઈ પલ્લવીએ આપતા કહ્યું કે ભગવાને લખ્યું હતું મને એક્ટિંગ કરાવવા અંગે, જ્યારે એનો જવાબ સાંભળીને રણબીર કપૂરને પણ હસવાનું આવ્યું હતું અને કહ્યું હતું કે ભગવાનનું પ્રિસ્ક્રિપ્શન હતું સર કે એને એક્ટિંગ કરવાની હતી. રણબીર કપૂરનો જવાબ સાંભળીને સૌ ચાહકો હસી પડ્યા હતા અને બિગ બી પણ પેટ પકડીને હસી પડ્યા હતા. વાસ્તવમાં સાઈ પલ્લવીએ જ્યોર્જિયાની ત્બિલિસી સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાંથી મેડિકલનો અભ્યાસ કર્યો છે, પરંતુ એના પછી અભિનયનો રસ્તો પક્ડયો હતો.
માતા સીતાના અભિનયમાં છે સાઈ પલ્લવી
સાઈ પલ્લવી અત્યારે નિર્દેશક નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી રામાયણને લઈ ચર્ચામાં છે. આ ફિલ્મમાં સાઈ પલ્લવી માતા સીતાની ભૂમિકામાં છે, જ્યારે રણબીર કપૂર ભગવાન રામ અને રવિ દુબે લક્ષ્મણની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં યશ લંકાપતિ રાવણ અને સની દેઓલ હનુમાનના રોલમાં છે. રામાયણ પાર્ટ-વન દુનિયાભરમાં સિનેમાઘરમાં પાંચમી નવેમ્બરે રિલીઝ કરવામાં આવશે., જ્યારે બીજા પાર્ટની પણ તૈયારી ચાલુ છે, જે 2027ની દિવાળીમાં રિલીઝ કરવામાં આવશે.
