અભિનયના બાદશાહ નાના પાટેકરનું 75 વર્ષની વયે ગોવામાં નિધન
બોલીવુડ અને મરાઠી સિનેમાના જાણીતા અભિનેતા નાના પાટેકરના અચાનક અવસાનથી ફિલ્મ જગતમાં શોકની લહેર છવાઈ
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી વધુ એક ચોંકાવનારા સમાચાર મળ્યા છે. દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું નિધન થયું છે. નાના પાટેકરના દીકરા મલ્હાર પાટેકરે નિધન અંગે સમાચાર આપ્યા છે. 75 વર્ષના નાના પાટેકર ગોવામાં રહેતા હતા. ગોવાની મણિપાલ હોસ્પિટલમાં ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. ફિલ્મો ક્ષેત્રે શરુઆતના દિવસોમાં તેમને સંઘર્ષ કરવો પડ્યો હતો. શરુઆતમાં 35 રુપિયાથી કમાણી કરનારા નાના એક તબક્કે એક કરોડની ફી લેતા હતા.
લાઈમલાઈટથી દૂર રહેતા હતા
જોકે છાતીમાં દુખાવાની ફરિયાદ પછી મેડિકલ ટીમ ફ્લેટ પર પહોંચી હતી, જ્યાં તેઓ બેભાન અવસ્થામાં મળ્યા હતા, ત્યાર પછી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આજે સવારના 5.20 વાગ્યાના સુમારે ડોક્ટરે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. નાના પાટેકરની અચાનક એક્ઝિટને લઈ બોલીવુડના કલાકારોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. લોકોએ વિશ્વાસ કર્યો નહોતો કે નાના પાટેકર આપણી વચ્ચે રહ્યા નથી. ફિલ્મોમાં કામ કરવા છતાં લાઈમલાઈટથી દૂર રહેતા હતા નાના પાટેકર.
દમદાર અભિનયથી ઓળખ મેળવી
બોલીવુડમાં નાના પાટેકરની ઓળખ દમદાર અભિનેતા તરીકે કરવામાં આવતી હતી. પોતાની ફિલ્મી કારકિર્દીની શરુઆત 1978માં ફિલ્મ ગમનથી કરી હતી. ગમન ફિલ્મ પછી તેમણે સિંહાસન, અંકુશ, પ્રતિઘાત અને સલામ બોમ્બેમાં કામ કર્યું હતું. ક્રાંતિવીર તો તેમની કારકિર્દીની સુપરહીટ મૂવી સાબિત થઈ હતી. ક્રાંતિવીર ફિલ્મ માટે તેમને રાષ્ટ્રીય પુરસ્કાર અને ફિલ્મ ફેર એવોર્ડ પણ મળ્યો હતો. નાના પાટેકરને પદ્મશ્રી નવાજવામાં આવ્યા હતા.
એક્ટરની સાથે ઉત્તમ ડાયરેક્ટર હતા
મરાઠી ફિલ્મ નટસમ્રાટમાં તેમના અભિનયના ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા. મરાઠી ફિલ્મોમાં કામ કરવાની સાથે તેમને હિન્દી ફિલ્મોમાં કોમેડિયન અભિનેતા તરીકે પણ કામ કર્યું હતું. વેલકમમાં કામ કરીને સૌને ચોંકાવ્યા હતા. નાના પાટેકરે પરિંદા, તિરંગા, અગ્નિસાક્ષી, ખામોશીઃ ધ મ્યુઝિકલ, અપહરણ અને રાજનીતિમાં કામ કર્યું હતું. વિલનથી લઈ કોમેડિયન અને સિરિયસ અભિનેતા તરીકે શાનદાર અભિનય કર્યાં હતા. એક્ટરની સાથે તેઓ ડાયરેક્ટર અને રાઈટર તરીકે કામ કર્યું હતું.
1991માં નાના પાટેકરે પ્રહાર ધ ફાઈનલ એટેકમાં કામ કર્યું હતું. તેઓ સામાજિક કામગીરી સાથે અમુક અભિનેત્રી સાથે પણ વિવાદોમાં રહ્યા હતા. નામ ફાઉન્ડેશન મારફત મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં જળ સંરક્ષણ અને વોટરશેડ મેનેજમેન્ટ મારફત કામ કરીને હજારો ખેડૂતો માટે મદદરુપ બન્યા હતા.
નાના પાટેકરનું અસલી નામ વિશ્વનાથ હતું
પહેલી જાન્યુઆરી 1951માં મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મુરુડ ખાતે જન્મેલા નાના પાટેકરના પિતા ખેડૂત હતા. નાના પાટેકરનું અસલી નામ વિશ્વનાથ પાટેકર હતું. પરિવારમાં માતા અને મિત્રો તેમને નાના નામથી બોલાવતા હતા. પિતા છેતરાયા પછી પરિવારની હાલત કફોડી થઈ હતી, ત્યાર પછી તેઓ ખાણમાં કામ કરતા હતા. એના પછી મુંબઈના ચુનાભટ્ટી વિસ્તારમાં આવ્યા હતા, જ્યાં ફિલ્મોના પોસ્ટર્સ પેઈન્ટ કરવાનું કામ કરતા હતા એના પછી થિયેટર આર્ટિસ્ટ તરીકે જોડાયા હતા, ત્યાર પછી મરાઠી ફિલ્મોમાં કામ કર્યું હતું અને પોતાનું નામ પણ બનાવ્યું હતું.
