October 7, 2026
ટેકનોલોજી

ફેસબુકમાં મોટો બદલાવ! એપ ખોલતાં જ હવે સીધા શરૂ થશે રીલ્સ; ભારતમાં શરૂ થયું ‘Reels-First’ ટેસ્ટિંગ

Spread the love

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મેટા (Meta) પોતાના સૌથી લોકપ્રિય નેટવર્ક ફેસબુક (Facebook) ના ઇન્ટરફેસમાં મોટો બદલાવ કરવા જઈ રહ્યું છે. ભારતમાં શોર્ટ વિડિયો અને રીલ્સના વધતા ક્રેઝને ધ્યાનમાં રાખીને કંપનીએ ભારતીય યુઝર્સ માટે ‘રીલ્સ-ફર્સ્ટ’ (Reels-First) એપ એક્સપીરિયન્સનું ટેસ્ટિંગ શરૂ કર્યું છે.

આ નવા અપડેટ હેઠળ પસંદગીના યુઝર્સ જ્યારે ફેસબુક એપ ઓપન કરશે, ત્યારે તેમને પરંપરાગત ન્યૂઝ ફીડ (ટેક્સ્ટ પોસ્ટ્સ અને ફોટા) ને બદલે સીધા ફુલ-સ્ક્રીન વર્ટિકલ રીલ્સ વીડિયો દેખાશે. ટિકટોક અને ઇન્સ્ટાગ્રામની જેમ ફેસબુકને પણ સંપૂર્ણપણે વીડિયો-સેન્ટ્રિક બનાવવાની દિશામાં આ એક મોટું પગલું છે.

નવા ટેસ્ટિંગ હેઠળ જેવી એપ ઓપન થશે કે તરત જ સ્ક્રીન પર વર્ટિકલ રીલ્સ વીડિયો પ્લે થવા લાગશે. સ્ક્રીન પર “Reels are now front and center”નું નોટિફિકેશન પણ બતાવવામાં આવે છે. જોકે, આનો અર્થ એવો નથી કે જૂની પરંપરાગત ફીડ હટાવી નથી દેવાઈ. મિત્રોની પોસ્ટ્સ, ફેમિલી અપડેટ્સ અને ફોટા જોવા માટે યુઝર્સે અલગ ‘ફીડ ટેબ’ (Feed Tab) પર ટેપ કરવું પડશે. જો કોઈ યુઝરને આ નવું રીલ્સ-સેન્ટ્રિક લેઆઉટ ન ગમે, તો તેઓ સેટિંગ્સમાંથી જૂના ‘ફીડ-ફર્સ્ટ’ મોડમાં પાછા જવાનો વિકલ્પ પણ પસંદ કરી શકે છે.

ભારતમાં ટેસ્ટિંગ શરૂ કરવાનું કારણ શું છે?
40 કરોડથી વધુ એક્ટિવ યુઝર્સ સાથે ભારત મેટાનું વિશ્વનું સૌથી મોટું માર્કેટ છે. ભારતમાં શોર્ટ વીડિયો જોવાનો દર વૈશ્વિક સરેરાશ કરતાં ઘણો આગળ છે. મેટાના આંકડા મુજબ, પ્લેટફોર્મ પર યંગ એડલ્ટ યુઝર્સ પોતાનો 60 ટકાથી વધુ સમય માત્ર વિડિયો અને રીલ્સ જોવામાં વિતાવે છે. તેથી જ કંપનીએ આ ફીચરનું ટેસ્ટિંગ સીધું ભારતીય બજારથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

કન્ટેન્ટ ક્રિએટર્સને શું ફાયદો થશે?
Facebook ખુલતાં જ સીધા રીલ્સ સામે આવવાથી કન્ટેન્ટ ક્રિએટર્સના વીડિયોના વ્યુઝ અને ઓર્ગેનિક રીચમાં જબરદસ્ત વધારો થશે. વીડિયો સેગમેન્ટને પ્રાયોરિટી મળવાથી પ્રાદેશિક અને લોકલ કન્ટેન્ટ ક્રિએટર્સને નવા દર્શકો સુધી પહોંચવામાં સરળતા રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!