October 10, 2026
મનોરંજન

નાના પાટેકરની યાદમાં અમિતાભ બચ્ચને શેર કરી યાદગાર પોસ્ટ: KBCનો રેર વીડિયો વાયરલ થતાં ફેન્સ થયા ભાવુક

Spread the love

કૌન બનેગા કરોડપતિના મંચ પર નાના પાટેકરે ગાયું હતું ખાસ ગીત; ફેન્સે અમિતાભ અંતિમસંસ્કારમાં ન પહોંચવા પર ઉઠાવ્યા સવાલ

મુંબઈઃ નાના પાટેકરના અચાનક અવસાનને કારણે દુનિયાભરના ચાહકોને ઝટકો લાગ્યો છે, જેમાં કોઈ ખાણીપીણી તો કોઈએ તેમની પ્રતિભાને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતાઓએ એમની એક્ટિંગના વખાણ કર્યા હતા, જ્યારે રાજકારણીઓને પણ તેમની સાદગી પસંદ પડી હતી. નાના પાટેકર અંગે અમિતાભ બચ્ચને પણ યાદ કરીને શોક વ્યક્ત કર્યો હતો. અમિતાભ બચ્ચને તેમની યાદમાં એક ટ્વિટ કરીને સૌનું દિલ જીતી લીધું હતું અને એ પણ કૌન બનેગા કરોડપતિ (કેબીસી)ના સેટ પર અનરિલીઝ ભાગ પોસ્ટ કર્યો હતો. કેબીસીના સેટ પર નાના પાટકરે ગીત ગાઈને બચ્ચનનું દિલ જીતી લીધું હતું.

ખો-ગયા ઉસકો ભુલાતા ચલા ગયા
સોશિયલ મીડિયા પર તો મરાઠી કલાકારો, રાજકારણીઓની સાથે હિન્દી સિનેમાના અભિનેતાઓની સાથે યુટયુબર પણ નાનાની યાદ તાજી કરી રહ્યા છે ત્યારે બચ્ચને નાના પાટેકરની યાદગીરીરુપે રેર ભાગ પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં અમિતાભ બચ્ચને નાના પાટેકરના વીડિયો પોસ્ટ કર્યા હતા. વીડિયોમાં નાના પાટેકર કેબીસીના મંચ પર જોવા મળે છે અને કહે છે કે મેરી જિંદગી કા સાર હૈ-હર ફિક્ર કો ધુએં મેં ઉડાતા ચલા ગયા. જો મિલ ગયા ઉસી કો મુકદ્દર સમજ લિયા તો ખો ગયા ઉસકો ભુલાતા ચલા ગયા.

તમે તો અનેક લોકોની દુકાન બંધ કરી નાખી

https://x.com/SrBachchan/status/2108519115438854463

તમે કેમ પહોંચ્યા નહીં અંતિમસંસ્કારમાં?
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી લોકોએ તેના પર પ્રતિક્રિયા આપી હતી. લોકોએ લખ્યું હતું કે મુંબઈથી પુણે બે કલાકનો રન છે, પણ તમે અંતિમસંસ્કારમાં પહોંચ્યા નહીં. બોલીવુડના દિગ્ગજ કલાકારો પહોંચ્યા પણ તમે નહીં શા માટે. કોઈ આટલા અસંવેદનશીલ કઈ રીતે હોઈ શકે છે. માનવતા જેવું હોય કે નહીં. અહીં એ જણાવવાનું કે અમિતાભ બચ્ચન હવે બોલીવુડના સૌથી વયોવૃદ્ધ અભિનેતા છે, જેઓ 83 વર્ષના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!