July 9, 2026
ટ્રાવેલ

બ્લેક ફોરેસ્ટ: જર્મનીનું એક એવું રહસ્યમય જંગલ જ્યાં દિવસે પણ રહે છે અંધારું!

Spread the love


જર્મનીનું બ્લેક ફોરેસ્ટ એટલા કાળું જંગલ અથવા કાળુ વન દુનિયામાં જાણીતું છે. આ વનનું નામ છે, પણ એના ગુણ માટે વિશેષ જાણીતું છે. જર્મનીમાં બ્લેક ફોરેસ્ટ બાદેન-વુર્ટેમબર્ગમાં આવેલું છે. દક્ષિણ પશ્ચિમ જર્મનીના વિસ્તારોમાં આવેલું બ્લેક ફોરેસ્ટ જંગલો અને ઊંચા પહાડોથી ઘેરાયેલું છે, જ્યારે તેની નજીક એક સુંદર સી રાઈન નામની ઘાટી પણ આવેલી છે.
ચારેબાજુની હરિયાળીથી ઘેરાયેલા જંગલને બ્લેક ફોરેસ્ટનું નામ પણ રોમનોએ આપ્યું હતું, જ્યારે એક જમાનામાં આ જંગલો એટલા ગાઢ હતા કે ત્યાં સૂર્ય પ્રકાશના કિરણો પણ પહોંચતા નહોતા. ગાઢ જંગલોને કારણે દિવસ દરમિયાન પણ જંગલમાં અંધારું રહેતું હતું, તેથી તેને લોકો બ્લેક ફોરેસ્ટના નામથી ઓળખવા લાગ્યા હતા.

4,898 ફૂટની ઊંચી સપાટીએ આવેલું
દરિયાની સપાટીથી લગભગ 4,898 ફૂટની ઊંચી સપાટીએ આવેલા આ જંગલ અને પહાડોથી ઘેરાયેલું છે, જ્યારે તેની લંબાઈ લગભગ 200 કિલોમીટર અને પહોળાઈ પણ 60 કિલોમીટર છે. અહીંના જંગલમાં એક નહીં પણ અનેક તળાવો આવેલા છે, જે બ્લેક ફોરેસ્ટની કુદરતી સુંદરતામાં ઔર વધારો કરે છે. અહીં ફરનારા લોકો માટે તો આ જંગલો જન્નત હોવાનું પણ કહેવાય છે.

બાઈકિંગ કરનારા માટે લોકપ્રિય જંગલ
બ્લેક ફોરેસ્ટનો મધ્ય ભાગ એકદમ સુંદર છે, જ્યારે એની અંદરથી કિન્જિગ નદી પસાર થાય છે, જે પહાડો અને વૃક્ષોની વચ્ચેથી પસાર થતા તેની સુંદરતામાં ઔર વધારો કરે છે. ટ્રેકિંગ, બાઈકિંગ અને સ્કિઇંગ કરનારા માટે પણ અહીં વ્યવસ્થિત રસ્તાઓ પણ બનેલા છે, જે સમર અને વિન્ટર સિઝનમાં વિશેષ લોકો ફરવા માટે પણ જાય છે.

બ્લેક ફોરેસ્ટ સોસાયટીના સભ્યો રસ્તાની સુરક્ષા કરે છે
બ્લેક ફોરેસ્ટમાં બનેલા રસ્તાઓની લંબાઈ લગભગ 20,000 કિલોમીટરની છે, જ્યારે રસ્તાઓની દેખરેખનું કામકાજ બ્લેક ફોરેસ્ટ સોસાયટીના લોકો દ્વારા કરવામાં આવે છે. બ્લેક ફોરેસ્ટમાં રહેનાતી પ્રજાતિ એકથી એક ચઢિયાતી છે. જ્યાં રંગબેરંગી પક્ષીઓની સાથે જાનવરો પણ જોવા મળે છે. બ્લેક ફોરેસ્ટના લાકડા અને આભૂષણોની નક્શીકામ માટે ઉપયોગ કરાય છે, જ્યારે બ્લેક ફોરેસ્ટમાં અનેક શહેરો આવેલા છે, જે હવે પર્યટકો માટે હરવાફરવાના મહત્ત્વના લોકેશન માનવામાં આવે છે.

દુનિયાભરમાં ફેમસ ‘બ્લેક ફોરેસ્ટ પેસ્ટ્રી/કેક’ ની શરૂઆત આ જ જંગલના વિસ્તારમાંથી થઈ હતી. અહીંની સ્થાનિક ચેરી બ્રાન્ડી (Kirschwasser) તેનો મુખ્ય હિસ્સો છે. કુકુ ક્લોક (Cuckoo Clocks): આ જંગલ પરંપરાગત લાકડાની કુકુ ક્લોક (દિવાલ ઘડિયાળ) બનાવવા માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે. અહીંના સ્થાનિક કારીગરો હાથથી આ ઘડિયાળો તૈયાર કરે છે. ઉપરાંત, ફેરીટેલ કનેક્શન (ગ્રીમ બ્રધર્સ): પ્રખ્યાત ગ્રીમ બ્રધર્સની બાળવાર્તાઓ જેમ કે ‘હેન્સેલ એન્ડ ગ્રેટેલ’ (Hansel and Gretel) અને ‘રેપુંઝેલ’ (Rapunzel) ની વાર્તાઓ આ જ રહસ્યમય જંગલથી પ્રેરિત હોવાનું માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!