June 19, 2026
મનોરંજન

Happy Birthday કાજલ અગ્રવાલ: પહેલા સાઉથ પછી બોલીવુડમાં નામ કમાવ્યું, કઈ ફિલ્મથી જાણીતી બની હતી…?

Spread the love

એસએસ રાજામૌલીની ફિલ્મથી મળી ઓળખ, જાણો સાઉથ અને બોલીવુડની સુપરહીટ એક્ટ્રેસની કરિયરની રસપ્રદ વાતો
india tv
સાઉથના સિનેમાથી લઈ બોલીવુડમાં સુપરહીટ ફિલ્મો આપનારી કાજલ અગ્રવાલનો આજે છે જન્મદિવસ. મુંબઈમાં જન્મેલી પણ પોતાની કેરિયરની શરુઆત સાઉથની ફિલ્મોથી કરીને અનેક સુપરહીટ ફિલ્મો આપી હતી. એના પછી કાજલે બોલીવુડમાં દમદાર અભિનય કર્યો અને શાનદાર ફિલ્મોના ભાગ પણ રહી હતી. એટલું જ નહીં, પોતાની પહેલી સુપરહીટ કાજલે બાહુબલીના ડાયરેક્ટર એસએસ રાજામૌલી સાથે કરી હતી, ત્યારે આજના દિવસે કાજલની વ્યક્તિગત જિંદગી અને કારકિર્દી અંગે વાત કરીએ.

19 જૂન, 1985માં મુંબઈમાં જન્મેલી કાજલ બાળપણથી મોડલિંગ અને ફેશન શોમાં ભાગ લીધો અને એના પછી માસ કોમ્યુનિકેશનની ડિગ્રી લીધા પછી ફિલ્મી દુનિયામાં પણ ભાગ લેવા માટે તક શોધતી રહી હતી. શરુઆતમાં બોલુવડમાં નાનો રોલ પણ કર્યો હતો, પરંતુ મૂળ શરુઆત તો છેક સાઉથથી કરી હતી.
કાજલ અગ્રવાલની અભિનેત્રી તરીકેની પહેલી ફિલ્મ 2007માં આવી હતી. લક્ષ્મી કલ્યાણમ ફિલ્મમાં કામ કરીને પોતાના અભિનયની પ્રતિભા બતાવી. એના પછી 2009માં ડાયરેક્ટર એસએસ રાજમૌલીની ફિલ્મ મગધીરામાં કાજલે રામચરણની સાથે કામ કર્યું હતું અને ફિલ્મ સુપરહીટ રહી હતી. કાજલે મગધીરામાં કામ કર્યું અને સાઉથની ફિલ્મોમાં માઈલસ્ટોન સાબિત થઈ હતી.

કાજલ અગ્રવાલે બોલિવૂડ ડેબ્યુ અજય દેવગનની ફિલ્મ ‘સિંઘમ’થી નહીં, પરંતુ વર્ષ 2004ની ફિલ્મ ‘ક્યોં! હો ગયા ના…’થી કર્યું હતું. આમાં તેણે ઐશ્વર્યા રાયની ફ્રેન્ડની ભૂમિકા ભજવી હતી. જણાવી દઈએ કે કાજલ અગ્રવાલને આ ફિલ્મ ‘બાહુબલી’ એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટીના ઇનકાર બાદ મળી હતી. મેકર્સે કાજલ પહેલા સિંઘમ માટે અનુષ્કા શેટ્ટીનો સંપર્ક કર્યો હતો. કાજલ હજુ પણ ફિલ્મ જગતમાં સક્રિય છે અને સોશિયલ મીડિયા પર પણ તે પોતાના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. હવે અભિનેત્રી ફિલ્મ ‘ધ ઇન્ડિયા સ્ટોરી’માં શ્રેયસ તળપદે સાથે જોવા મળશે. આ ફિલ્મ 26 જુલાઈએ થિયેટરોમાં રિલીઝ થશે.

કાજલએ અત્યાર સુધીમાં પોતાની કારકિર્દીમાં 66થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું, જેમાં સાઉથ સહિત અનેક બોલીવુડની ફિલ્મોનો પણ સમાવેશ થાય છે. 2011માં આવેલી સિંઘમમાં પણ કાજલએ શાનદાર અભિનય કર્યો હતો. બોકસઓફિસ પર પણ સુપરહીટ ફિલ્મ રહી હતી. એના સિવાય કાજલે અક્ષયકુમાર સાથે સ્પેશિયલ 26માં કામ કર્યું હતું. માતા બન્યા પછી હવે ફરી ફિલ્મમાં પણ કામ કરવાનું શરુ કર્યું છે. આજના જન્મદિવસ નિમિત્તે ચાલો કાજલ અગ્રવાલને આપીએ જન્મદિવસની શુભકામનાઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!