IRCTCની ખાસ ઓફર: 6 જ્યોતિર્લિંગ અને શિરડીના દર્શન
રેલવેની ‘ભારત ગૌરવ ટ્રેન’ સાથે કરો 12 દિવસની અત્યાધુનિક સુવિધાઓ સભર ધાર્મિક યાત્રા
ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા અને શ્રદ્ધાળુઓને સુવિધા આપવા માટે ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી)એ છ જ્યોતિર્લિંગ અને શિરડી દર્શન માટે એક ટૂરિઝમ ટ્રેન દોડાવશે. ભારત સરકારે દેખો અપના દેશ અને એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાન અન્વયે આ ગૌરવ ટ્રેન 11 મેથી ઓડિશાના ઝારસુગુડાથી 11 નાઈટ અને 12 દિવસની યાત્રાએ રવાના થશે. પટના જંક્શનથી 11મી મેના સાંજના પહોંચશે અને રાતના ત્યાંથી રવાના થશે.
ટ્રેનની વિશેષતાની વાત કરીએ તો ટ્રેનમાં કૂલ 14 કોચ હશે. આધુનિક કોચમાં સ્લીપર, થર્ડ એસી અને એસી ટૂ ટાયર પણ કોચ હશે. આ ટૂરના પેકેજમાં હોટેલ અને લોકેશન ટૂ હોટેલ રિર્ટન લોકેશન માટે વ્હિકલ પણ ઉપલબ્ધ હશે.
આ ટ્રેનના પેકેજ લોકેશનમાં ઉજ્જૈનથી મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, સોમનાથ, દ્વારકાધીશ મંદિર, નાગેશ્વર, શિરડી સાઈબાબા, ત્ર્યમ્બકેશ્વર અને ધૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગના દર્શનનો લાભ પ્રવાસીઓને મળશે. ટ્રેનના સ્લીપર કોચમાં અનેક બર્થ હટાવવીને મંદિરના માફક પૂજાનો મંડર બનાવ્યો છે, જ્યાં શ્રદ્ધાળુઓ ભજન-કીર્તન પણ કરી શકશે. ટ્રેનમાં ઢોલ, મંજિરા અને ભજન કીર્તનનો સામાન પણ રાખવામાં આવ્યો છે, જ્યારે ટ્રેનમાં ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહેશે, જેથી પ્રવાસીઓને કોઈ તકલીફ પડે નહીં.
સુરક્ષાની વાત કરીએ તો ટ્રેનના પ્રત્યેક કોચમાં સિક્યોરિટી ગાર્ડ અને ટૂર એસ્કોર્ટ પર હાજર રહેશે, જ્યારે પૂરી યાત્રા વખતે આઈઆરસીટીસીના અધિકારીને પણ તહેનાત રાખવામાં આવશે. આ યાત્રાના કેટેગરી પ્રમાણે ફેર રાખવામાં આવ્યું છે. સ્લીપર ક્લાસના પ્રત્યેકપ્રવાસીએ 23,315 રુપિયા, થર્ડએસી માટે 41,570, સેકન્ડ એસી માટે 50,410 રુપિયા નિધાર્રિત કરવામાં આવ્યા છે. બુકિંગ માટે યાત્રાળુઓ ખાસ કરીને આઈઆરસીટીસીની વેબસાઈટ સંપર્ક કરી શકે છે, જ્યારે સત્તાવાર વેબસાઈટ પરના અધિકૃત નંબરનો સંપર્ક કરી શકો છો.
