November 6, 2026
ટોપ ન્યુઝમની મેનેજમેન્ટ

ટ્રમ્પની હાર પછી અમેરિકન બજારમાં સુનામી, શું ભારતીય શેરબજાર બની ગયું છે રોકાણકારો માટે સેફ હેવન?

Spread the love

અમેરિકાના શેરબજારમાં ૨.૫ ટ્રિલિયન ડોલરનું ધોવાણ અને સોના–ચાંદીમાં કડાકો બોલાયો, જ્યારે ભારતીય બજારમાં તેજી

અમેરિકાની મિડ ટર્મ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટી પાણીમાં બેઠી છે, એના પછી ટ્રમ્પ પોતાના નિર્ણયો અંગે મક્કમ છે અને ઈરાન સામે પણ બાંયો ચઢાવી બેઠા છે, પરંતુ એનાથી વિપરીત અમેરિકન શેરબજારમાં નિરંતર ધોવાણ ચાલી રહ્યું છે. માર્કેટમાં અફડાતફડી વચ્ચે અમેરિકાના મહત્ત્વના બેન્ચમાર્ક ડાઉ જોન્સમાં ધોવાણ થયું હતું, જેમાં એકધારી વેચવાલીને કારણે 55 મિનિટમાં એસએન્ડ પી 500ની માર્કેટ વેલ્યુ 2.3 ટ્રિલિયન ડોલરનો ઘટાડો થયો હતો. બજારમાં અસ્થિરતા વચ્ચે નેસ્ડેક 100માં ધોવાણ થવાથી માર્કેટ કેપમાં 2.5 ટ્રિલિયન ડોલરનું ધોવાણ થયું હતું.

શેરબજારમાં કડાકા વચ્ચે અમેરિકન બોન્ડ યિલ્ડમાં પણ ફેરફાર જોવા મળ્યો હતો. 10 વર્ષના અમેરિકન ટ્રેઝરી નોટની યિલ્ડ ફક્ત સાત બેસિસ પોઈન્ટ નીચે આવી છે. શેરબજારમાં જોરદાર ઘટાડા અને વોલિટિલિટી વચ્ચે 19 મહિનાનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. નેસ્ડેક કોમ્પોઝિટ પણ પોતાના રેકોર્ડ બ્રેક હાઈ ક્લોઝથી 10 ટકા નીચે તૂટ્યો છે.

ઘરઆંગણાના માર્કેટમાં ધનતેસર હોવા છતાં સોના ચાંદીમાં ઘટાડો જોવા મળ્યો છે. આજના દિવસે નફારુપી વેચવાલી અને વૈશ્વિક અસ્થિરતા વચ્ચે સોનાચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ચાંદીના માર્કેટમાં પણ બજાર ખૂલતા 1.85 લાખની સપાટીએ ઓપન થયું હતું, જે અગાઉ 1.87 લાખ હતું. બીજી બાજુ સોનાના ભાવમાં શરુઆતમાં ગાબડા પડ્યા હતા. સોનાના ભાવ 1.44 લાખ રુપાયની સપાટીએ હતા, જે આજે 1.42 લાખ રુપિયાના મથાળે ઓપન રહ્યા હતા. વૈશ્વિક માર્કેટમાં ડોલરની મજબૂત સ્થિતિ અને પ્રોફિટ બુકિંગના કારણે બુલિયન માર્કેટમાં અસ્થિરતાનો માહોલ છે એવું નિષ્ણાતોએ જણાવ્યું હતું.

વૈશ્વિક માર્કેટથી વિપરીત ભારતીય શેરબજારમાં પણ છેલ્લા અઠવાડિયાથી તેજી જોવા મળી હતી, પરિણામે આજે પણ ઉછાળા રહ્યા છે. આઠ મહિના પછી સેન્સેક્સ-નિફ્ટીમાં તેજી જોવા મળી છે. 30 શેરના બેન્ચમાર્ક સેન્સેક્સ 80,000 પોઈન્ટના મથાળે પાર કર્યો છે, જે સાત દિવસમાં આઠ ટકાથી વધુ તેજી જોવા મળી છે. માર્કેટમાં મોટા ખરીદદાર એફઆઈઆઈએ પણ સાત દિવસમાં 32,210 કરોડ રુપિયાની સૌથી મોટી ખરીદદારી કરી હતી. બીજી બાજુ વૈશ્વિક માર્કેટમાં અમેરિકા, જાપાન અને કોરિયાના માર્કેટમાં મોટા ગાબડા પડ્યા છે. વૈશ્વિક સ્ટોકમાર્કેટમાં અમેરિકાના ઈન્ડેક્સ પાંચ ટકાથી વધુ તૂટ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!