શેરબજારમાં અફડાતફડી વચ્ચે સોનાના ભાવમાં તોતિંગ ઘટાડાના એંધાણ: ભાવ ₹1 લાખથી નીચે જઈ શકે!
વૈશ્વિક માર્કેટમાં મંદી અને રૂપિયો મજબૂત થતાં સોના-ચાંદીમાં મોટા કલેક્શનની શક્યતા, નવા રોકાણકારો માટે ખરીદીની સોનેરી તક
શેરબજારમાં અફડાતફડી વચ્ચે કરન્સી માર્કેટમાં રુપિયાની મજબૂતાઈ સાથે સોનાચાંદીમાં જોરદાર ડાઉનફોલ જોવા મળી રહ્યો છે. સોનામાં રોકાણકારો માટે જોકે સારા સમાચાર છે કે ઘટાડાને કારણે તહેવારોમાં નવી ખરીદદારી વધી શકે છે. દશેરા નહીં તો હવે લાભપાંચમ વખતે સોનાચાંદીની ખરીદીનું ચલણ વધી શકે છે, પરંતુ હજુ માર્કેટના નિષ્ણાતો કહે છે કે આગામી દિવસોમાં સોનાના ભાવમાં તોતિંગ ઘટાડો નોંધાઈ સખે છે.
નવા રોકાણકારો કે લાંબા ગાળે રોકાણ કરનારા માટે સારા સમાચાર છે કે હજુ સોનાચાંદીમાં કરેક્શન આવી શકે છે. જાન્યુઆરી 2026માં ઐતિહાસિક મથાળેથી ઘટીને હવે ઘટીને એક લાખ નજીક પહોંચી શકે અથવા એનાથી નીચે જઈ શકે છે. સોનાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જ્યારે વૈશ્વિક માર્કેટમાં સોનાના ભાવ 4,1500 અમેરિકન ડોલરના મથાળે રહ્યા છે.
ભારતીય રુપિયાની વાત કરીએ તો 10 ગ્રામ સોનાના ભાવ 1.26 લાખ રુપિયાના મથાળે રહ્યા હતા. હવે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે આગામી દિવસોમાં સોનાના ભાવમાં મોટું કરેક્શન આવતા 20થી 25,000 ઘટાડો નોંધાી શકે છે. બેંક ઓફ અમેરિકાના દાવા અનુસાર વૈશ્વિકસ્તરે વધતી અસ્થિરતાને કારણે સોનાના ભાવમાં ઘટાડા પછી ઔંસદીઠ 3,700 અમેરિકન ડોલર સુધી પહોંચી શકે છે, જે ભારતમાં લગભગ 10 ગ્રામદીઠ 1.10 લાખ રુપિયાની આસપાસ પહોંચી શકે છે, જે ઘટીને એક લાખ સુધી પહોંચી શકે છે.
બેંકના દાવા અનુસાર છેલ્લા કેટલાક વર્ષોથી સોનામાં તેજી આવ્યા પછી હવે એના ઊંચા મથાળેથી નીચે જાય તો એમાં નવાઈ નથી. જાન્યુઆરી 2026માં સોનાના ભાવ વધીને ઔંસદીઠ 5,595 અમેરિકન ડોલરે પહોંચ્યા હતા, ત્યાર પછી એમાં કોઈ વધારો થયો નથી, જેથી હવે ઊંચા મથાળેથી પણ નીચે પહોંચીને રોકાણકારો નફો રળી શકે છે. બેંકના દાવા અનુસાર સોનું 4,697 અમેરિકન ડોલરના મથાળે પાર કરશે નહીં ત્યાં સુધી ઘટાડાની શંકા રહેશે. જાન્યુઆરીના ઊંચા મથાળેથી ઘટી શકે છે.
સોનામાં હજુ ખરીદી નહીં કરવી હોય તો બીજા લેવલ પર સોનું બુક કરાવી શકો છો. 4,000 અમેરિકન ડોલરથી નીચે જાય અથવા 3,700 કે 3,500 ડોલરની આસપાસ પહોંચ્યા પછી તમે રોકાણ કરી શકો છો. બેંકના રિસર્ચ રિપોર્ટ અનુસાર ગોલ્ડ માટે છેક 3,200 ડોલરનું મહત્ત્વપૂર્ણ રહી શકે છે, જે ભારતીય રુપિયામાં 10 ગ્રામદીઠ 98,000 રુપિયા સુધી પહોંચી શકે છે. જોકે, માર્કેટના રિપોર્ટ વચ્ચે પણ મુંબઈ સહિત દિલ્હીમાં દશેરા વખતે પણ ભાવ ઘટાડો નોંધાયો હતો. બીજી બાજુ કરન્સી માર્કેટમાં રુપિયામાં ધીમે ધીમે મજબૂતાઈ આવે છે, જેથી એનો સપોર્ટ મળી શકે છે.
