October 21, 2026
ટોપ ન્યુઝનેશનલ

પહેલી નવેમ્બરથી CISFમાં ઐતિહાસિક ફેરફાર! સંસદ, એરપોર્ટ અને પોર્ટ્સને મળશે સ્પેશિયલ કમાન્ડ સુરક્ષા

Spread the love

કેન્દ્રીય ગૃહ મંત્રાલયની મંજૂરી બાદ હવે ભૌગોલિક ઝોનને બદલે ક્ષેત્રવાર વિશિષ્ટ જરૂરિયાતો મુજબ CISF સુરક્ષાનું સંચાલન કરશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ઓફિશિયલ મંજૂરી બાદ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) આગામી પહેલી નવેમ્બર, 2026થી પોતાની વહીવટી અને ઓપરેશનલ સિસ્ટમમાં એક મોટો ઐતિહાસિક બદલાવ કરવા જઈ રહ્યું છે. અત્યાર સુધી ભૌગોલિક વિસ્તારો (નોર્થ, સાઉથ, વેસ્ટ વગેરે ઝોન)ના આધારે કામ કરતું આ અર્ધલશ્કરી દળ હવે દેશમાં પ્રથમવાર સંસ્થાકીય વિશિષ્ટ જરૂરિયાતો અને કાર્યક્ષેત્રના આધારે સંચાલિત થશે. આનો અર્થ એ થયો કે દેશના કોઈ પણ ખૂણામાં આવેલી એક સરખી મહત્વની સંસ્થાઓ હવે કોઈ અલગ-અલગ ભૌગોલિક વડાને બદલે તે ક્ષેત્ર માટે રચાયેલી એક જ વિશેષ કમાન્ડ હેઠળ કામ કરશે.

ઐતિહાસિક સ્મારકો, સંગ્રહાલયો અને સંસદ ભવનનું પુનર્ગઠન
સ્પેશિયલ NCR સેક્ટર: નવા માળખા હેઠળ દિલ્હી NCR ક્ષેત્રનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે. તેને હવે ‘સરકારી ઇમારતો, મ્યુઝિયમ, સ્મારક અને માસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ સેક્ટર’ નામ અપાયું છે, જેનું મુખ્ય મથક નવી દિલ્હીમાં રહેશે.

. તાજમહેલથી લાલ કિલ્લા સુધી સુરક્ષા: દુનિયાભરમાંથી આવતા પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર આગ્રાનો તાજમહેલ હોય કે દિલ્હીનો ઐતિહાસિક લાલ કિલ્લો—આ તમામ વૈશ્વિક ધરોહરની સુરક્ષા CISF ના હવાલે છે.
. સંસદ ભવન: દેશના સૌથી સંવેદનશીલ અને સર્વોચ્ચ લોકશાહી ભવન એટલે કે ભારતીય સંસદ પરિસરની સુરક્ષાની કમાન પણ CISF પાસે જ રહેશે.

. 72થી વધુ એરપોર્ટ્સ અને મેટ્રો નેટવર્કની એવિએશન સિક્યોરિટી
. વિમાની મથકો: હાલ CISF દેશના 72થી વધુ નાગરિક એરપોર્ટ પર પેસેન્જર સ્ક્રિનિંગ, સામાન ચેકિંગ અને એક્સેસ કંટ્રોલની અભેદ સુરક્ષા સંભાળે છે.
. નવા કમાન્ડ મેનેજમેન્ટ: પહેલી નવેમ્બરથી લાગુ થનારા ફેરફાર હેઠળ દિલ્હી અને બેંગલુરુ ખાતે કાર્યરત ‘એરપોર્ટ-1’ અને ‘એરપોર્ટ-2’ના ખાસ મેનેજમેન્ટને વધુ મજબૂત બનાવી ચાલુ રાખવામાં આવશે.
. દિલ્હી મેટ્રો: દરરોજ લાખો મુસાફરોની અવરજવર ધરાવતી દિલ્હી મેટ્રો રેલ (DMRC)ની લાઇફલાઇન સુરક્ષા પણ આ જ દળના હાથમાં રહેશે.

દરિયાઈ વેપાર અને બંદરો માટે સમર્પિત કમાન્ડ
. દેશના દરિયાઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રમુખ સી-પોર્ટ્સને બાહ્ય ખતરાઓથી સુરક્ષિત કરવા માટે જૂના ભૌગોલિક વેસ્ટર્ન સેક્ટર (મુંબઈ) અને સાઉથ સેક્ટર (ચેન્નાઈ)ને વિસર્જિત કરી બે નવા વિશિષ્ટ કમાન્ડ બનાવાયા છે: વેસ્ટ કોસ્ટ પોર્ટ કમાન્ડ અને વેસ્ટ કોસ્ટ પોર્ટ કમાન્ડ
આનાથી દેશના તમામ મોટા બંદરોનું સંચાલન એવા કમાન્ડરોના હાથમાં આવશે જેઓ ખાસ કરીને દરિયાઈ સુરક્ષા અને કોસ્ટલ થ્રેટ્સના નિષ્ણાત છે.

ઊર્જા, સ્પેસ, કોલસો અને સ્ટીલ જેવા મુખ્ય ઔદ્યોગિક ક્ષેત્રો
1969માં CISFની સ્થાપના દેશના મહત્વપૂર્ણ ઔદ્યોગિક એકમોના રક્ષણ માટે કરવામાં આવી હતી. આજે ઇસરો (ISRO), ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC), પાવર ગ્રીડ અને ઓઇલ રિફાઇનરીઓ આ દળના સુરક્ષા કવચ હેઠળ છે. આ ક્ષેત્રો માટે પહેલી નવેમ્બરથી સમર્પિત ફંક્શનલ કમાન્ડ્સ સક્રિય થશે:
. કોલસા સેક્ટર કમાન્ડ: રાંચી (ઝારખંડ)
. સ્ટીલ સેક્ટર કમાન્ડ: ભિલાઈ (છત્તીસગઢ)
. પેટ્રોલિયમ અને ગેસ સેક્ટર કમાન્ડ: ગુવાહાટી (આસામ)
. પાવર (ઊર્જા) સેક્ટર કમાન્ડ: નવી દિલ્હી અને કોલકાતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!