સરકારી તિજોરી કેવી રીતે છલકાય છે? પેટ્રોલ, દારૂ અને ટેક્સથી કેટલી થાય છે કમાણી?
દેશની અર્થવ્યવસ્થા અને સરકારી ખજાનાને મજબૂત બનાવતા મુખ્ય કરવેરા સ્ત્રોતો, પેટ્રોલ-ડીઝલની એક્સાઈઝ ડ્યુટી અને દારૂના વેચાણથી થતી કમાણી વિશે જાણો રસપ્રદ વિગતો
દેશની અર્થવ્યવસ્થાને ચલાવવા અને વિભિન્ન વિકાસ યોજનાઓને સાર્થક કરવા માટે સરકારને મોટા નાણાકીય ભંડોળની આવશ્યક્તા રહે છે. જાહેર સેવા, પરંપરાગત માળખાના નિર્માણની સાથે સુરક્ષા જેવા કાર્યમાં કરેલા ખર્ચમાંથી છેવટે આવક થાય છે. દેશી કૂલ આવકનો સૌથી મોટો હિસ્સો કરવેરામાંથી મળે છે, જે સૌથી મોટો સ્ત્રોત છે. જોકે, મુખ્ય કરવેરાના માળખામાં પેટ્રોલ-ડીઝલ અને દારુ જેવા મુખ્ય ઉત્પાદન છે, જેમાંથી કેન્દ્ર અને રાજ્ય સરકારની તિજોરીમાં વધુ પૈસા પણ મળે છે તો જાણીએ સરકારી તિજોરી છલકાવવા માટે અલગ અલગ કયા સેક્ટર મદદરુપ બને છે.
સરકારી આવકનો પાયો મુખ્યત્વે બે પ્રકારના કરવેરા આધારિત હોય છે એક તો પ્રત્યક્ષ અને પરોક્ષ કર. પરોક્ષ કરવેરામાં વસ્તુ અને સેવા કર (જી.એસ.ટી.) સરકારની કુલ કર આવકનો સૌથી મોટો હિસ્સો બનાવે છે, જે દેશભરમાં વસ્તુઓ અને સેવાઓની વેચાણ પર વસૂલવામાં આવે છે. જ્યારે બીજી તરફ, સામાન્ય નાગરિકોની વ્યક્તિગત કમાણી પર લાગતો આવકવેરો અને કંપનીઓના વાર્ષિક નફા પર વસૂલાતો કોર્પોરેટ ટેક્સ કેન્દ્ર સરકારના પ્રત્યક્ષ કર સંગ્રહના મુખ્ય સ્તંભ છે. આમ આ આખા કરવેરાનું માળખું મળીને દેશના અંદાજપત્રને મજબૂતી પ્રદાન કરે છે.
પેટ્રોલ અને ડીઝલથી થતી ભારે-ભરખમ આવક
બળતણનું વેચાણ કેન્દ્ર અને રાજ્યો બંને માટે મહેસૂલનો એક અત્યંત ભરોસાપાત્ર સ્ત્રોત છે. પેટ્રોલ અને ડીઝલ પર કેન્દ્ર સરકાર ઉત્પાદ શુલ્ક (એક્સાઈઝ ડ્યુટી)ની સાથે-સાથે વિશેષ સેસ અને સરચાર્જ લગાવે છે, જ્યારે રાજ્ય સરકારો તેના પર વેટ વસૂલે છે. પ્રતિ લિટર બળતણના વેચાણ પર કેન્દ્ર સરકાર લગભગ 21.90 રૂપિયા ઉત્પાદ શુલ્ક લે છે, જ્યારે રાજ્યો સરેરાશ 15 થી 25 રૂપિયા સુધી વેટ લગાવે છે. આ પ્રકારે ગ્રાહક દ્વારા ચૂકવવામાં આવતી અંતિમ છૂટક કિંમતનો 35થી 50 ટકા હિસ્સો સીધો સરકારી ખજાનામાં કર તરીકે જમા થાય છે.
દારૂના વેચાણથી મળતી એક્સાઈઝ ડ્યુટીનો હિસ્સો ત્રીજા નંબર
રાજ્યોના ટેક્સ રેવેન્યુમાં દારૂના વેચાણથી મળતી એક્સાઈઝ ડ્યુટીનો હિસ્સો ત્રીજા નંબર પર છે. CAGનો 2024-25નો અહેવાલ જણાવે છે કે રાજ્યોના ટેક્સ રેવેન્યુમાં સૌથી વધુ 44% હિસ્સો જી.એસ.ટી.નો અને ત્યારબાદ 21% સેલ્સ કે વેટ (VAT)નો છે. આ પછી એક્સાઈઝ ડ્યુટીનો હિસ્સો લગભગ 14% છે. દારૂ પર લાગતી એક્સાઈઝ ડ્યુટીથી સૌથી વધુ કમાણી ઉત્તર પ્રદેશ(UP)ને થાય છે.
રાજ્યોની એક્સાઈઝ ડ્યુટીથી થતી કમાણી 173% સુધી વધી ગઈ
આર.બી.આઈ. (RBI)vા અહેવાલ મુજબ, 2025-26માં ઉત્તર પ્રદેશને 63 હજાર કરોડ રૂપિયાની એક્સાઈઝ ડ્યુટી મળવાનું અનુમાન છે. ઉત્તર પ્રદેશ પછી કર્ણાટક (40,000 કરોડ), મહારાષ્ટ્ર (32,575 કરોડ), આંધ્ર પ્રદેશ (27,097 કરોડ), પશ્ચિમ બંગાળ (22,550 કરોડ), તેલંગાણા (27,623 કરોડ), મધ્ય પ્રદેશ (17,500 કરોડ) અને રાજસ્થાન (19,720 કરોડ)નો નંબર આવે છે. CAGનો અહેવાલ જણાવે છે કે 2015-16થી 2024-25ના 10 વર્ષોમાં તમામ રાજ્યોની એક્સાઈઝ ડ્યુટીથી થતી કમાણી 173% સુધી વધી ગઈ છે.
