Badshah Divorce: બીજી પત્ની ઈશા રિખીથી અલગ થયો બાદશાહ, સોશિયલ મીડિયા પર ઈમોશનલ નોટ શેર કરી
જાણીતા રેપર અને મ્યુઝિક કમ્પોઝર બાદશાહની વ્યક્તિ જીવનને લઈ ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે. બાદશાહ અને તેની બીજી પત્ની એક્ટ્રેસ કમ મોડલ ઈશા રિખીએ લગ્નના થોડા જ મહિનામાં અલગ થવાનો નિર્ણય લીધો છે. અગાઉ ગયા અઠવાડિયા દરમિયાન બંને વચ્ચે અણબનાવ હોવાના અહેવાલ મળ્યા હતા, પરંતુ આજે સત્તાવાર રીતે મૌન તોડ્યું છે. ઈશા રિખી અને બાદશાહે સંયુક્ત નિવેદન આપીને જાહેરાત કરી છે.
સૌને અપીલ છે કે સંબંધોને કોઈ ઠેસ પહોંચાડે નહીં
ઈન્સ્ટાગ્રામ પરના નિવેદન બંનેએ સ્પષ્ટ કર્યું છે આ નિર્ણય કોઈ ઉતાવળમાં લેવામાં આવ્યો નથી, પરંતુ બંનેની પરસ્પરની સમંતિ અને સન્માન સાથે લેવામાં આવ્યો છે. બંનેના નિવેદનમાં જણાવ્યું છે કે અમે બંનેએ અલગ થવાનો અને જિંદગીમાં આગળ વધવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પરસ્પરની સૂઝબૂઝ સાથે લેવામાં આવ્યો છે. અત્યારના મુશ્કેલ સંજોગોમાં બંનેની પ્રાઈવસીનું સન્માન કરવાની અપીલ કરી છે, જે અમારા માટે અંતિમ નિર્ણય છે. અમે સૌને અપીલ કરીએ છીએ કે અમારા સંબંધોને લઈને મનઘડત અથવા કોઈ અટકળો લગાવવી નહીં.
આ નિવેદન પહેલાથી બંને સંબંધોમાં વિવાદ ઊભા થયા હતા. સોશિયલ મીડિયા પર ઈશાએ પોસ્ટ લખ્યું હતું કે અમુક વિવાદ ફક્ત શરીર પર નિશાન છોડતા નથી. હું લાંબા સમય સુધી એટલા માટે શાંત રહી હતી કે હું ડરેલી હતી અને લાગતું હતું કે મારા પતિ પાસે વધુ પ્રભાવ, શક્તિ અને સાધન છે, તેથી મેં ચૂપ રહેવાનો સુરક્ષિત રસ્તો માન્યો હતો, પરંતુ મારે મૌન રહેવાનું પણ યોગ્ય લાગ્યું નહોતું.

સોશિયલ મીડિયા પર સવાલ, સંબંધો કેમ ટકતા નથી
રેપર બાદશાહ અને ઈશા રેખીએ માર્ચ મહિનામાં જ લગ્ન કર્યા હતા, જ્યારે ઈશાની મધર પૂનમ રેખીએ લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી દીધા હતા. આ વીડિયો શેર કરવામાં આવ્યા પછી એના પર બાદશાહે પણ કમેન્ટ કરી હતી, પરંતુ હવે સવાલ એ છે કે આ લગ્ન-રિલેશન માંડ પાંચ મહિના પણ ટક્યા નથી. તમારી જાણ ખાતર જણાવી દઈએ કે ઈશાએ બાદશાહની બીજી પત્ની બની હતી. જાસ્મીન મસીહની સાથે 2020માં બાદશાહે છૂટાછેડા આપ્યા હતા, જ્યારે હવે બીજા લગ્ન પણ માંડ પાંચ મહિના ટક્યા નથી, ત્યારે સોશિયલ મીડિયા પર લોકોએ સવાલ કર્યા આજના જમાનામાં લગ્નો કે સંબંધો હવે કેમ ટકતા નથી.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું વધુ એક સૌથી ટૂંકું લગ્નજીવન
ઈશા રિખી અને બાદશાહ પહેલા કરણ સિંહ ગ્રોવર અને શ્રદ્ધા નિગમના દસ મહિના જ લગ્ન થયા હતા. 2008માં કરણ સિંહ ગ્રોવરે 10 મહિનામાં ટીવી અભિનેત્રી શ્રદ્ધાથી અલગ થયો હતો, જ્યારે એના પછી 12 મહિનામાં પુલકિત સમ્રાટ અને શ્વેતા રોહિરા લગ્નના બે વર્ષમાં છૂટા થયા હતા. મનીષા કોઈરાલા અને નેપાળના બિઝનેસમેન સમ્રાટ દહલ પણ 2012 (બે વર્ષ)માં છૂટા થયા હતા. ઉપરાંત, ટીવી ઈન્ડસ્ટ્રીના અલી મર્ચંટ અને સારા ખાને બે મહિનામાં છૂટા થયા હતા. 2010માં રિયાલિટી શો બિગ બોસના નેશનલ ટેલિવિઝન પર લગ્ન કર્યાં હતા, પરંતુ શોમાંથી બહાર આવ્યા પછી બંને બે મહિનામાં અલગ થયા હતા.
