અન્નુ કપૂરનો ઘટસ્ફોટ: ઓમ પુરીએ ગર્ભવતી બહેનને છેતરી હતી
લગ્નના ગણતરીના મહિનાઓમાં જ ઓમ પુરીના અફેરની જાણ થતા સીમા કપૂરની જિંદગી વિખેરાઈ ગઈ હતી
હિન્દી સિનેમાના શાનદાર કલાકારોમાં ઓમ પુરીનું નામ બહુ સન્માનપૂર્વક લેવામાં આવે છે તેમણે પોતાની એક્ટિંગથી ઈન્ડસ્ટ્રીમાં આગવી ઓળખ બનાવી હતી, પરંતુ પર્સનલ લાઈફને લઈ બહુ ચર્ચામાં રહ્યા હતા, જેને લઈ જાણીતા કલાકારે નવો દાવો કર્યો છે. અભિનેતા અન્નુ કપૂરે પોતાની બહેન સીમા કપૂર અને ઓમ પુરીના લગ્ન અંગેનો એક ચોંકાવનારો દાવો કર્યો હતો. અન્નુ કપૂરે એક ઈન્ટરવ્યૂમાં બંને વચ્ચેના સંબંધોમાં એક કડવી વાત કરીને ચર્ચામાં આવ્યા છે.
અન્નુ કપૂરે જણાવ્યું કે તેની બહેન સીમા કપૂરે ઓમ પૂરી સાથે લગ્ન કર્યા હતા. શરુઆતમાં તો બધુ બરાબર હતું, પરંતુ થોડા સમયમાં બંનેના સંબંધોમાં અવરોધ ઊભો થયો હતો અને એની એમને ખબર પડી હતી કે ઓમ પુરીનું અફેર ચાલી રહ્યું હતું. આ વાત જાણીને પરિવારની ઊંઘ હરામ થઈ ગઈ હતી, જેની મોટી અસર સીમા કપૂર પર પડી હતી, કારણ કે એ વખતે ગર્ભવતિ હતી. આ મુશ્કેલ સંજોગોમાં તેમનો સાથ છોડી દેવાનું આજ સુધી એ પીડા રહી છે. ઈન્ટરવ્યૂમાં અન્નુ કપૂરે કહ્યું કે ઓમ પુરી શ્રેષ્ઠ અભિનેતા હતા તથા તેમના જેવા બીજા કોઈ કલાકાર પણ નથી, પરંતુ એ વાત સાવ અલગ હતી.
બહેનને પીડાને યાદ કરતા ઈમોશનલ થઈને અન્નુ કપૂરે કહ્યું કે ઓમ પુરીએ એક મહિલાનો વિશ્વાસઘાત કર્યો હતો. ભાઈ હોવાને નાતે તે પોતાની બહેનની પીડાને સમજે છે. અમુક એવી વાતો હતી જે સ્વીકારવાનું ખોટું હતું અને સરળ પણ નહોતું. એ પીડા આજે પણ હૃદયમાં સચવાયેલી છે. અન્નુ કપૂરે કહ્યું કે લગ્ન બહુ સમય સુધી ટક્યા નહોતા. બે મહિનામાં બંને અલગ થઈ ગયા હતા. સીમા કપૂરને જ્યારે ખબર પડી ત્યારે તેને સૌથી મોટો ઝટકો લાગ્યો હતો.
એક બાજુ લગ્ન તૂટવાના હતા, જ્યારે બીજી બાજુ તે પ્રેગનન્ટ હતી. તેને એ વખતે મદદની જરુરિયાત હતી, પરંતુ એ તમામ વાતોની તેનાથી વિરુદ્ધમાં હતી. એ સંજોગોમાં મારી બહેનને એકલા રહેવું પડ્યું અને અનકે પીડાઓ ભોગવી હતી. વર્ષો પછી જ્યારે ઓમ પુરીની તબિયત ખરાબ થઈ ત્યારે સીમાએ સંભાળ લીધી હતી. આ વાતને લઈ મને ગુસ્સો આવ્યો હતો. અન્નુ કપૂરે કહ્યું કે જ્યારે શરીર નબળું થયું ત્યારે પાછા આવ્યા અને મારી બહેન ફક્ત ઓમ પુરી માટે પ્રેમ અને સન્માન જોવા મળતું હતું. મારી બહેને માનવતા ખાતર તેમનો સાથે આપ્યો પણ મને એ પસંદ પડ્યું નહોતું. હું ઓમ પુરી સાથે મારી બહેનથી પણ નારાજ હતો.
અન્નુ કપૂરે સ્પષ્ટ કર્યું કે હવે મને કોઈનાથી દુશ્મની નથી. આજે ઓમ પુરી પણ નથી. તેમનો દીકરો છે અને તેના માટે પણ ભગવાનને પ્રાર્થના કરીશ અને ઓમ પુરીની એક્સ વાઈફ નંદિતાને શુભકામનાઓ આપીશ. પણ એક વાત ચોક્કસ કહીશ કે મને મારી બહેન માટે અફસોસ રહેશે, કારણ કે તેની જિંદગી સારી રીતે પસાર થઈ નહોતી. આ એક અનુભવ છે, જે ક્યારેય ભૂલાશે નહીં. તમારી જાણ ખાતર જણાવીએ કે ઓમ પુરી અને સીમા કપૂરના 1990માં લગ્ન થયા હતા અને એક વર્ષમાં 1992માં છૂટાછેડા થયા હતા.
