દુનિયામાં એવો કયો દેશ છે, જ્યાં હવે ગામડું બચ્યું નથી?
જાણો કેવી રીતે માછીમારોની વસ્તી ધરાવતું આ ટાપુ રાષ્ટ્ર આધુનિક ‘સિટી સ્ટેટ’ બની ગયું
દુનિયામાં ટેક્નોલોજી અને શહેરીકરણને કારણે ગામડાઓ ગાયબ થતા જાય છે. ગામડાઓમાંથી સ્થળાંતરણ થવાથી હવે ત્યાં વૃદ્ધો અને મહિલાઓ વધારે જોવા મળતા હોય છે, પરંતુ ગ્લોબલ વોર્મિંગને કારણે હવે એ દિવસો દૂર નથી કે ગામડાઓ તરફ લોકો પાછા વળશે. વાત એવા દેશની કરીએ કે જ્યાં કોઈ ગામડું નથી અને દેશ એટલે સિંગાપોર. એવું શું છે સિંગાપોરમાં કે ત્યાં કોઈ વિલેજ નથી.
સિંગાપોરની વાત કરીએ તો અહીં શહેરીકરણ એટલું છે કે તેની મોટાભાગની વસ્તી પણ શહેરોમાં વસે છે. અહીંની જમીનનો દરેક ભાગ વિકસિત હોવાથી તેને સિટી સ્ટેટ કહેવાય છે. એટલે સિંગાપોરમાં વિલેજ જેવો કોઈ ભાગ નથી, પરંતુ પહેલા એવું નહોતું. અગાઉ સિંગાપોરમાં નાની નાની કાઉન્ટી હતી, જ્યાં વેપારીઓ અને માછીમારો રહેતા હતા. કાળક્રમે સિંગાપોર પર અંગ્રેજોની નજર પડી હતી, ત્યાર પછી વેપાર માટેનું મુખ્ય મથક બન્યું અને વિકસિત બનાવતા ગયા. તેનો વિકાસ થતા રહેતા આંતરરાષ્ટ્રીય વેપાર માટેનું સેન્ટર બની ગયું. સિંગાપોરમાં પહેલાથી જમીનનો અભાવ હતો, જ્યાં એકમાત્ર ગામ બચ્યું છે, જેને કમ્પોંગ લોરોંગ બુઆંગકોક કહેવાય છે, જે સિંગાપોરનું આખરી ગામ છે.
1970ના દાયકા સુધી સિંગાપોરમાં 200થી વઘુ વિલેજ હતા, જ્યાં કાચા રસ્તાઓ અને સ્થાનિક લોકો ખેતીવાડી પર નિર્ભર હતા, પરંતુ એના પછી ગામડાઓ ગાયબ થયા અને ભૌગોલિક પરિવર્તન પણ આવ્યું. સિંગાપોરની મહત્ત્વની વિશેષતા હતી કે તેની આસપાસ સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગો હોવાથી જહાજોની સૌથી વધુ પરિવહન હતું જેને કારણે ટ્રેડ અને વિદેશી કંપનીઓ પણ સિંગાપોરથી આકર્ષાઈ હતી, જેનાથી નવી રોજગારીની તકો ઊભી થઈ. 1970 પછીના બીજા એક દાયકામાં ગામડાઓની કાયાપલટ થઈ ગઈ અને શહેરોમાં પરિણમી ગયા.
1980 પછી સિંગાપોરમાં તબક્કાવાર જમીનોનો ઉપયોગ કરીને ઊંચી ઈમારતો, આધુનિક સુવિધાવાળા કોમ્પ્લેક્સ ઊબા કરવામાં આવ્યા, જ્યાં આજે આધુનિક શહેરો બની ગયા છે, ત્યાં કોઈએ કલ્પના કરી નહીં હોય કે ત્યાં એક જમાનામાં ગામડા હતા. એક જમાનામાં મલેશિયાનો ભાગ ગણાતા સિંગાપોર પોતાની આધુનિકતા માટે જાણીતો હતો, પરંતુ આજે એક પણ ગામ જોવ મળતું નથી એનું સૌને આશ્ચર્ય છે.
સિંગાપોર મુખ્ય ટાપુ સિવાય 63 નાના નાના ટાપુમાં વહેંચાયેલો છે. અહીં જમીનની અછત છે, તેથી જમીનની અછતને ઘટાડવા માટે સિંગાપોર લેન્ડ રિક્લેમેશન ટેક્નિકનો ઉપયોગ કરે છે, જે દરિયાને છેદીને જમીનનું નિર્માણ કરવામાં આવે છે, જ્યારે છેલ્લા 66 વર્ષમાં એના ક્ષેત્રફળમાં પણ વધારો કર્યો છે. સિંગાપોરમાં અર્થવ્યવસ્થા કૃષિ પર નિર્ભર છે, જ્યાં બેન્કિંગ, ટૂરિઝમ અને ટેકનોલોજી પર આધારિત છે. અહીં મોટી સંખ્યામાં લોકો ટૂરિઝમ માટે આવે છે, જેમાંથી મોટી આવક પણ મળે છે.
