April 28, 2026
ટોપ ન્યુઝમુંબઈ

અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમના સાથીદારની ધરપકડ, કોણ છે માફિયા?

Spread the love

દાઉદ ઈબ્રાહિમના સાગરીત અને ડ્રગ્સ માફિયા સલીમ ડોલાને ભારત ડીપોર્ટ કરવામાં આવ્યો છે. તુર્કિયેથી ઈસ્તંબુલથી ધરપકડ કરવામાં આવ્યો હતો. ડોલાને ખાસ વિમાનથી ભારત લાવવામાં આવ્યો છે. ગુપ્તચર એજન્સીએ ઈન્ટરનેશનલ એજન્સી સાથે મળીને પ્રત્યાર્પણની પ્રક્રિયામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. મંગળવારે દિલ્હીની એક ટેક્નિકલ એરપોર્ટ પર સલીમ ડોલાને લઈને વિમાન પહોંચ્યું હોવાનું અધિકારીએ જણાવ્યું.

સલીમ ડોલાને ગુપ્તચર એજન્સીના અધિકારી દ્વારા પૂછપરછ કરવામાં આવ્યા પછી મુંબઈ પોલીસને સોંપવામાં આવશે. ડોલાને તુર્કિયેની રાષ્ટ્રીય ગુપ્તચર સંસ્થા એમઆઈટી અને સ્થાનિક પોલીસની મદદથી ધરપકડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી ઈન્ટરપોલની રેડ કોર્નર નોટિસ પછી કરવામાં આવી છે. ડોલા ડ્રગ્સની સિન્ડિકેટનો મુખ્ય આરોપી છે અને મુંબઈની ક્રાઈમ બ્રાન્ચ એની તપાસ કરી રહી છે. ડોલાની પાસે યુનાઈટેડ આરબ આમીરાત (યુએઈ)નો પાસપોર્ટ ધરાવે છે.
સલીમ ડોલા અંગે અધિકારીએ કહ્યું કે 2018માં જામીન મળ્યા પછી તે યુએઈ ભાગી જવામાં સફળ રહ્યો હતો, જ્યાં બીજા નામે પાસપોર્ટ બનાવ્યો હતો અને એના પછી તે યુએઈમાં પોતાનું નેટવર્ક ચલાવી રહ્યો હતો, ત્યાર પછી યુએઈથી તુર્કિયે જતો રહ્યો હતો.

સલીમ ડોલા કોણ છે
સલીમ ડોલાનો જન્મ મુંબઈમાં 1966માં થયો હતો. નાની ઉંમરમાં જ અંડરવર્લ્ડની નજીક પહોંચ્યો હતો. એના પછી તેને દાઉદ ગેંગમાં છોટા શકીલની સાથે કામ કર્યું હતું. ગુટકાનો ધંધો શરુ કર્યો એના પછી ડ્રગ્સની દાણચોરી કરવા લાગ્યો હતો. 2012માં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ એની ધરપકડ કરી હતી. પાંચ વર્ષ જેલમાં રહ્યા પછી તેને છોડી મૂકવામાં આવ્યો હતો, ત્યાર પછી તેને સિન્થેટિક્સ ડ્રગ્સ બનાવવાનું યુનિટ બનાવ્યું હતું. 2018માં તેને મુંબઈમાં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ જેલમાં ચાર મહિના રહ્યા પછી જામીન મળી ગયા હતા.

ભારતીય અધિકારીઓ માટે આ એક મોટી સફળતા છે. તેની શરૂઆત જૂન 2025માં જ થઈ ગઈ હતી, જ્યારે સંયુક્ત આરબ અમીરાત (UAE) થી તેના પુત્ર તાહિર ડોલાનું સફળ પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું. આ સિલસિલો મહિનાઓ પછી પણ ચાલુ રહ્યો, જ્યારે ડોલાના નેટવર્કના એક મુખ્ય સહયોગી સલીમ મોહમ્મદ સોહેલ શેખને દુબઈથી પરત મોકલવામાં આવ્યો.
સોહેલ શેખની બાદમાં મુંબઈ એન્ટી-નાર્કોટિક્સ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ ઓપરેશન્સે તે સંગઠન પર કસાતા શિકંજાને ઉજાગર કર્યો છે, જેના પર ભારતમાં અનેક પ્રકારના આરોપો છે. જેમાં મોટા પાયે નશીલા પદાર્થોનું ઉત્પાદન અને આંતરરાષ્ટ્રીય તસ્કરીથી લઈને અન્ય વિવિધ ગુનાહિત કૃત્યો સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!