સ્ટાર્લિંગ પક્ષીઓ એકસાથે હજારોની સંખ્યામાં ઉડવા પાછળનું રહસ્ય શું?
ભારત સહિત દુનિયાભરમાં વન્ય જીવન પર સંકટનું નિર્માણ થઈ રહ્યું છે. વધતા જતા શહેરીકરણની વચ્ચે જંગલો ઘટી રહ્યા છે, જ્યારે વન્યજીવોની સંખ્યા પણ ઘટી રહી છે, પરંતુ દુનિયામાં એવા પણ પક્ષીઓ છે, જે પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે સાથે રહે છે. વાત એવા પક્ષીઓની કરીએ જે એકલદોકલ નહીં, પરંતુ હજારોની સંખ્યામાં એકસાથે ઉડે છે અને ઉડે છે ત્યારે દુનિયા પણ તેમને એક ઘડી જોવા માટે ઊભા રહી જાય છે. આસમાનમાં ઉડતી વખતે તેમની શિસ્ત જોઈને તમે પણ ચોક્કસ કહેશો અદભુત.
કલ્પના કરો તમે કોઈ ગ્રામીણ વિસ્તારમાં અથવા કોઈ દરિયાકિનારે ઊભા છો અને અચાનક હજારો સારસ જોવા મળી જાય તો તમને ચોક્કસ આનંદ થશે, જે પૂરા ઝૂંડમાં એકસાથે ઉડે છે, જ્યારે સ્ટાર્લિંગ પણ એકસાથે ઉડે છે. નાનું ઉદ્યાનનું એક પક્ષી છે, જે જંગલમાં ખાસ જોવા મળે છે, જ્યારે નદી-દરિયા કિનારે પણ એકસાથે ઉડતા જોવા મળે છે. જાણીતા પક્ષીવિદ્ સ્ટાલિંગને વૈયું રોઝી સ્ટાર્લિંગ પમ કહે છે. કાબરના કુળનું અને દેખાવમાં પણ કાબરને મળતું આવનારું પક્ષી છે. નર અને માદા વૈયા દેખાવમાં પણ લગભગ સરખા હોય છે, પરંતુ માદા સ્ટાર્લિંગની કલગી થોડી નાની હોય છે, જ્યારે બાંધો નર વૈયાથી નાજુક હોય છે.
દૂરથી સ્ટાર્લિંગ ખાસ કરીને બ્લેક કલરનું જોવા મળે છે, જ્યારે નજીકથી જુઓ તો ચમકદાર છે, જ્યારે તેની પાંખો બદામી કલરની છે. મોટા ભાગના પક્ષીઓ સાથે જ રહે છે, જેમાં ખાસ કરીને પ્રજનન અને માળો બનાવવાની મોસમમાં આસપાસ એકસાથે રહે છે. સાથે ઉડવા માટેનું કારણ એક તો સુરક્ષાનું છે. ખાસ કરીને શિકારી પક્ષીઓને ટક્કર આપવા માટે સાથે ઉડે છે, જે મોટી સંખ્યામાં હોવાથી એને હવામાં ભેદવાનું મુશ્કેલ રહે છે.
ખાસ કરીને કોઈ દરિયા, નદી યા સરોવર કિનારે પણ લાંબા સમય સુધી રહેતા નથી, જે સૂર્યાસ્ત અથવા સૂર્યોદય વખત એકસાથે ઉડીને પોતાના મુકામ પહોંચતા હોય છે. એકસાથે જોવા મળતા હોવાથી તેમને Murmuration પણ કહેવાય છે. સ્ટાર્લિંગ દેખાવમાં ટૂંકી પૂછંડી, અણીદાર માથું અને ત્રિકોણકાર પાંખો હોય છે.
શિયાળામાં તેના પિંછા પર વ્હાઈટ ડોટ હોય છે, જ્યારે ચાંચ કાળી હોય છે. પ્રજનન સમયગાળા દરમિયાન પીળી થાય છે. જંગલમાં લગભગ પાંચેક વર્ષ જીવી જાય છે, જ્યારે રહેઠાણ પણ ગામડા, ખેતરો અને ખુલ્લા મેદાનમાં રહેવાનું પસંદ કરે છે. સ્ટાર્લિંગ પક્ષીઓનું આ રીતે સમૂહમાં ઉડવું એ માત્ર સુંદરતા નથી, પણ શિકારી પક્ષીઓથી બચવા માટેની એક મજબૂત સંરક્ષણ વ્યૂહરચના છે. આ દ્રશ્યને અંગ્રેજીમાં ‘Murmuration’ તરીકે ઓળખવામાં આવે છે.
