April 24, 2026
ટોપ ન્યુઝ

પીએમ મોદીનો હુગલીમાં નૌકાવિહાર: સોશિયલ મીડિયા પર લખ્યું ગંગાનદી બંગાળની આત્મા

Spread the love

ગંગાના પ્રવાહ વચ્ચે પીએમની ફોટોગ્રાફી અને બંગાળમાં વિક્રમી મતદાનના સમીકરણો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે કોલકાતામાં હુગલી નદીમાં નૌકાવિહાર કર્યો. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પર એની તસવીર પણ પોસ્ટ કરી હતી. વાઈરલ તસવીરમાં પીએમ મોદીએ લખ્યું કે હુગલીની થોડી ઝાંખી. પવિત્ર નદીમાં નૌકાવિહાર વખતે મેં જાતે ફોટોગ્રાફી કરીને અજમાઈશ કરી એની સાથે વિદ્યાસાગર સેતુ અને હાવડા બ્રિજને પણ કેમેરામાં કેદ કર્યું હતું.

વડા પ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર નૌકાવિહારની તસવીરો પોસ્ટ કરીને લખ્યું કે દરેક બંગાળીના મનમાં ગંગાનદીની ખાસ જગ્યા હોય છે. કહેવાય છે કે ગંગા બંગાળની આત્મામાં વહે છે અને એનું પવિત્ર જળ પોતાની સાથે એક પૂરી સભ્યતાને લઈ વહે છે.


આજે સવારે કોલકાતામાં થોડો સમય હુગલી નદીમાં વીતાવ્યો. મેં ગંગાનદી માટે પણ આભાર વ્યક્ત કર્યો છે. એની સાથે નાવિકોને મળવાની પણ તક મળી છે, જે મહેનતુ છે અને સવાર સવારના લોકો સાથે મુલાકાત પણ કરી હતી. હુગલી નદીના કિનારે પશ્ચિમ બંગાળના વિકાસ અને મહાન બંગાળી જનતાની સમૃદ્ધિ માટે પ્રતિબદ્ધતા પણ દોહરાવી હતી.

પીએમ મોદીના પશ્ચિમ બંગાળનો પ્રવાસ પણ ચૂંટણી સંબંધિત છે. વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન વિક્રમી થયું. 152 બેઠક પર 93 ટકા વોટિંગ થયું છે, જે આઝાદી પછી પહેલી વખત વધારે થયું છે. પશ્ચિમ બંગાળ સાથે તમિલનાડુમાં 83 ટકા જેટલું મતદાન થયું છે. 2011ની ચૂંટણીના રેકોર્ડને પાછળ મૂકી દીધા છે.

2011ની વિધાનસભાની ચૂંટણીમાં 84 ટકા વોટિંગ થયું હતું. 2021ની ચૂંટણીની વાત કરીએ તો કૂચબિહાર જિલ્લામાં નવમાંથી બે બેઠક તૃણમુલ કોંગ્રેસ જીતી હતી, જ્યારે ભાજપ સાત બેઠક જીત્યું હતું. અલીમપુર જિલ્લામાં ભાજપ પાંચ અને તૃણમુલને કોઈ સીટ મળી નહોતી. જલપાઈગુડીમાં ટીએમસીને સાતમાંથી ત્રણ અને ચાર ભાજપને મળી હતી. એના સિવાય દાર્જિલિંગ, સાઉથ દિનાજપુર, પૂર્વ મિદનાપુરમાં ભાજપને જીત મળી હતી. બાકુડા જિલ્લામાં ભાજપએ બારમાંથી આઠ સીટ જીત્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!