અહીં પીએમ મોદીજીએ ખાધી ‘ઝાલમુડી’ અને ગૂગલ પર સર્ચના 22 વર્ષના રેકોર્ડ તૂટ્યા; જાણો નાસ્તાનો ક્રેઝ…

પશ્ચિમ બંગાળની ઓળખ સમાન સ્ટ્રીટ ફૂડ ‘ઝાલમુડી’ અત્યારે આખા દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઝાડગ્રામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રસ્તા પર ઉભા રહીને જે રીતે ઝાલમુડીનો સ્વાદ માણ્યો, તેના કારણે ગૂગલ પર છેલ્લા 22 વર્ષના સર્ચના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. સોશિયલ મીડિયા પર લોકો તેને ‘મોદી ઈફેક્ટ’ ગણાવી રહ્યા છે. ચાલો જોઈએ શું છે આખી સ્ટોરી…
સામાન્ય પણે ચૂંટણી પ્રચારમાં રાજકીય ગરમાગરમીનો માહોલ જોવા મળતો હોય છે, પરંતુ આ વખતે બંગાળના સ્વાદે સોશિયલ મીડિયા પર ગજબનો ક્રેઝ ઉભો કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રચાર દરમિયાન અચાનક એક નાનકડી દુકાન પર ઝાલમુડી ખાવા પહોંચી ગયા હતા અને ફેરિયા સાથે વાતચીત પણ કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આ એક નાનકડાં પગલાંને કારણે દેશભરમાં ઝાલમુડી આખા દેશમાં ચર્ચાનું કારણ બની ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીનો વીડિયો વાઈરલ થયા બાદ ગૂગલ પર ‘Jhalmudi’ શબ્દ છેલ્લાં 22 વર્ષમાં સૌથી વધુ વખત સર્ચ કરવામાં આવ્યો છે. નેટિઝન્સ આ ઝાલમુડીની રેસીપી અને તેના ઈતિહાસ વિશે સર્ચ કરી રહ્યા છે.
પીએમ નરેન્દ્ર મોદીજીએ જ્યારે આ સ્ટ્રીટ ફૂડનો આનંદ માણતો વીડિયો શેર કર્યો, ત્યારે જોત-જોતામાં જ આ વીડિયોને 10 કરોડથી વધુ વ્યુ આવી ચૂક્યા હતા. ઝાડગ્રામના એ નાના સ્ટોલ માલિકનું નસીબ રાતોરાત બદલાઈ ગયું છે. લોકો હવે ખાસ કરીને સરસવના તેલવાળી આ ચટપટી વાનગીનો સ્વાદ લેવા આતુર બન્યા છે.
સોશિયલ મીડિયા પર યુઝર્સ એકબીજા સાથે આ ઝાલમુડીની રેસીપી શેર કરી રહ્યા છે. આ સિવાય કેટલાક યુઝર્સ તો સોશિયલ મીડિયા પર ત્યાં સુધી લખી રહ્યા છે કે, અમે અત્યાર સુધી સરસવના તેલના કારણે આ નહોતું ખાધું, પણ હવે મોદીજીએ ખાધું છે તો ટેસ્ટ કરવો જ પડશે!
