મિડલ ઈસ્ટના યુદ્ધને રોકવા માટે લેબનોનની રાજદૂત એક્શનમાં, કોણ છે?
ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી શાંતિ મંત્રણા નિષ્ફળ થયા પછી લેબનોનની મહિલા અધિકારી નાદા હમાદેહ મોવાદે યુદ્ધવિરામની પ્રક્રિયાની કમાન પોતાના હાથમાં લીધી છે. નાદાએ પડદા પાછળ રહીને શાંતિ મંત્રણા માટે કવાયત હાથ ધરી છે. લેબનોનની મહિલા અધિકારીનું અમેરિકાના વોશિંગ્ટનમાં પોસ્ટિંગ છે, જે શાંતિ મંત્રણાની દેખરેખ રાખે છે. રવિવારે પાકિસ્તાનમાં ઈરાન-અમેરિકા વચ્ચેની શાંતિ મંત્રણા નિષ્ફળ રહી હતી. રવિવારે પાકિસ્તાનથી પરત ફર્યા પછી પહેલી વખત ઈઝરાયલના રાજદૂત સાથે ફોન પર વાતચીત કરી હતી.
લેબનોનના અહેવાલ અનુસાર 1983 પછી પહેલી વખત લેબનોન અને ઈઝરાયલની વચ્ચે ડાયરેક્ટ કોન્ટેક્ટ કર્યો હતો. વોશિંગ્ટનમાં લેબનોના દૂત નાદા મોવાદે ઈઝરાયલના સમકક્ષ દૂત યેચિયેલ લીટર સાથે વાતચીત કરી હતી અને બંને વચ્ચે યુદ્ધવિરામ અંગે મહત્ત્વની મંત્રણા થઈ હોવાના અહેવાલ છે.
પાકિસ્તાનમાં બે કારણસર અમેરિકા અને ઈરાનની વચ્ચે શાંતિમંત્રણા નિષ્ફળ ગઈ હતી. આ બે કારણમાં એક તો લેબનોન પર કોઈ હુમલા કરવામાં આવશે નહીં અને હિઝબુલ્લાહને ઈરાન કોઈ ભંડોળ પૂરું પાડશે નહીં અને આ બાબત ઈઝરાયલ પર સંબંધિત છે. આ સંજોગોમાં લેબનોના રાજદૂત દ્વારા ઈઝરાયલનો ડાયરેક્ટ સંપર્ક કર્યો છે. જો ઈઝરાયલ અને લેબનોનની વચ્ચે કોઈ સમજૂતી થાય તો ઈરાન-અમેરિકા વચ્ચે શાંતિમંત્રણાનો માર્ગ મોકળો થશે અને આ જ કારણથી શાંતિ મંત્રણામાં નાદા મોવાદની મહત્ત્વની ભૂમિકા માનવામાં આવે છે.
નાદા મોવાદની લેબનોનની ઔન સરકારે પોતાના રાજદૂત તરીકે નિયુક્તિ કરી હતી અને નાદાની નિમણૂક એવા સમયગાળા દરમિયાન કરી હતી, જ્યારે ઈરાન પર અમેરિકાએ બન્કર બસ્ટર બોમ્બ મારફત હુમલો કર્યો હતો. નાદાએ પોતાની કારકિર્દીની શરુઆત એક અર્થશાસ્ત્રી તરીકે કરી હતી, જે વર્લ્ડ બેંકના સભ્ય રહી ચૂક્યા છે. નાદાના લગ્ન પણ લેબનોન મૂળના નાગરિક જેરાર્ડ મોવાદ સાથે કર્યાં છે. બંનેએ એક રેન મોવાદ નામનું ફાઉન્ડેશન ચલાવે છે. આ ફાઉન્ડેશનનું કામકાજ લેબનોનમાં આરોગ્ય સંબંધિત સુવિધા પૂરી પાડવાનું છે. વોશિંગ્ટનમાં પણ નાદાની રાજકીય પકડ પણ વધારે મજબૂત છે, જેને કારણે નાદા સૌથી વધુ ચર્ચામાં છે. આ જ કારણસર હવે મિડલ ઈસ્ટના યુદ્ધને રોકવા માટે સૌથી મહત્ત્વની ભૂમિકા નાદા ભજવી શકે એવો વર્તુળોનું માનવું છે.
