આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ: બે શકમંદોની ધરપકડ
દિલ્હી પોલીસ અને મહારાષ્ટ્ર એટીએસનું સંયુક્ત ઓપરેશન: જૈશ-એ-મોહમ્મદ સાથે કનેક્શન ખુલ્યું
મહારાષ્ટ્ર એટીએસ તરફથી મળેલા ઈન્પુટના આધારે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને મહારાષ્ટ્ર એટીએસ દ્વારા મુંબઈ અને એની આસપાસ કરેલા સંયુક્ત કાર્યવાહીમાં બે જણની ધરપકડ કરી છે, જ્યારે બે જણને નોટિસ આપીને છોડી દીધા છે. પણ આ કાર્યવવાહી પછી દેશભરમાં સુરક્ષા એજન્સીને એલર્ટ રહેવાનો નિર્દેશ કર્યો છે, જ્યારે સુરક્ષા સંબંધિત જરુરી પગલા ભરવાનો નિર્દેશ કર્યો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
દિલ્હી પોલીસ તરફથી કેસ નોંધવામાં આવ્યો છે, જેમાં મેસેન્જર ગ્રૂપ પર ભારતમાં આતંકવાદી હુમલો કરવાની વાત સાથે આગળ વધીને તેની તૈયારીમાં પણ કોશિશ કરતા જોવા મળ્યા હતા. દિલ્હી પોલીસ અને મહારાષ્ટ્ર એટીએસના સંયુક્ત ઓપરેશનમાં થાણેના ખડવલીમાં જે શખસની ધરપકડ કરી છે, જ્યારે જે ઉપકરણો પકડ્યા છે,જેમાં જાણવા મળ્યું છે કે તેઓ હુમલો કરવાની તૈયારીમાં હતા. થાણે સિવાય કુર્લામાં હમ્માદના ઘરે અને ફોનમાંથી પોલીસને વાંધાજનક મેસેજ અને દસ્તાવેજો પણ મળ્યા છે. આ લોકો જૈશ-એ-મોહમ્મદના હેન્ડલરના સંપર્કમાં હતા.
હવે, સુરક્ષા એજન્સીઓ કટ્ટરપંથી વ્યક્તિઓ પર નજર રાખી રહી છે, જેનાથી જાણવા મળ્યું છે કે ISIS અને અન્ય પ્રતિબંધિત સંગઠનોના મોડ્યુલ અગાઉ યુવાનોને વિદેશી સંગઠનોમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરતા હતા. જો કે, આ જ યુવાનોને હવે ભારતીય ભૂમિ પર આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા માટે ઉશ્કેરવામાં આવી રહ્યા છે. આવા મોડ્યુલો પાછળ જૈશ-એ-મોહમ્મદનો હાથ હોવાની શંકા છે, અને અન્ય સમાન સ્લીપર સેલ પણ સક્રિય હોઈ શકે છે.
મળતી માહિતી અનુસાર એમાંથી અનેક યુવાનો ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ્સ, સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમ મારફત આ મોડ્યુલ્સ સાથે જોડાય છે. બાબરી મસ્જિદથી લઈને એનઆરસી અને ગજવા-એ-હિંદ જેવા મુદ્દાને લઈ આ યુવાનોમાં કટ્ટરપંથી બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉપરાંત, ભારતમાં શરિયા કાયદો લાગુ કરવા અને ભારતીય બંધારણ વિરુદ્ધની ચળવળ કરવાનું પણ કહેવાય છે.
