March 11, 2026
લાઈફ સ્ટાઈલ

૩૦ની ઉંમરે પહોંચતા જ યાદશક્તિ નબળી પડી રહી છે? સાવધાન! આ ‘બ્રેઈન ફોગ’ હોઈ શકે છે…

Spread the love


તમારી સાથે પણ ક્યારેક એવું બન્યું હશે કે તમે કોઈ વસ્તુ કોઈ જગ્યાએ મૂકીને ભૂલી જતા હશો કે પછી અમુક કામ ભૂલી જવાતા હશે? જો આ સવાલનો જવાબ હામાં છે તો તમારે ચોક્કસ જ આ સ્ટોરી છેલ્લે સુધી વાંચી જવી પડશે. અત્યારે જો તમે ધ્યાનથી નોટિસ કર્યું હશે તો 20થી 40 વર્ષની વયના યુવાનોમાં એક નવી હેલ્થ ઈશ્યુની સમસ્યા ઝડપથી વધતી જઈ રહી છે, આ સમસ્યાને મેડિકલ લેન્ગ્વેજમાં ‘બ્રેઈન ફોગ’ (Brain Fog) તરીકે ઓળખવામાં આવે છે. ઘણા યુવાનો ફરિયાદ કરે છે કે તેઓ વસ્તુઓ ભૂલી જાય છે, કામમાં ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા અથવા મન સતત મૂંઝવણમાં રહે છે.

બ્રેઈન ફોગ શું છે?
વાત કરીએ બ્રેઈન ફોગ શું છે એની તો મળતી માહિતી અનુસાર બ્રેઈન ફોગ એ કોઈ ગંભીર સમસ્યા કે રોગ નથી, પરંતુ તે માનસિક થાકનું એક લક્ષણ છે. આ સમસ્યામાં વ્યક્તિને એવું લાગે છે કે તેના મન પર વાદળો છવાઈ ગયા છે, જેના કારણે તે સ્પષ્ટ વિચારી શકતો નથી, તેને તેની આસપાસની પરિસ્થિતિનો ખ્યાલ નથી આવતો. મોર્ડન લાઈફ સ્ટાઈલ છે મુખ્ય કારણ: બ્રેઈન ફોગના પ્રમુખ કારણો વિશે વાત કરીએ તો નિષ્ણાતોના જણાવ્યા અનુસાર 30 વર્ષની વયના લોકોમાં આ સમસ્યા વધવા પાછળ નીચે મુજબના કારણો જવાબદાર છે. ચાલો નજર કરીએ આ કારણો પર-

. વધુ પડતો સ્ક્રીન ટાઈમ: સ્માર્ટફોન અને લેપટોપનો સતત ઉપયોગ મગજને થકવી નાખે છે. સોશિયલ મીડિયા પરની માહિતીનો અતિરેક મગજ પર બોજ વધારે છે.
. ઊંઘનો અભાવ: પૂરતી ઊંઘ ન લેવાથી મગજ પોતાની જાતને રિપેર કરી શકતું નથી, જે યાદશક્તિ પર સીધી અસર કરે છે.
. મલ્ટીટાસ્કિંગ: એકસાથે અનેક કામો કરવાની આદત મગજની કાર્યક્ષમતા ઘટાડે છે.
. તાણ: કરિયર અને પર્સનલ લાઈફનું દબાણ ‘કોર્ટિસોલ’ હોર્મોન વધારે છે, જે વિચારવાની શક્તિને અવરોધે છે.
. ફૂડ હેબિટ્સ: જંક ફૂડ અને વિટામિન B12ની ઉણપ પણ બ્રેઈન ફોગની સમસ્યા માટે જવાબદાર છે.

સમસ્યાથી બચવા શું કરશો?
સમસ્યા, તેના કારણો અને લક્ષણો વિશે વાત કરી લીધા બાદ હવે આગળ વધીએ અને વાત કરીએ કે આખરે આનાથી બચવું કઈ રીતે? તો તમારા આ સવાલનો જવાબ પણ અહીં જ છે. આ સમસ્યાથી બચવા માટે તમે ડિજિટલ ડિટોક્સ એટલે કે દિવસમાં અમુક કલાક ફોનથી દૂર રહો અને સૂતા પહેલાં એક કલાક સુધી સ્ક્રીન ન જુઓ. આ સિવાય ધ્યાન અને પ્રાણાયામ કરવાથી મન શાંત થાય છે અને એકાગ્રતા વધે છે. ઉંઘ એ સૌથી મહત્ત્વની બાબત છે. દરરોજ સાતથી આઠ કલાકની ગાઢ ઊંઘ લેવી અનિવાર્ય છે. લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ એટલે હેલ્ધી ડાયેટ. તમારા ભોજનમાં ઓમેગા-3 ફેટી એસિડ, લીલા શાકભાજી અને ફળોનો સમાવેશ કરો. છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે ચોક્કસ શેર કરો, જેથી તેઓ પણ આ સમસ્યા બચી શકે કે સમયસર તેની સારવાર કરાવી શકે.

બ્રેઈન ફોગના લક્ષણો
. નાની નાની વાતો ભૂલી જવી (દા.ત. ચાવી ક્યાં મૂકી?).
. નિર્ણય લેવામાં મુશ્કેલી અનુભવવી.
. કામ પર ધ્યાન કેન્દ્રિત ન કરી શકવું (Concentration Loss).
. સતત માનસિક થાક અને ચિડચિડિયાપણું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!